Last Update : 25-April-2012, Wednesday

 

માંડવીના કરંજવાણમાં પિતાની ગળું દબાવી પુત્રએ હત્યા કરી

અલગ રહેતા પિતા પુત્રને જમવાનું આપવા ગયા તો આટલું મોડું ખાવાનું આપો છો ? કરી પુત્રએ ગળું દબાવી દીધું

બારડોલી, ગામતળાવ, મંગળવાર
માંડવી તાલુકાના કરંજવાણ ગામે પત્ની પિયર જતી રહ્યા બાદ માતા-પિતા સાથે સતત ઝઘડો કરતા દિકરાએ ગતરોજ રાત્રે જમવાનું આપવા ગયેલા પિતાનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. પિતાની હત્યા કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી લઇ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કરંજવાણ ગામે આટીયાભાઇ પોસલાભાઇ વસાવા (ઉ.વ.૪૫) પોતાની પત્ની રાયકુબેન અને મોટા દિકરા સતેષ વસાવા સાથે રહેતા હતા. દિકરી સરલાબેનના આંબલીગામે લગ્ન થયા છે જે સાસરે રહે છે. સતેષ વસાવાના આંબલી ગામે કવિતાબેન સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં ૨ બાળકો છે. કવિતા છેલ્લા ૧ વર્ષથી પિયર આંબલી ગામે જતી રહેતા સતેષ વસાવા પોતાના માતા-પિતા સાથે રહે છે. પત્ની પિયર જતા સતેષ વસાવા દરરોજ પોતાના પિતા આટીયાભાઇ અને માતા રાયકુબેન સાથે ઝઘડો કરતો હતો. સતેષના રોજના ઝઘડાથી કંટાળી જઇ તેના માતા-પિતા ૩ મહિનાથી ગામમાં બીજાના ઘરે રહેવા જતા રહ્યા હતા. પોતાના દિકરાના જમવાની ચિંતા કરતા રાયકુબેન દરરોજ સતેષનું જમવાનું બનાવીને આપતી હતી. ગતરોજ રાત્રે ૮ વાગે પિતા આટીયાભાઇ જમવાનું લઇ સતેષને આપવા જતા સતેષએ ગુસ્સામાં જણાવ્યુ કે આટલુ વધુ મોડુ કેમ ખાવાનું આપવા આવ્યા છો ? કેમ જમવા માટે મોડુ કરો ? તમે કહીને પિતા આટીયાભાઇનું ગળુ દબાવી હત્યા કરી નાંખતા ગામમાં ચકચાર મચી ગઇ હતી. બનાવ અંગે માંડવી પોલીસને જાણ થતા પોસઇ એસ.વી.ધાંધલ સ્ટાફ સાથે કરંજવાણ ગામે જઇ રાયકુબેનની ફરિયાદ નોંધી પુત્ર સતેષ વસાવાની આજે મંગળવારે સાંજે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved