Last Update : 25-April-2012, Wednesday

 

સાડા ત્રણ મહિના પૂર્વે
સ્ત્રીવેશમાં ત્રણ ટ્રકોને રોકી લૂંટી લેનાર ટોળકીનો સભ્ય પકડાયો

બેટરીનો પ્રકાશ ફેંકી ત્રણ ડ્રાઇવરોને રોકી લૂંટી લીધા હતા
આણંદ,તા.૨૪
રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.-૮ પર આવેલ આણંદ તાલુકાના બોરીઆવી ગામની નહેર પાસે સાડા ત્રણેક મહિના પૂર્વે ત્રણ ટ્રક ડ્રાઈવરોને સ્ત્રીનો વેશધારણ કરી બેટરીના અજવાળે ઉભા રખાવી લાકડાના ડંડા વડે માર મારી લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલ લૂટારૃ ટોળકીના વધુ એક સાગરીતની આણંદ ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના રેલમગરા પોલીસ મથકેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવીને ધરપકડ કરી છે. પકડાયેલ લુટારૃની પોલીસે વધુ તપાસ અર્થેે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે ધરપકડનો આંક ચાર પર પહોંચ્યો છે.
આ બનાવ અંગે વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ તાલુકાના બોરીઆવી ગામ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નં-૮ પર આવેલ બોરીઆવી ગામની નહેર પાસેથી ગત તા.૨જી જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ રાત્રિના ૨ઃ૦૦ વાગ્યાના સુમારે મહારાષ્ટ્રથી કપાસ ભરીને રાજકોટ જવા નીકળેલ એક ટ્રકચાલકને રોડની સાઈડમાં સ્ત્રીનો વેશધારણ કરીને ઉભેલા શખ્શે બેટરીનો પ્રકાશ મારી ટ્રક ડ્રાઈવર મારૃતી મરાઠાને લલચાવ્યો હતો અને ટ્રક ઉભી રખાવી હતી.
દરમ્યાન ઝાડીમાં સંતાઈ રહેલા બીજા બે ત્યાં આવી પહોંચ્યા હતા અને ટ્રક ડ્રાઈવર મારૃતી મરાઠાને ખેતરમાં લઈ જઈ ઝાડ સાથે બાંધી દઈ લાકડાના ડંડા વડે માર માર્યો હતો. આ ઉપરાંત બીજા બે ટ્રક ડ્રાઈવરોને પણ આ જ રીતે ટ્રકમાંથી નીચે ઉતારી માર મારીને તેમની પાસેથી રોકડ રકમ રૃા.૩૧ હજાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ્લે રૃા.૩૨,૫૦૦/-ની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ટ્રક ડ્રાઈવરની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી ત્રણ આરોપીની ૧૦ દિવસ પૂર્વે રાજસ્થાનના રાજસમદ જિલ્લાના રેલમગરા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. જેમાં નારીયા ઉર્ફે નારૃ કાળુનાથ કાલબેલીયા, ભંવરીયા ઉર્ફે ભંવર હીરાજી કાલબેલીયા અને દેવાભાઈ અમરાભાઈ કાલબેલીયા (ત્રણેય રહે.ભૂરવાડા, રાજસમદ, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. આ ગુનામાં સંડોવાયેલ લૂટારૃં ટોળકીના વધુ એક સાગરીત છગન ઉર્ફે છગનીયા લાગુ કાલબેલીયા (રહે.દેવરીયા થાના, કપાસન, જિ.ચિતોડ, રાજસ્થાન)ને પણ આણંદ ગ્રામ્ય પોલીસે રેલમગરા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
રીમાન્ડ દરમ્યાન આ લૂંટના ગુનામાં સંડોવાયેલ અન્ય કેટલાક લૂટારૃંઓના નામ ઉજાગર થાય તેવી વકી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved