Last Update : 25-April-2012, Wednesday

 

રાજ્યસભાને માહિતી આપતાં નાણા રાજ્ય મંત્રી નમોનારાયણ મીણા
ડિઝલના ભાવને અંકુશ મુક્ત કરવાને કેન્દ્રની સૈદ્ધાંતિક મંજૂરી

રાંધણ ગેસ સંદર્ભે આવો કોઈ પ્રસ્તાવ નથી ઃ ભાજપે કરેલો વિરોધ

(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૨૪
પેટ્રોલની કિંમતોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કર્યા બાદ હવે કેન્દ્રએ ડિઝલની કિંમતોને પણ પોતાના નિયંત્રણમાં ન રાખવાને સૈદ્ધાંતિક સહમતી આપી છે. જોકે રાંધણ ગેસના સંદર્ભે આવો કોઈ પ્રસ્તાવ વિચારણાધિન ન હોવાનું સૂત્રોનું કહેવું છે. દરમિયાન ડિઝલની કિંમતોને નિયંત્રણ મુક્ત કરવાને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ ભાજપે કેન્દ્રની આકરી ટીકા કરી છે.
રાજ્યકક્ષાના નાણા પ્રધાન નમોનારાયણ મીણાએ રાજ્યસભાને આપેલા લેખિત પ્રતિઉત્તરમાં જણાવ્યું હતું કે ડિઝલની કિંમતોને બજાર આધારિત કરવાને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હાલ પેટ્રોલના ભાવ બજાર સાથે જોડાયેલા છે ત્યારે, એલપીજી, કેરોસીન અને ડિઝલની કિંમત સરકાર નક્કી કરે છે. જેના પગલે બજેટમાં સબસિડીરૃપી ભારણમાં તોતીંગ વધારો થાય છે. બીજીબાજુ રાંધણ ગેસને સંપૂર્ણપણે નિયંત્રણ મુક્ત કરવાનો સરકાર સમક્ષ હાલ કોઈ પ્રસ્તાવ નથી.
મીણાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલની વધતી કિંમતો અને ફુગાવાની અસરથી સામાન્ય માણસને બચાવવા માટે સરકારે ડિઝલની કિંમતો નક્કી કરવાનું ચાલુ રાખ્યું છે. મધ્યપૂર્વની 'જીપો-પોલીટિક્સ' તંગદિલીના પગલે વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ ૨૦૧૨ની શરૃઆતથી વધી રહ્યાં છે અને બ્રેન્ટ ક્રુડની કિંમત જાન્યુઆરીમાં પ્રતિ બેરલે ૧૧૧ ડોલર હતી જે એપ્રિલના મધ્યભાગમાં વધીને પ્રતિ બેરલે ૧૨૦ ડોલર સુધી પહોંચી ગઈ છે. વર્તમાન નાણાકિય વર્ષ માટે સરકારે ઓઈલ સબસિડીના સંદર્ભે રૃા. ૪૩,૫૮૦ કરોડની જોગવાઈ રાખી છે. જેમાંથી ૪૦ હજાર કરોડ ઓઈલ માર્કેટીંગ કંપનીઓને વળતર પેટે ચૂકવવા માટેના છે.
ઊંચી સબસિડીના કારણે દેશની રાજકોષિય ખાદ્ય પર ભારણ વધી રહ્યું છે.
ગયા નાણાંકિય વર્ષમાં આ ખાદ્ય જીડીપીના ૫.૯ ટકા હતી અને ૨૦૧૨-૧૩માં તે ૫.૧ ટકા રહેવાનો અંદાજ છે. ભારત તેની ક્રૂડ ઓઈલ જરૃરિયાતોનું ૮૦ ટકા ઓઈલ આયાત કરે છે. ત્યારે સરકારે સબસિડી બિલને જીડીપીના ૨ ટકા કરતાં પણ નીચે લાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. દરમિયાન ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે સરકારે ડિઝલની કિંમતોને નિયંત્રણ મુક્ત કરવાને સૈદ્ધાંતિક સહમતી આપી છે. જેનો અર્થ એવો થાય છે કે હવે ગમે ત્યારે ડિઝલના ભાવ વધશે તેવી શક્યતા છે. ભાજપ આ પગલાનો વિરોધ કરે છે કારણ કે તમામ પ્રકારના પરિવહન માટે ડિઝલ પાયાનું ફયૂઅલ છે અને તેના કિંમતમાં વધારો થવાથી મોંઘવારીપર પણ અસર પડશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved