Last Update : 25-April-2012, Wednesday

 
લોકસભામાં તેલંગાણા, મોંઘવારીના મુદ્દા ઉઠાવાયા
તેલંગાણાના મામલે ધમાલ મચાવતા કોંગ્રેસના આઠ સાંસદો સસ્પેન્ડ

શાસક પક્ષના સાંસદોને નિલંબિત કરાયાનો પ્રથમ બનાવ ઃ વિપક્ષને કડક સંદેશ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪
રાષ્ટ્રના શાસક પક્ષ કોંગ્રેસે આજે એક અભૂતપૂર્વ પગલું ભરી, તેલંગાણા વિસ્તારના તેના ૮ સાંસદોને ચાર દિવસ માટે લોકસભામાંથી નિલંબિત કર્યા છે. આ રીતે ધાંધલ મચાવતા વિપક્ષોને પણ કોંગ્રેસે કડક સંદેશો આપ્યો છે.
શાસક પક્ષના સાંસદોને સંસદનાં કોઇ પણ ગૃહમાંથી આટલી મોટી સંખ્યામાં નિલંબિત કરાયા હોવાનો આ પહેલો જ બનાવ છે. આજે લોકસભામાં તેલંગાણા અને મોંઘવારીના મુદ્દા જ છવાયા હતા. આ પૂર્વે ૧૯૮૦ના દાયકામાં બોફોર્સના મુદ્દે ધમાલ-ધાંધલ મચાવનારા ૩૦ સાંસદોને નિલંબિત કરાયા હતા પરંતુ તે તમામ સાંસદો તો વિપક્ષના હતા.
સંસદીય બાબતોના પ્રધાન અને કોંગ્રેસના મુખ્ય દંડક પી.કે. બંસલે આ અંગેની દરખાસ્ત રજૂ કરી હતી. જેને પગલે, તેલંગાણા વિસ્તારના કોંગ્રેસના આઠ સાંસદો, પોનમ પ્રભાકર, મધુ યક્ષી ગૌડ, એમ. જગન્નાથ, કે.આર.જી. રેડ્ડી, જી. વિવેકાનંદ, બલરામ નાયક, સુકેન્દર રેડ્ડી ગુથા, અને એસ. રાજૈય્યાહને લોકસભાની કાર્યવાહીમાંથી ચાર દિવસ માટે નિલંબિત કરાયા છે.
આ દરખાસ્ત લોકસભામાં રજૂ થઇ ત્યારે અધ્યક્ષનાં આસન ઉપર ફ્રાંસિસ્કો સરદીન્હા બેઠા હતા. તેઓએ આ સાંસદોને, અધ્યક્ષ સમક્ષના કૂપમાંથી ફરી જઇ પોતાનાં સ્થાને બેસી જવા વારંવાર જણાવ્યું હતું, પરંતુ, તેઓ માન્યા ન હતા અને કૂપમાં બેસી જઇ અલગ તેલંગાણાની તેમની માગણી કરતા બૂમબરાડા પાડવા લાગ્યા હતા. આથી ગૃહની કાર્યવાહી અર્ધો કલાક મોકુફ રખાઇ હતી.
દરમિયાન, વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓએ મંત્રણા કરી હતી.
બીજી તરફ આ વિક્ષેપ પછી ગૃહની બેઠક ફરી ળી ત્યારે પણ તેલંગાણા વિસ્તારના આ આઠે કોગ્રેસી સાંસદો ફરી 'કૂપ'માં ધસી ગયા હતા અને ''વી વૉન્ટ તેલંગાણા'' (અમારે (અલગ) તેલંગાણા રાજ્ય જોઇએ છે.) તેવા બૂમ બરાડા ચાલુ રાખ્યા હતા. અને કૂપમાં બેસી ગયા હતા. આથી બપોરના ૨ઃ૩૦ વાગે અધ્યક્ષ પદે રહેલા સરદિન્હાએ, આજના દિવસની ગૃહની કાર્યવાહી મુલતવી રાખી હતી. આ પછી તુર્ત જ, તે સાંસદોને કોંગ્રેસે ૪ દિવસ માટે, ગૃહની આજની બેઠક પૂરી થાય તે પૂર્વે જ, અધ્યક્ષ પદે રહેલા સરદિન્હા દ્વારા નિલંબિત કરાવી દીધા હતા. આ રીતે, કોંગ્રેસે, લોકપાલ, ભાવવધારો, વગેરે મુદ્દાઓ ઉપર ગૃહોમાં ધમાલ મચાવતા વિપક્ષી સાંસદોને પણ ચેતવણી આપી દીધી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved