Last Update : 25-April-2012, Wednesday

 
સૌરાષ્ટ્રમાં ભગવાન પરશુરામની જન્મજયંતિ શ્રધ્ધાપૂર્વક ઉજવાઈ

ઠેર-ઠેર શોભાયાત્રા ઃ જય પરશુરામના નાદથી માર્ગો ગુંજયા

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, તા.૨૪
ભૂદેવોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામની જન્મજયંતિ સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે શ્રધ્ધાપૂર્વક ઉજવાઈ હતી. બ્રહ્મસમાજ દ્વારા ઠેર-ઠેર શોભાયાત્રા, પૂજન - અર્ચન, સંતવાણી, યજ્ઞાોપવિત ધર્મસભા, રકતદાન કેમ્પ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
જામનગરમાં બ્રહ્મસમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમીત્તે આજે સાંજે ૪.૩૦ વાગ્યે તળાવની પાળ પરના બાલા હનુમાનના મંદિરેથી સમાજના અગ્રણી૩ઓ દ્વારા અને જુદા જુદા મંડળોના સહ યોગથી ૨૧ વિવિધ આકર્ષક ફલોટ ભગવાન પરશુરામની ત્રણ ફુટની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી શહેરનાં મુખ્ય માર્ગો પર ફરીને પંચેશ્વર ટાવરે સંપન્ન થઈ હતી. બહુચરાજી મંદિરે ધર્મસભા યોજાઈ હતી.
પોરબંદરનાં જયુબેલી - બોખીરા અને ખાપટ વિસ્તારનાં સમસ્ત બ્રહ્મસમાજનાં જ્ઞાાતીજનોએ પરશુરામ ભગવાનની જન્મજયંતીની વિશીષ્ટરીતે ઉજવણી મંદીરોમાં પુજા અર્ચના દ્વારા કરી હતી. જયુબેલી સમસ્ત બ્રહ્મસમાજ તથા ત્રીકમાચાર્ય વિચારમંચનાં ઉપક્રમે બ ર્ડાઈ બ્રહ્મસમાજ જ્ઞાાનેશ્વર મંદીરે ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તો ગાયત્રી મંદીર અને તીરૃપતીમંદીરે બ્રહ્મ યુવાસેનાના કાર્યકરો દ્વારા પૂજા કરવામાં આવી હતી.
ગોંડલમાં શહેર, તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. જે શહેરભરમાં ફરી હતી. શોભાયાત્રાનું કોલેજ ચોકમાં સાહેબના તકિયા પાસે, માંડવી ચોકમાં, દરબાર ચોકમાં, ઉદ્યોગભારતી પાસે સ્વાગત કરાયું હતું. શોભાયાત્રામાં બ્રહ્મસમાજ ઉમટી પડયો હતો. ભુવનેશ્વરી મંદિરે શોભાયાત્રા પરત ફર્યા બાદ બ્રહ્મભોજન યોજાયું હતું.
* રાણાવાવમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બાલકૃષ્ણ લાલજીની હવેલીથી શોભાયાત્રા યોજાઈ હતી. સાંજે આતશબાજીનો કાર્યક્રમ અને રાત્રે સમૂહ ભોજન યોજાયું હતું.
* જેતપુરમાં જય પરશુરામ સેના દ્વારા જડેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રા યોજાઈ હતી તે શહેરમાં ફરી જીમખાના મેદાનમાં પૂર્ણ થઈ હતી.
ભગવાન પરશુરામજીની જન્મજંયતિની ખંભાળિયામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. જેમાં ભૂદેવોએ અંગ - કસરત સાથે તલવારબાજીના દાવો રજૂ કર્યા હતા. આ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં બ્રહ્મસમાજના અગ્રણી૩ઓ કાર્યકરો જોડાયા હતાં.
વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જીનપરા જકાતનાકેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. પ્રારંભે પૂજન યોજાયું હતું. વિવિધ આકર્ષક ફલોટ સાથેની શોભાયાત્રા ગામમાં ફરી હતી. અને ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. બ્રાહ્મણ જ્ઞાાતિની ભોજન શાળા ખાતે બ્રહ્મચોર્યાસી યોજાઈ હતી.
બગસરામાં ભગવાન પરશુરામજીની જન્મ જયંતી પ્રસંગે એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું જેમાં વિવિધ ફલોટો જોડાયા હતાં. શોભાયાત્રામાં ઘોડેસવારી તેમજ તલવાર બાજીનાં હેરતભર્યા પ્રયોગો એ લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું. શોભાયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવૃષ્ટિથી સ્વાગત કરવામાં આવેલ.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved