Last Update : 25-April-2012, Wednesday

 
પોલીસને પડકાર ફેંકતા તસ્કરોનો તરખાટ
તલોદમાં બે મકાનના તાળાં તૂટયાં ઃ ૧.૧૫ લાખની ચોરી

એક મકાનમાંથી રોકડ ઉપાડી ગયા જ્યારે બીજામાં તસ્કરોને મહેનત માથે પડી

તલોદ, તા. ૨૪
સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરને કેટલાક સમયથી ઘરફોડીયા તસ્કરોએ જાણે કે નિશાન બનાવી ઉપરાછાપરી ઘરફોડ ચોરીઓને અંજામ આપી તરખાટ મચાવતાં નગરજનોમાં દહેશતનો માહોલ પેદા થયો છે. બીજી તરફ પોલીસતંત્રને પણ આથી લાંછન લાગી રહ્યું છે. તલોદમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર બનતા ઘરફોડ ચોરીઓના બનાવોથી પ્રજા અને પોલીસની પણ ઊંઘ ઊડી ગઇ છે. તેમાં ગત્ રોજ દિનદહાડે તલોદ ખાતે ૨ મકાનોના તાળાં-નકૂચા તોડી તસ્કરોએ જાણે કે બેફામ થઇ જઇ તંત્રને ખૂલ્લો પડકાર ફેંક્યો છે. આ ચોરીની ઘટનામાં એક જ મકાનમાંથી તસ્કરો રૃા. ૧,૧૫,૦૦૦ની રોકડ ચોરી કરીને ફરાર થઇ જતાં સહજભાવે દહેશતનો માહોલ વ્યાપક બન્યો છે. બે મકાન માલીકોની ગેરહાજરીનો લાભ ઊઠાવી ગણતરીની મિનિટોમાં જ તસ્કરો લખપતિ થઇ જવામાં અહીં સફળ રહ્યા હતા.
અખાત્રીજની પૂર્વ સંધ્યાએ તલોદ નગરની વલ્લભકુંજ સોસાયટીમાં રહેતા સાબરકાંઠા જિલ્લાના નશાબંધી નિયોજક મંડળના નિયામક ભાલુભાઇ ગોરધનદાસ મોદી બપોર બાદ ૩.૩૦ કલાકથી ઘર બંધ કરી અણિયોડ પોતાના ખેતરે ગયા હતા. જેમના પરિવારજનો પણ બહાર ગયા હતા. ત્યારે સાંજે લગભગ ૫ વાગ્યાના સુમારે તેમના બંધ મકાનના લોખંડી દરવાજાના તાળા- નકૂચા તોડી કેટલાક કિમિયાગર તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. તસ્કરોના સદ્નસીબે તિજોરીની ચાવી ત્યાં જ મોજૂદ હોવાથી તસ્કરોને તિજોરી તોડવાનો પરિશ્રમ કરવામાંથી મુક્તિ મળી હતી. ચાવી હાથ લાગતા જ તસ્કરોએ તિજોરીમાં રાકેલો સરસામાન ફેંદી નાખ્યો હતો અને તિજોરીના અંદરના ખાનામાં મૂકેલા રૃા. ૧ લાખ ૧૫ હજારની ચલણી નોટોના બંડલ તસ્કરો ઉઠાવી ગયા હતા. ઘરમાલીક પરત આવે તે પહેલાં જ સાધારણ મહેનતમાં લખપતિ થઇ ગયેલા તસ્કરોએ ભાલુભાઇ મોદીનું ઘર એવું ઘટનાસ્થળ છોડી દઇ ફરાર થઇ જવામાં સફળતા મેળવી હતી.
'વલ્લભકુંજમાં ધોળે દહાડે ચોરી' થવાની ઘટનાએ સંધ્યાકાળથી રાતભર પંથકના રહીશોને ચિંતાતુર બનાવી રાખ્યા હતા. ચોરીની ઘટનાની જાણ મિતેષ ઈન્દુલાલ શાહ (દેના બેન્ક- ગાંધીનગર)ને થતા તેઓએ પણ વલ્લભકુંજ- તલોદમાં પોતાનું બંધ મકાન સલામત છે કે નહિ? તે જોવા રૃબરૃ આવી તપાસ કરતાં માલુમ પડયું હતું કે, તેમના મકાનના દરવાજાના બે તાળાં પણ તસ્કરી ટોળકીએ તોડી નાખી, ઘરમાં ઘૂસ મારી સરસામાન રફેદફે કરી નાખ્યો હતો.
તલોદમાં ટ્રાફિક અને સલામતી બાબતે પોલીસની કામગીરી ટીકાત્મક ભાસી રહી છે. માતાજીના ચોકથી ટાવર વિસ્તાર અને અન્ય માર્ગોની હાલત જોતાં તલોદમાં પોલીસની ધાક જણાતી નથી જેતી લુખા તત્વોને બેરોકટોક મોકળું મેદાન મળી ગયું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved