કેટરિના અને સોનાક્ષીનો પ્રેમ ઊભરાયો ઃ બંને એકમેકને વળગી

 

-અત્યાર સુધી બંને વચ્ચે અબોલાની અફવા હતી

 

-એક ઇવેન્ટમાં બંને એકમેકને વળગી પડી

 

મુંબઇ તા.૨૫

 

હજુ ગઇ કાલ સુધી એવી વાતો ઊડતી હતી કે કેટરિના કૈફ અને સોનાક્ષી સંિહા વચ્ચે ગંભીર અણબનાવ છે અને બંને એકબીજાની હાજરી સહન કરી શકતાં નથી. પરંતુ તાજેતરમાં એક ઇવેન્ટમાં બંને મળી ત્યારે બંને વચ્ચેની આત્મીયતા જોઇને બધા સ્તબ્ધ થઇ ગયાં હતાં.

 

થોડા સમય પહેલાં સોનાક્ષીએ કેટરિના વિશે અણછાજતી ટકોર કરી હતી. પરંતુ પાછળથી ભૂલ સમજાતાં એણે માફી માગતાં એસએમએસ મોકલ્યા હતા પરંતુ કેટરિનાએ કોઇ પ્રતિભાવ આપ્યા નહોતા. જો કે એ દૂભાઇ છે એ સ્પષ્ટ દેખાઇ આવતું હતું.

 

પરંતુ આ ઇવેન્ટમાં એવું લાગ્યું જાણે બંનેએ ભૂતકાળને દફનાવી દીધો હતો. સોહૈલ ખાનની પત્ની સીમા ખાને વાંદરામાં શરૂ કરેલા સ્પાના ઉદ્‌ઘાટન પ્રસંગે કેટરિના અને સોનાક્ષી સામસામે થઇ ગયાં હતાં. બંનેએ ખુશખુશાલ ચહેરે એકબીજા સાથે વાતો કરી હતી અને બંને ખડખડાટ હસતી દેખાઇ હતી. રસપ્રદ વાત એ કે આ પ્રસંગે સલમાન પણ હાજર હતો.