Last Update : 25-April-2012, Wednesday

 

સરકારનું નાક દબાવવા 300 યુનિયનો એક મંચ ઉપર

- ચૂંટણી સમયે પડતર પ્રશ્નોના મુદ્દે

 

 

-૬ઠ્ઠા પગાર પંચ મુજબ ભથ્થાં મેળવવા બેઠક

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, મંગળવાર
વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં સરકારી કર્મચારીઓ- અધિકારીઓના યુનિયનોએ પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર ઉપર દબાણ લાદવાનું શરૃ કર્યું છે. ત્રણસો જેટલા યુનિયનોની એક સંયુક્ત બેઠક આવતા શનિવારે ચોટિલા ખાતે યોજાઇ રહી છે, જેમાં આંદોલનાત્મક કાર્યક્રમો નક્કી કરવામાં આવશે.
ગુજરાત સરકારે તા. ૧-૧-૦૬થી ૬ઠ્ઠુ પગાર પંચ લાગુ કર્યું છે, જેમાં મૂળ પગાર, ગ્રેડ પે તથા મોંઘવારી ભથ્થા જેવું ચૂકવણું ૬ઠ્ઠા પગાર પંચની ભલામણ પ્રમાણે સરકારી અધિકારીઓ- કર્મચારીઓને મળે છે. પરંતુ અન્ય ભથ્થાની ચૂકવણી હજી પાંચમા પગાર પંચ પ્રમાણે જ થાય છે એટલે આ પડતર માગ સંતોષવા માટે યુનિયનોએ સરકારનું નાક દબાવવું શરૃ કર્યું છે.
મેડિકલ એલાઉન્સ હજી પણ મહિને માત્ર રૃા. ૧૦૦ ચૂકવાય છે. જ્યારે બીજા રાજ્યોમાં કેન્દ્રીય ભલામણ મુજબ રૃા. ૩૦૦ ચૂકવાય છે. ગુજરાતના યુનિયનોની માગણી છે કે, મેડિકલ એલાઉન્સને બદલે સરકાર વીમાનું પ્રીમિયમ ભરે છે, જેમાં ગેઝેટેડ માટે રૃા. ૧૦ લાખનો અને નોન-ગેઝેટેડ માટે રૃા. પાંચ લાખનો વીમો ઉતારવાની માગણી છે.
ટ્રાન્સપોર્ટ એલાઉન્સ યાને વાહનભથ્થું, જ્યારે પેટ્રોલનો ભાવ લીટરે રૃા. ૪૦ હતો, તે સમયથી બદલાયું નથી. કર્મચારી યુનિયનો માગી રહ્યાં છે કે, બીજાં રાજ્યોમાં જેમ બેઝિક પગારના ૨૦ ટકા વાહન ભથ્થું અપાય છે તે રીતે ગુજરાતના કર્મચારીઓને લાભ મળવો જોઇએ.
ચાર્જ એલાઉન્સ તથા ટીએડીએ પણ અત્યારે જૂના પગાર પંચ મુજબ મળે છે. આ ભથ્થાં પણ છઠ્ઠા પગાર પંચ મુજબ સુધારવાની યુનિયનો માગ કરી રહ્યાં છે.
ઉચ્ચતર પગાર ધોરણ ગુજરાતમાં ૧૨ વર્ષે અને ૨૪ વર્ષે એમ બે સ્લેબમાં મળે છે, જ્યારે અન્ય રાજ્યોએ કેન્દ્રીય ધોરણે ૧૦-૨૦-૩૦ વર્ષે આપવાનું સ્વીકાર્યું છે.
ગુજરાતમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓને તેમના પેન્શનમાં ઈજાફો મળતો નથી, જ્યારે અન્ય રાજ્યોમાં કર્મચારીઓ- અધિકારીઓને દર વર્ષે સાતમા મહિનામાં અપાતા ઈન્ક્રીમેન્ટનો લાભ પેન્શનરોને ય અપાય છે.
તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે ફિક્સ પગારદારોનું શોષણ બંધ કરી તેમને તેમની નિમણૂકની અસરથી કાયમી કરવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટના આ આદેશથી ૧ લાખ ૪૩ હજાર જેટલા સહાયકો- ફિક્સ પગારદારોને તેમના અધિકારો મળે તેમ છે, પણ ગુજરાત સરકારે હુકમનો અમલ કરવાને બદલે તેને પડકારનું નક્કી કર્યું છે.
આ બધાં પ્રશ્નો બાબતે સરકાર ઉપર ચૂંટણી સમયે દબાણ લાવવા તમામ યુનિયનો એક થયા છે, ત્યારે આગામી દિવસોમાં સંઘર્ષ સર્જાશે કે કેમ તે તો સમય જ કહેશે.

કુમકુમ મંદિરે ભગવાનને સોનાનાં પુષ્પ ચઢાવાશે
અક્ષય-તૃતીયાનાં દિવસે સ્વામિનારાયણ મંદિર-કુમકુમ ખાતે ભગવાનને ચંદનનાં વાઘાની સાથે સોનાનાં પુષ્પ પણ ચઢાવવામાં આવશે, એમ કહી મંદિરના મહંત આનંદપ્રિયદાસજીએ જણાવ્યું કે આ દિવસે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું હતું. દ્વાપર યુગનું સમાપન થયું હતું. વૃંદાવનમાં બાંકેબિહારીનાં ચરણાર્વિંદનાં દર્શન આ જ દિવસે થાય છે. નાથદ્વારામાં શ્રીનાથજી પ્રભુનું વલ્લભાચાર્યજીએ આ જ દિવસે પધરાવ્યું હતું.

જગન્નાથજી મંદિરે
ભગવાનનાં રથનું કાર્ય આજથી
અક્ષય-તૃતીયાનાં દિવસે જગન્નાથજી મંદિર-જમાલપુર-અમદાવાદ ખાતે પરંપરાગત રીતે રથયાત્રાનાં દિવસે નીકળનારા ભગવાનનાં સમાર-નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ થશે. વર્ષોની પરંપરા અનુસાર આ દિવસે તેનો પ્રારંભ કરવામાં આવશે, એમ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved