Last Update : 25-April-2012, Wednesday

 

માતાનું મોત થયું છે કહી સુજલે યુવતીઓને છેતરી

-સુરત-વડોદરા પછી અમદાવાદમાં જાળ પાથરી

 

 

-સુજલના પહેરવેશ, ભાષા ઉપરથી બનાવટી ઓળખ ઉભી કર્યાની પોલીસને મજબૂત શંકા

અમદાવાદ, મંગળવાર
માલેતુજાર પરિવારનો કે આઈ.પી.એસ. અધિકારીઓનો પુત્ર અને 'કોલેજ સ્ટુડન્ટ' હોવાની ઈમેજ ઉભી કરી કોલેજીયન યુવક-યુવતીઓને છેતરી ગયેલા સુજલ સિંઘાનિયાની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસે શરૃ કરી છે. પોલીસને એવી ચોંકાવનારી વિગતો મળી છે કે- પોતાની માતા અને ભાઈ મૃત્યુ પામ્યાનું કહી સુજલ માલેતુજાર યુવતીઓને 'ઈમોશનલ બ્લેકમેઈલ' કરતો હતો.
મિત્રચારી કરી વિસનગરના વેપારીની નવીનકોર કાર અને રૃા. પાંચ લઈને નાસી ગયેલા સુજલ સિંઘાનિયા વિરૃધ્ધ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે. એક કોલેજીયન યુવતીને લગ્નની લાલચ આપીને તેના પિતા પાસેથી ફલેટ ખરીદવા સુજલ રૃા. ૩૫ લાખ લઈ ગયાની ફરિયાદ પણ પોલીસ સુધી પહોંચી છે.
યુનિવર્સિટી અને એસ.જી. હાઈવે ઉપર કોલેજીયનો અને યંગસ્ટર્સને પૈસા અને વાકછટાથી આંજી દઈ સુજલ અનેક લોકોને છેતરી ગયાની ચર્ચા છે. પોલીસની અપીલ છતાં વિવાદમાં ન પડવા ઈચ્છતા લોકોએ મૌખિક રજૂઆતો કરવાનો માર્ગ અખત્યાર કર્યો છે. પોલીસને અમુક યુવતીઓએ એવી રજૂઆતો કરી છે કે- સુજલ તેની માતા અને ભાઈ મૃત્યુ પામ્યાની વાત કરીને માલેતુજાર પરિવારની યુવતીઓને લાગણીવશ બનાવી 'ઈમોશનલ બ્લેકમેઈલીંગ' કરતો હતો. સુરત, વડોદરા પછી અમદાવાદમાં ઝળકેલા મહાઠગના પરિવાર વિશે જાણકારી મળે તો તેની વાતો કેટલી સાચી હતી? તેના સત્ય તથ્યો પ્રકાશમાં આવશે.
સુજલનો પહેરવેશ અને અમુક સમયે તેની ભાષાથી તેની ખરી ઓળખની છાંટ મળતી હોવાનું અનેક સ્ટુડન્ટસ કહી રહ્યાં છે. આથી, પોલીસ માને છે કે- ઉદ્યોગપતિ ખાનદાનનો વારસદાર કે આઈ.પી.એસ.ના પુત્ર તરીકેની બનાવટી ઓળખ સુજલ સિંઘાનિયાએ ઉભી કરી હતી. સુજલ સિંઘાનિયાની ખરી ઓળખ મેળવવાના પ્રયત્નો પણ ચાલુ હોવાનું પોલીસ કહે છે.

ધો. ૬, ૭ અને ૮નાં ગુજરાતી સિવાયના માધ્યમનાં પુસ્તકો છપાયાં જ નથી
અમદાવાદ, સોમવાર
ગુજરાતની શાળાઓમાં ધો. ૬, ૭ અને ધો. ૮માં જૂન-૨૦૧૨ના નવા શૈક્ષણિક વર્ષથી સેમેસ્ટર પધ્ધતિ અમલમાં આવી રહી છે. આથી નવો સીલેબસ તૈયાર કરાયો હતો. જે મુજબનાં પુસ્તકો છપાયા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ગુજરાતી માધ્યમનાં જ પુસ્તકો છપાયા છે. એ સિવાયના અંગ્રેજી, હિન્દી કે અન્ય કોઇપણ માધ્યમનાં પુસ્તકો છપાયા નથી. આમ એક જ ધોરણનાં એક જ અભ્યાસક્રમનાં પુસ્તકો અલગ- અલગ રહેશે. ધો. ૬, ૭ અને ૮ના ગુજરાતી માધ્યમનાં પુસ્તકો છપાઇ ગયા છે. જે નવી પરીક્ષા પધ્ધતિ મુજબનાં એટલે કે સેમેસ્ટર મુજબનાં છે. પરંતુ ગુજરાતી સિવાયના અંગ્રેજી, હિન્દી કે અન્ય કોઇપણ માધ્યમનાં પુસ્તકો છપાયા નથી.
અત્યાર સુધીના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. ધો. ૬, ૭ અને ૮માં ગુજરાતી સિવાયનાં અન્ય કોઇપણ માધ્યમનાં વિદ્યાર્થીઓ માટે જૂના કોર્સની બુકો રહેશે. તેઓ એ મુજબ જ પરીક્ષા આપશે. જેથી પરીક્ષાના પેપરો પણ અલગ-અલગ નીકળશે. સૂત્રો કહે છે કે ચોક્કસ પ્રકાશકને ફાયદો કરાવવા માટે ગુજરાતીમાંથી ટ્રાન્સલેશન જ કરાયું નથી. જ્યારે જીસીઈઆરટીના સત્તાવાર સૂત્રો કહે છે કે, ચાલુ વર્ષે ગુજરાતીમાં અને આવતા વર્ષે અન્ય તમામ માધ્યમોનાં સેમેસ્ટર પધ્ધતિનાં નવા પુસ્તકો છાપી દેવાશે.

આજીવન કેદની સજા પામેલા આરોપીઓ
અમદાવાદ, શનિવાર
સાબરમતી જેલની બેરેકમાં કેદી ચેતન ઉર્ફે બેટરીનું મૃત્યુ નીપજાવવા અંગે ખૂન અને કાવતરાના ગુનામા દોષિત ઠરેલા અને આજીવન કેદની સજા ફરમાવાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે.
૧. ગોવા નાગજી રબારી ૨. વિશાલ વિષ્ણુભાઇ નાયક ૩. જસવંતસિંહ મહેશસિંહ ગૌતમ ૪. સુનિલ ઉર્ફે મકોડો ત્રિલોકસિંહ ઠાકુર ૫. જયંતિ ઉર્ફે ડોન ઓધવજી પટેલ ૬. નિરંજન રામાનંદ રાજપૂત ૭. ઘનશ્યામ ઉર્ફે બાવો ચીમનલાલ ચૌહાણ ૮. પરેશ કિરીટભાઇ ભાવસાર ૯. જેલર ભીખાભાઇ પ્રભાતભાઇ રબારી ૧૦.જેલર ઇશ્વરભાઇ ખાનાભાઇ સોનારા ૧૧. સિનિયર જેલર ધ્રંગપાલસિંહ
નિર્દોષ છૂટકારો
૧. જેલર મહેશ રાંદેડિયા ૨. સિપાઇ મલેશ રામલિંગમ મચેડકર

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved