Last Update : 25-April-2012, Wednesday

 

જુલાઈમાં યોજાનારી ચૂંટણી માટે અટકળો જોરમાં
રાષ્ટ્રપતિ માટે કલામ, અન્સારી અને ગોપાલકૃષ્ણ ગાંધીના નામની ચર્ચા

રાજદનો અન્સારીને ટેકો જ્યારે ભાજપ, બસપા અને સીપીઆઈ(એમ) હજુ અનિર્ણિત
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૪
રાષ્ટ્રપતિ પદ માટે સમાજવાદી પાર્ટીએ કોઈ ઉમેદવારને પસંદ કર્યા ન હોવાનું પક્ષના વડા મુલાયમસિંહ યાદવે જણાવ્યું છે. જો કે સપાના નેતા શાહિત સિદ્દિકીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના નામ અંગે વ્યક્ત કરેલી પસંદગીના મુદ્દે યાદવે અંતર રાખવાનું પસંદ કર્યું હતું. બીજી બાજુ આરજેડીના લાલુ પ્રસાદે રાષ્ટ્રપતિ પદ માટે ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના નામને ટેકો જાહેર કર્યો છે. જ્યારે સીપીઆઈએમ આ પદ માટે મહત્તમ સર્વસંમતિ ધરાવતા ઉમેદવારને ટેકો આપશે. દમરિયાન ગોપાલકૃષ્ણ ગાંધીનું નામ પણ ચર્ચામાં છે.
રાષ્ટ્રપતિ પદ માટે સપા કોને ટેકો આપશે તેવું પૂછાતા પક્ષના સર્વેસર્વા મુલાયમસિંહ યાદવે જણાવ્યું હતું કે આ મુદ્દે પક્ષ દ્વારા હજુ કોઈ નિર્ણય ેલેવાયો નથી. પક્ષના નેતા સિદ્દિકીએ કલામને ટેકો આપવા અંગે પૂછાતા યાદવે કહ્યું હતું કે તે સિદ્દિકીના અંગત વિચારો હોઈ શકે છે પણ સપાએ આ સંદર્ભે કોઈ નિર્ણય લીધો નથી. જોકે આ મુદ્દે સિદ્દિકીએ આજે ફેરવી તોળતા કહ્યું હતું કે તેમના નિવેદનને માધ્યમોએ વિકૃત રીતે રજૂ કર્યું છે.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ''મને માધ્યમોએ પૂછ્યું અને મેં કહ્યું કે કલામ અંગે સર્વસહમતી સધાય તો અમે તેમને ટેકો આપીશું. મેં કલામનું નામ સૂચવ્યું નથી. સપામાં આ મુદ્દે કોઈ સર્વસંમતિ નથી અને પક્ષે હજુ કોઈનું નામ પણ નક્કી કર્યું નથી.''
બીજી બાજુ રાજદના વડા લાલુપ્રસાદ યાદવે રાષ્ટ્રપતિ પદ માટે ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના નામને ટેકો આપવાનું નક્કી કર્યું છે. યાદવે જણાવ્યું હતું કે ''આપણા ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીને રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ. આ પદ માટે તેઓ સારા ઉમેદવાર છે.'' ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામ અંગે આરજેડીનું મંતવ્ય પૂછાતાં તેમણે કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે અને હવે અન્સારીને આ પદ આપવું જોઈએ કારણ કે રાજ્યસભામાં તેમની ભૂમિકા ઘણી સારી રહી છે.
બસપના વડાં માયાવતીએ કહ્યું હતું કે હાલના તબક્કે આ મુદ્દે બોલવું ઘણું વહેલું ગણાશે. ઉમેદવારનું નામ જાહેર થાય પછી બસપ તેનું મંતવ્ય રજૂ કરશે. ભાજપે આ પદ માટે કોઈ વ્યક્તિ અંગે ટિપ્પણી કરવાનું ટાળતા જણાવ્યું હતું કે આ મુદ્દે તમામ પક્ષો વચ્ચે સર્વસંમતિ સધાય તે જરૃરી છે.
દરમિયાન ગોપાલકૃષ્ણ ગાંધી ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકને મળતા રાષ્ટ્રપતિપદ માટે ચર્ચાતા નામોમાં તેમનું નામ પણ ઉમેરાયું છે. ગાંધીની આ મુલાકાત રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના સંદર્ભે હોવાની અટકળોએ જોર પકડયું છે. જોકે તેમની ત્રણ કલાક ચાલેલી બેઠકને અધિકારીઓ ઔપચારિક ગણાવી રહ્યાં છે. કેટલાક બિનયુપીએ અને બિન એનડીએ પક્ષો કલામને ટેકો આપવાનું વિચારી રહ્યાના અહેવાલો વચ્ચે ગાંધીનું પટનાયકને મળવું ઘણું મહત્વનું માનવામાં આવે છે. સીપીઆઈએમએ તમામ પક્ષો દ્વારા સહમતી સધાય તે નામને ટેકો આપવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી જુલાઈ માસમાં યોજાશે અને પોતાના બળ પર રાષ્ટ્રપતિ ચૂંટી કાઢવા પૂરતું સંખ્યાબળ ન હોવાથી યુપીએને અન્ય પક્ષો પર આધાર રાખવો પડશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved