રાઉડી રાઠોડનું શૂટંિગ અટક્યું ઃસ્થાનિક ડાન્સર્સ ન લીધા માટે...

 

-૩૦ ટકા લોકલ ડાન્સર્સ લેવાની સમજૂતી હતી

 

-પૂરતા સ્થાનિક ડાન્સર્સ ન લીધા માટે વિરોધ થયો

 

બેંગલોર તા.૨૫

 

સંજય લીલા ભણસાલી ફિલ્મ્સે આપેલી મિનિમમ ૩૦ ટકા સ્થાનિક ડાન્સર્સ વાપરવાની ખાતરીનું પાલન ન થતાં થયેલા વિરોધના પગલે રાઉડી રાઠોડ ફિલ્મના ગીતનું શૂટંિગ અટકી પડ્યું હતું.

 

બેંગલોરથી ૪૦૦ કિલોમીટર દૂર હમ્પીમાં કોરિયોગ્રાફર પ્રભુ દેવા એક ગીતનું શૂટંિગ કરી રહ્યા હતા જેમાં ફિલ્મના બંને મુખ્ય કલાકાર અક્ષય કુમાર અને સોનાક્ષી સંિહા હાજર હતાં.

 

એક તરફ તાપમાન વધીને ૪૦ ડિગ્રી થઇ રહ્યું હતું. બધાં પરસેવે રેબઝેબ હોવા છતાં શૂટંિગ કરી રહ્યા હતા એટલામાં સ્થાનિક ડાન્સર્સના પ્રતિનિધિઓ આવ્યા હતા અને તેમણે પ્રભુ દેવા સાથે આ બાબતે ચર્ચા કરી હતી કે અમારી સાથે થયેલી સમજૂતીનોે ભંગ થયો છે માટે અમે શૂટંિગ નહીં કરવા દઇએ. આખરે પ્રભુ દેવાએ શૂટંિગ અટકાવી દેવું પડ્યું હતું.