અમદાવાદમાં મંગળવારે અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પાલડી ભઠ્ઠા કોશલેન્દ્ર મઠથી શરૃ થયેલ આ શોભાયાત્રા ૧૫ કિ.મી.નો પથ કાપીને રાણીપ ગાયત્રી મંદિર પહોંચી હતી. આ વિશાળ શોભાયાત્રામાં ભગવાન પરશુરામની પ્રતિમાએ ભારે આકર્ષણ જનાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન પરશુરામ ભારતીય સંસ્કૃતિના સક્ષક શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાાતા ચિરંજીવ દેવ ગણાય છે. આ શોભાયાત્રાનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર- પશ્ચિમ દ્વારા કરવામાં આવ્યું હતું. (તસવીર ઃ ગૌતમ મહેતા)