Last Update : 25-April-2012, Wednesday

 

બેરહમ પિતાએ દિવાલ સાથે માથુ અફળાવી ૧૯ વર્ષીય પુત્રીની હત્યા કરી

અન્ય યુવક સાથે પ્રેમસંબંધને કારણે કરેલું કૃત્ય ઃ ટીબીથી મૃત્યુ પામી હોવાનું બહાનું બતાવ્યું

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૪
ગોવંડીમાં એક પિતાએ તેની ૧૯ વર્ષીય પુત્રીનું ઘરનું દિવાલ સાથે માથુ અફળાવીને તેની હત્યા કરી નાંખતા આ વિસ્તારમાં ચકચાર જાગી છે. આરોપીએ શરૃઆતમાં બીમારીને કારણે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું ગાણુ ગાયું હતું. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેની હત્યા કરાઇ હોવાનું બહાર આવતા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. પુત્રીને એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી તેણે આ પગલું ભર્યું હતું, એમ પોલીસે કહ્યું હતું.
ગોવંડીનાં બર્ગેનવાડી, પ્લોટ નંબર ૩૦માં આ બનાવ બન્યો હતો જેમાં ૪૫ વર્ષીય મોહમ્મદ કિતાબુદ્દીન અબ્દુલ ગફાર શાહે તેની પુત્રી તબ્બસુમ ખાતુનની હત્યા કરી નાંખી હતી.
શિવાજીનગર પોલીસ સ્ટેશનનાં સિનિયર પી.આઇ આર.એસ. અગ્રવાલે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે ૨૨ એપ્રિલે સવારે પાંચ વાગ્યે શાહે પડોશીઓને બોલાવીને કહ્યું કે તેની પુત્રી તબ્બસુમને નમાઝ માટે ઉઠાડવા છતાં તે ઉઠતી નથી. ત્યારબાદ તેને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી. શાહે હોસ્પિટલમાં હાજર પોલીસને કહ્યું કે તેની પુત્રીને ટીબીની બીમારી હતી અને તેની સારવાર પણ ચાલતી હતી. આથી કદાચ તે ઉંઘમાં જ મરી ગઇ હશે. તબ્બસુમનાં શરીર પર ઇજાનાં નિશાન ન હોવાથી કંઇ અજુગતું ન લાગતા પોલીસે તેનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દીધો હતો.
દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તબ્બસુમનું માથામાં ઇજાને કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે તેના પિતા મોહમ્મદ કિતાબુદ્દીનને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આકરી પૂછપરછ બાદ તેણે પોલીસને કહ્યું કે રાત્રે દોઢ વાગ્યે તેણે તેની પુત્રીનું નાથુ દિવાલ સાથે અફળાવી અફળાવીને તેની હત્યા કરી નાંખી હતી.
તપાસમાં તબ્બસુમનાં પિતાએ એક ૨૧ વર્ષના યુવકને તેમના ઘરની ઉપરનો રૃમ ભાડેથી આપ્યો હતો. આ યુવક અને તબ્બસુમ એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ તબ્બસુમના પિતા તેના લગ્ન અન્ય યુવક સાથે કરવા માંગતા હતા જે તબ્બસુમને મંજૂર ન હતું. આથી તેણે આ પગલું ભર્યું હતું. બનાવ વખતે તબક્કુસમી માતા હાજર હતી તેણે તેના પતિને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો.
આરોપી મોહમ્મદ કિતાબુદ્દીન શિવાજીનગરમાં શાકભાજી વેચવાનો વ્યવસાય કરે છે. તેના પરિવારમાં ૧૬ અને ૧૦ વર્ષના બે પુત્ર તથા ૧૨ વર્ષની એક પુત્રીનો સમાવેશ થાય છે, એમ અગ્રવાલે કહ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved