મંગળવારે જૈન વર્ષીતપના સમાપન પ્રસંગે ઋષભદેવ- તપ પારણા યોજાયા હતા. જૈનીઝમમાં વરસીતપનાં પારણાનું ખુબજ મહત્વ હોય છે. વરસીતપનું બીજુ નામ વૃષભતપ છે. આ તપની શરૃઆત વૃષભદેવ આદીનાથ પ્રભુથી થઇ હતી અને આની એક અનોખી કથા છે. અમદાવાદમાં હઠીસીંગની વાડી ખાતે ૯૦ તપસ્વીઓના પારણાનું ભવ્ય આયોજન થયું હતુ. તપસ્વીઓને શેરડીનો રસપાઇને પારણા કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે માનવીય દ્રશ્યો પણ સર્જાયા હતા. ઉપરની તસવીરમાં એક નાની બાળકી તપસ્વીને પારણા કરાવી રહી છે. જૈનીઝમમાં સહનશીલતા અને ધાર્મિકતાનો અનોખો સંગમ છે. હઠીસીંગની વાડી ઉપરાંત પાલડી વિસ્તારમાં પણ વર્ષીતપના પારણાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ ગૌતમ મહેતા)