Last Update : 25-April-2012, Wednesday

 

કલંકિત પોલીસ દળની સાફસૂફી કરવાની કમિશનરની પ્રતિજ્ઞાા

ટીક્કુ હત્યાકાંડનો આરોપી પાલાંડે ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર શિંદેની જીપ વાપરતો હતો

મુંબઈ,તા.૨૪
ટીક્કુ હત્યા કેસના મુખ્ય આરોપી વિજય પાલાંડેની ભાગી છૂટવામાં મદદ કરવાના આરોપસર ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર સંજય શિંદે અને કોન્સ્ટેબલ અમોલ બાલકૃષ્ણ દેશપાંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
ગઈ ૧૦મી એપ્રિલે પાલાંડેની પોલીસની જીપમાં લઈ જવામાં આવતો હતો. ત્યારે કહેવાય છે કે રસ્તામાં અંધેરી નજીક દેશપાંડે ટ્રાફિક ક્લિયર કરવા માટે જીપમાંથી ઊતર્યો હતો. આ વખતે ઈન્સ્પેક્ટર શિંદે જીપમાં પાલાંડેની બાજુમાં જ બેઠો હોવા છતાં પાલાંડે ભાગી ગયો હતો. આ જ હકીકત શંકા ઉપજાવે એવી છે. ચાર કલાક પછી પાલાંડેને ફરીથી પકડી લેવામાં આવ્યો હતો.
આ ઘટનાને લીધે ક્રાઈમ બ્રાન્ચ ઉપર ચારે તરફથી માછલાં ધોવાયા છે. પોલીસ કમિશનર અરૃપ પટનાયકે તો બે પોલીસોને સસ્પેન્ડ કર્યા એ ઉપરાંત ક્રાઈમ બ્રાંચને તેણે ગુમાવેલી વિશ્વસનિયતા પાછી મેળવવા પ્રયાસ કરવાની લિખિત સૂચના આપી છે.
ક્રાઈમ બ્રાન્ચને લખેલા પત્રમાં કમિશનરે સંજય શિંદેને શંકાસ્પદ ભૂમિકાવાળા એક જૂના કિસ્સાનો ઊલ્લેખ કર્યો છે. ઘણા વર્ષો પહેલાં પટનાયક દક્ષિણ મુંબઈના એડિશનલ કમિશનર હતા ત્યારે શહેરના એક વેપારી ચિરાગ વાઘાણીના અપહરણ કેસની તપાસ કરતા હતા. એ વખતે શિંદેના અબુ સાલેમ ગેન્ગ સાથેના સંબંધનો અણસાર આવ્યો હતો. આ વિશે પટનાયકે પત્રમાં લખ્યું છે કે 'આવો 'રંગીન' ભૂતકાળ ધરાવતો હોવા છતાં શિંદેએ ક્રાઈમ બ્રાન્ચમાં ગમે તેમ કરીને પોસ્ટીંગ મેળવી લીધું હતું. સિનિયર ઓફિસરો ક્રાઈમ બ્રાન્ચ પર નિયમિત નજર રાખતા હોવા છતાં શિંદે ગોઠવાઈ ગયો હતો.
સંજય શિંદે ૧૬મી ઓગસ્ટ ૨૦૦૭માં અસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર તરીકે ક્રાઈમ બ્રાન્ચમાં જોડાયો હતો અને ચાર વર્ષ પછી તેને ઈન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી હતી.
શિંદેની માલિકીની મહિન્દ્ર ઝાયલો જીપ વારંવાર પાલાંડે વાપરતો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પાલાંડેના બે સાગરીતોએ ટીક્કુનું ખૂન કર્યા પછી લાશને આ જીપમાં જ નાખી નિકાલ માટે લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ પાડોશીઓએ બૂમાબૂમ કરી મૂકતા આ પ્લાન પડતો મૂકવો પડયો હતો.
જ્યારે આંબોલી પોલીસે વિજય પાલાંડે અને મોડેલ સિમરન સૂદને જ્યારે ટીક્કુ હત્યા કેસમાં પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા ત્યારે પણ ઈન્સ્પેક્ટર શિંદે સતત દખલગીરી કરી પાલાંડેને છાવરવાનો પ્રયાસ કરતો હતો.
પટનાયકે પત્રમાં જણાવ્યું હતું કે ફક્ત ક્રાઈમ બ્રાન્ચની જ નહીં પણ સમગ્ર મુંબઈ પોલીસ ફોર્સની ખરડાયેલી છાપ સુધારવા માટે ઝડપી પગલાં લેવા પડશે. હવે વિવાદાસ્પદ અને કલંકિત પોલીસ ઓફિસરોને મુંબઈની બહાર ધકેલવાનો સમય પાકી ગયો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved