Last Update : 25-April-2012, Wednesday

 

મહારાષ્ટ્રના વીજ ઉત્પાદન કેન્દ્રોમાં
કોલસાની રાખને લીધે લોકોના આરોગ્ય અને પર્યાવરણ સામે ખતરો

મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે વ્યક્ત કરેલી ચિંતા

(પીટીઆઇ) નાગપુર, તા.૨૪
મહારાષ્ટ્રના થર્મલ પાવર પ્લાન્ટમાં વધુ પડતી રાખ થાય એવો કોલસો બાળવા સામે મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે આ ઉડતી રાખ (ફ્લાય એશ)માં કિરણોત્સર્ગી અંશો હોવાથી લોકોના આરોગ્ય અને પર્યાવરણ સામે ખતરારૃપ છે.
રાજ્યના ભુસાવળ, કોરાડી, નાશિક અને ચંદ્રપુરના થર્મલ પાવર પ્લાન્ટમાં વીજળી પેદા કરવા માટે ૩૪ ટકાથી ઓછી રાખ થાય એવો જ કોલસો બાળવા માટે બંધાયેલા છે એમ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્રના પર્યાવરણ અને વન મંત્રાલયે ૧૯૯૭-૯૮માં નોટિફિકેશન બહાર પાડીને ૩૪ ટકાથી ઓછી રાખ નીકળે એવો (બ્લેન્ડેડ કોલ) કોલસો વાપરવાની પાવર પ્લાન્ટને સૂચના આપી હતી. આ નોટિફિકેશનને પગલે સરકાર સંચાલિત વિદ્યુત મથકોમાં ઓછી રાખ નીકળે એવો કોલસો વાપરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો.
જાહેર ક્ષેત્રની કોલસા ઉત્પાદક કંપનીઓ ૪૫ ટકાથી વધુ રાખ નીકળે એવો કોલસો વિદ્યુત મથકોને પૂરો પાડે છે. આને લીધે આર્થિક નુકસાનની સાથે લોકોના આરોગ્ય સામે પણ ગંભીર ખતરો ઉભો થાય છે.
આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફોર્મેશન) એક્ટીવીટ કે.એન. અગ્નિહોત્રીને મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે માહિતી આપી હતી કે મહારાષ્ટ્ર રાજ્યની વિદ્યુત ઉત્પાદક કંપની 'મહાજેન્કો' ૩૦થી ૪૦ ટકા રાખ નીકળે એવો કોલસો બાળે છે. જ્યારે પર્યાવરણ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ૩૪ ટકાથી વધુ રાખ નીકળે એવો કોલસો બાળી ન શકાય. જો 'મહાજેન્કો' નિયમનું પાલન ન કરે તો તેની બેંક ગેરન્ટી રદ કરવાની પર્યાવરણ મંત્રાલયને સત્તા છે.
વૈશ્વિક માપદંડ મુજબ વિદ્યુત ઉત્પાદન વખતે પંદર ટકાથી ઓછી રાખ નીકળે એવો જ કોલસો બાળી શકાય.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved