Last Update : 25-April-2012, Wednesday

 

જયરામ રમેશ, સલમાન ખુર્શીદ, ગુલામ નબી આઝાદ, રવિએ સોનિયાને પત્ર લખ્યાની ચર્ચા
કોંગ્રેસના ચાર પ્રધાનો પક્ષ માટે કામ કરવા તૈયાર

પત્ર બાદ સોનિયાના નિવાસે બેઠક યોજાઇ મનમોહનસિંહના મંત્રીમંડળમાં તોળાતા ફેરફારો

નવી દિલ્હી, તા. ૨૪
પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીઓ અને દિલ્હી તથા મુંબઇનાં કોર્પોરેશનોમાં કોંગ્રેસને મળેલા પ્રચંડ પછડાટ પછી હવે કોંગ્રેસ પક્ષ તેમજ યુપીએ સરકારમાં વ્યાપક ફેરબદલના સંકેત મળવા લાગ્યા છે. દરમિયાન સોનિયા ગાંધીએ પ્રણવ મુખરજી, એન્ટની, ચિદમ્બર વ. સાથે આજે સાંજે મંત્રણાઓ પણ કરી હતી.
કોંગ્રેસનાં નેતૃત્વ નીચેની કેન્દ્રની યુપીએ સરકારના ચાર વરિષ્ઠ પ્રધાનો, જયરામ રમેશ, ગુલામ નબી આઝાદ, સલમાન ખુર્શીદ, અને વ્યાલાર રવિએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને એવું જણાવ્યું હોવાનું કહેવાય છે કે તેઓને પ્રધાન પદ છોડી પક્ષ માટે કાર્ય કરવાની પરવાનગી આપવામાં આવે. પરંતુ વ્યાલાર રવિએ આવો કોઇ પત્ર પોતે લખ્યો હોવાનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું છે કે તેઓને તેમનાં કાર્યથી સંતોષ છે. આ અંગે સૂત્રો જણાવે છે કે, ભ્રષ્ટાચાર, વિધાનસભાની ચૂંટણીઓ, મોંઘવારી, લોકપાલ વિધેયક અને દિલ્હી તથા મુંબઇની સ્થાનિક સ્વરાજ ચૂંટણઈઓમાં કોંગ્રેસને જે રીતે માર પડયો છે, તે જોઇ આ પ્રધાનોએ પક્ષ પ્રમુખને પત્ર લખ્યો હોવા સંભવ છે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મળેલા પછડાટ પછી થોડા હતાશ થયેલા ખુર્શિદે તેમનું કાનૂન અને ન્યાય વિભાગનું પ્રધાન પદ છોડી પક્ષ માટે કાર્ય કરવાની વિશેતઃ ઉત્તર પ્રદેશમાં પક્ષને મજબૂત બનાવવાની ઇચ્છા સોનિયા ગાંધી સમક્ષ દર્શાવી હોવાનું કહેવાય છે.
રવિએ આવો કોઇ પત્ર લખ્યો નહીં હોવાનું કહેતાં પત્રકારોને જણાવ્યું હતું કે ગુલામ નબી આઝાદ આંધ્ર પ્રદેશની પક્ષની કાર્યવાહી ઉપર નજર રાખી શકે તેમ ન હોવાથી તે કાર્ય સંભાળી લેવા તેઓ તૈયાર છે.
દરમિયાન કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે સાંજે જ પ્રણવ મુખરજી, એ.કે. એન્ટની, પી. ચિદમ્બરમ, અહમદ પટેલ, પવન કુમાર, બંસલ અને નારાયણસ્વામી સાથે સઘન મંત્રણાઓ કરી હતી. પક્ષનાં સાધનો જણાવે છે કે સંસદનાં ચાલુ સત્ર પછી સરકાર અને પક્ષમાં ફેરફારો થવાની શકયતા છે. જે દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગોવામાં પક્ષને મળેલા પરાજય અંગેનો એન્ટનીએ તૈયાર કરેલો અહેવાલ પણ પક્ષ પ્રમુખને સોંપી દેવાશે.
તે સર્વવિદિત છે કે ૨૦૦૯માં આવનારી લોકસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને જ જયરામ રમેશે, ૨૦૦૮માં સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ આગામી ચૂંટણીને અનુલક્ષીને પક્ષ માટે કામ કરવા માગે છે.
આ વખતે પણ તેઓએ પક્ષને મજબૂત કરવા માટે કામ કરવાની તૈયારી દર્શાવતાં, ગ્રામીણ અને પંચાયતી રાજના પ્રધાન જયરામ રમેશે તેમનું પ્રધાન પદ છોડવા દેવા વિનંતી કરતો પત્ર સોનિયા ગાંધીને લખ્યો હોવાનું પણ મિડીયામં ચર્ચાઇ રહ્યું છે. પરંતુ, આ અંગે નિરીક્ષકોનું કહેવું છે કે ૨૦૧૪ની ચૂંટણી ઘણી દૂર છે. તેથી આ પત્ર પક્ષના આંતરિક મતભેદો જ ખુલ્લા પાડે છે. જો કે જયરામ રમેશ પક્ષના મહામંત્રી રાહુલ ગાંધીના નિકટવર્તી હોવાથી તેમણે લખેલા આ કહેવાતા પત્રે અનેક તરંગો ઉભાં કરી દીધાં છે.
બીજી તરફ વાયલાર રવિની દ્રષ્ટિ આંધ્ર પ્રદેશ ઉપર હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. રવિ બિનનિવાસી ભારતીયોની બાબતના પ્રધાન છે.
આ પ્રધાનો પૈકી રમેશ અને ખુરશિદ આજે સાંજે સોનિયા ગાંધીને તેમનાં ૧૦, જનપથ સ્થિત નિવાસ સ્થાને મળવા ગયા હતા. પરંતુ તેઓએ પક્ષ પ્રમુખ સાથે શી ચર્ચા કરી તે વિષે કોઇ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ થઇ નથી. આથી પણ આ પ્રધાનોના નિર્ણય અંગે અટકળો વહેતી થઇ છે.

૨૦૧૪માં પરાજયની ભીતિએ મંત્રીઓને રાજીનામું આપવા પ્રેર્યા ?
નવીદિલ્હી, તા. ૨૪
કેન્દ્રની યુપીએ સરકારના ચાર પ્રધાનો, જયરામ રમેશ, સલમાન ખુરશીદ, ગુલામ નબી આઝાદ અને વાયલાર રવિએ આજે પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર દ્વારા પોતાને ''પ્રધાન પદની જવાબદારીમાંથી મુક્ત કરી, પક્ષ માટે કાર્ય કરવા દેવાની પરવાનગી માગતાં અહીંનાં રાજકીય વર્તુળોમાં હળવા ધરતીકંપની ધૂ્રજારી વ્યાપી ગઈ છે. જે ૨૦૧૪માં આવવાનો સંભવ છે.''
આ બાબત પહેલી દ્રષ્ટિએ તો, મહત્વની ન લાગે પરંતુ, આજે સાંજે રમેશ અને ખુરશિદ પક્ષ પ્રમુખને તેમનાં નિવાસ સ્થાને મળ્યાં અને મોડી સાંજે સોનિયા ગાંધીએ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે કરેલી મંત્રણા પક્ષમાં અને સરકારમાં ગંભીર ભીતરી હલચલ ચાલી રહી હોવાનો સંકેત જરૃર આપે છે.
એક મત પ્રમાણે ભ્રષ્ટાચાર, કાબૂ બહાર ગયેલી મોંઘવારી ચૂંટણીમાં પરાજય, વગેરે કારણોસર ૨૦૧૪ની ચૂંટણીમાં પક્ષ સામે તોબાઈ રહેલી પરાભવની ભીતિને લીધે આ પ્રધાનો હવે ધીમે ધીમે દૂર વસવા માગે છે, તેવું લાગે છે. માત્ર આ પ્રધાનો જ અહીં કોંગ્રેસના અનેક સભ્યો પણ દૂર ખસવા વિચારી રહ્યા હોવાનું પણ નિરીક્ષકોનું માનવું છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved