Last Update : 25-April-2012, Wednesday

 
નળિયા ઊંચકાવી મૂક્ત થઈ ગઈ પરંતુ નવજાત બચ્ચુ રહી ગયું
મકાનમાંથી નાસી છૂટેલી દિપડી બચ્ચાને ખાતર પાંજરે પૂરાઈ

ખેડૂતે સિફતપૂર્વક દિપડીને મકાનમાં પૂરી દીધી પરંતુ એમ છતાં ન પકડાયેલી દિપડી બચ્ચા માટે સામેથી આવી

વેરાવળ, પ્રભાસ પાટણ, તા.૨૪
સુત્રાપાડા તાલુકાના ખેરા ગામે વાડીએ મકાનમાં ઘુસેલી દિપડીને ખેડુતે સિફતપૂર્વક પૂરી દીધી, છતાં નળિયા ઉંચકાવીને મૂકત થઈ ગઈ! વાત આટલેથી અટકતી નથી. નવજાત બચ્ચુ મકાનમાં જ રહી ગયું હોવાથી તેના ખાતર સામેથી પરત આવીને પાંજરે પૂરાઈ ગઈ હતી!
'માઁ તે માઁ, બીજા બધા વગડાનાં વા' ઉક્તિને સાર્થક કરતા કિસ્સાની વિગત એવી છે કે, ખેરા ગામે રહેતા કરસનભાઈ લક્ષ્મણભાઈ બારડની વાડીએ આવેલા અવાવરૃં મકાનમાં સળવળાટ સંભળાવાથી તપાસ કરતાં અંદર એક દિપડી નજરે પડી હતી. જેથી ખેડુતે હિંમતપૂર્વક મકાનના બારી - દરવાજા બહારથી બંધ કરી દઈને વન વિભાગને જાણ કરી હતી. પરંતુ વનતંત્રની ટીમ પહોંચે એ પહેલા આશ્ચર્યજનક રીતે આઠેક ફૂટ ઊંચાઈએ નિયા ઊંચકાવીને દિપડી નાસી છૂટી હતી.
બીજી તરફ વન વિભાગે આવીને મકાનમાં તપાસ કરતા એક ચાર દિવસનો બાળ - દિપડો મળી આવ્યો હતો. જેથી દિપડીએ જ અહીં ચારેક દિવસ પહેલા તેને જન્મ આપ્યાના તારણ સાથે વનવીભાગે ઓપરેશન હાથ ધર્યું હતું. મકાન પાસે પાંજરૃં ગોઠવીને તેમાં બાળ - દિપડાને મુકી દીધો હતો. અંતે થોડા સમય બાદ નવજાત બચ્ચા માટે દિપડી પરત આવી હતી તે પાંજરામાં પોતાના બચ્ચા પાસે જતાં જ સિફતપૂર્વક વનતંત્રની ટીમે ઝડપી લઈને રાહતનો શ્વાસ લીધો હતો.

લાડુડીની સીમમાં નિંદ્રાધીન વૃધ્ધા પર દીપડાનો હુમલો
હાથમાં નહોરથી ઈજા થતા જાગી ગયેલા વૃધ્ધાના હાકલા પડકારાથી દીપડો ભાગ્યો
જૂનાગઢ,તા.૨૪
માળીયા હાટીના તાલુકાના લાડુડી ગામની સીમમાં ગતરાત્રીનાં આંબાના બગીચામાં એક વૃધ્ધા ઉંઘતા હતા ત્યારે એક દીપડાએ આવી તેના પર હુમલો કરી હાથમાં નહોર ભરાવી દેતા વૃધ્ધાને જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે કસેડાયો હતો.
આ અંગેની વધુ વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના લાડુડી ગામની સીમમાં જૂનાગઢમાં રહેતા મણીબેન બચુભાઈ (ઉ.વ.૭૦)ના પરિવારે આંબાનો બગીચો રાખ્યો હતો ગત રાત્રીનાં મણીબેન ઉંઘતા હતા ત્યારે દીપડાએ આવી નિંદ્રાધીન મણીબેન પર હુમલો કર્યો હતો અને જમણા હાથમાં નહોર ભરાવી ઈજા કરી હતી વૃધ્ધાએ હાકલા પડકારા કરતા દીપડો નાસી ગયો હતો બાદમાં વૃધ્ધાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. આ અંગે વનવિભાગને જાણથતા લાડુડીની સીમમાંથી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી હતી.
જૂનાગઢ જિલ્લામાં રોજદીપડાના હ ુમલાનો તથા દીપડા પકડાયાના બનાવ બને છે. ત્યારે વન વિભાગ આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.

આંકોલવાડીમાં દિપડાનો આતંકઃ અઠવાડિયામાં પાંચ પશુના મારણ
અંધારુ થતા જ ગામમાં ઘૂસી આવતા દિપડા
તાલાલા, તા .૨૪
તાલાલા તાલુકાના આંકોલવાડી ગિર ગામમાં દિવસે-દિવસે દિપડાઓનો આતંક વધતો જાય છે. આંકોલવાડી ગિર ગામની ફરતે ડાંગાવાડી વિસ્તાર તથા સરદાર ચોક વિસ્તારમાં છેલ્લા આઠ દિવસ દરમિયાન પાંચ નાના પશુઓના દિપડાએ મારણ કર્યા છે.
સાંજ પડે અને જંગલ વિસ્તારમાંથી દિપડાઓ આકંલોવાડી ગામ નજીક ચડી આવે છે અને અંધારૃ થતા જ દિપડા ૧૦ થી ૧૨ ફૂટ ઉંચી દિવાલો કુદી ખેડૂતોના ફળીયામાં આવી નાના પશુઓના મારણ કરવા લાગ્યા છે. આકંલોવાડી ગિર વિસ્તારમાં દિપડાઓની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો હોય આંકોલવાડી ગિર તથા આજુબાજુના ગામોમાં દિપડાઓનો ત્રાસ માજા મુકી રહ્યો છે. આંકોલવાડી ગિર તથા આજુબાજુના ગામોમાં એકપણ દિવસ એવો નથી કે દિપડાઓએ પશુઓ ઉપર હુમલા કર્યા ન હોય. આવી પરિસ્થિતિમાં અવિરત વધારો થતો હોય લોકો ફફડી રહ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved