Last Update : 25-April-2012, Wednesday

 
તા.૨૬મીએ જૂના તપાસ અધિકારીને હાજર રહેવા હુકમ
જૂનાગઢ HIV કાંડના તપાસ અધિકારી બદલાતાં હાઇકોર્ટ નારાજ

સરકાર પાસે હાઇકોર્ટે ખુલાસો પૂછયો ઃ નવા નીમાયેલા તપાસ અધિકારીને આગળની તપાસ હાથ નહીં ધરવા તાકીદ

અમદાવાદ,મંગળવાર
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ચકચારભર્યા એચઆઇવીકાંડની તપાસ ચલાવી રહેલા તપાસનીશ અધિકારીની બદલી કરવાના મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે રાજય સરકાર પાસેથી એ વાતનો ખુલાસો માંગ્યો હતો કે, જયારે આ કેસમાં હાઇકોર્ટના નિર્દેશાનુસાર તપાસનીશ અધિકારી ચોક્કસ મુદ્દા પરની તપાસ ચલાવી રહ્યા હોય ત્યારે અધવચ્ચે અચાનક આ પ્રકારે તેમની બદલી નાંખવાનું કારણ શું? તપાસ અધિકારીની બદલી કરવામાં સરકારને શું ઉતાવળ હતી? કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે નવા નીમાયેલા તપાસ અધિકારીને આગળની તપાસ હાથ નહી ધરવાની તાકીદ કરતાં રાજય સરકાર તરફથી એવી બાંહેધરી અપાઇ હતી કે, નવનિયુકત તપાસનીશ અધિકારી આ કેસની આગળની તપાસ હાથ ધરશે નહી. વધુમાં, હાઇકોર્ટે કેસના જૂના તપાસનીશ અધિકારીને તા.૨૬મી એપ્રિલે અદાલત સમક્ષ હાજર રાખવા હુકમ કર્યો હતો.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં થેલેસિમિયાગ્રસ્ત ૨૩ બાળકોને એચઆઇવી ચેપ લાગવાના ચકચારભર્યા પ્રકરણમાં ન્યાયિક તપાસની દાદ માંગતી એડવોકેટ ગીરીશ દાસ દ્વારા પાર્ટી ઇન પર્સનની રૃએ કરાયેલી જાહેરહિતની રિટમાં તેમણે એક નવી સિવિલ એપ્લીકેશન દાખલ કરી અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, અગાઉ હાઇકોર્ટે તા.૨-૪-૨૦૧૨ના હુકમથી તપાસનીશ અધિકારીને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સર્વોદય બ્લડ બેંક કેવી રીતે આવી તેમ જ તેનું કાયદેસર સ્ટેટ્સ અને અગાઉ અસરગ્રસ્ત બાળકોએ જે ખાનગી દવાખાનાઓમાં સારવાર લીધી તેની ચકાસણી કરવાના મુદ્દે ત્રણ સપ્તાહમાં તપાસ પૂર્ણ કરી તેનો અહેવાલ આપવા સ્પષ્ટ હુકમ કર્યો હતો પરંતુ એ કમનસીબ બાબત છે કે, હાઇકોર્ટના નિર્દેશાનુસાર તપાસ ચલાવી રહેલા તપાસનીશ અધિકારી એવા જૂનાગઢ ડીવાયએસપી શોભા ભુતડાને તપાસના મહત્વના અને નાજુક તબક્કે જ અચાનક બદલી કરી દેવામાં આવ્યા છે. તપાસનીશ અધિકારીને બઢતી સાથે બદલી આપી અમરેલી ડીએસપીપદે મૂકી દેવાયા છે, જયારે તેમના સ્થાને નવા તપાસનીશ અધિકારી તરીકે કે.સી.દવેને નિયુકત કરવામાં આવ્યા છે.
સરકારનો આ નિર્ણય ઘણો અયોગ્ય, ગેરકાયદે અને શંકા જન્માવે તેવો છે કારણ કે, હાલના તપાસનીશ અધિકારી કોર્ટના નિર્દેશાનુસાર તપાસ હાથ ધરી રહ્યા છે. તેઓ કેસની સઘળી હકીકતો અને બેકગ્રાઉન્ડથી પરિચિત છે અને તેથી સુચારૃરૃપે તપાસ હાથ ધરી શકે તેમ હતા, તેમછતાં સરકારે કેસના મહત્વપૂર્ણ તબક્કે તપાસનીશ અધિકારીને અન્યત્ર બદલી કરી નાંખ્યા છે.
આ રજૂઆત ધ્યાને લઇ હાઇકોર્ટે સરકારપક્ષને સવાલ કર્યો હતો કે, તપાસનીશ અધિકારીની બદલી કરવાની આટલી ઉતાવળ કેમ થઇ તે સમજાતું નથી કે જયારે તપાસ અધિકારીને હાઇકોર્ટે ચોક્કસ બે મુદ્દાઓ પરની તપાસ કરવા જણાવ્યું હોય. અદાલતને જાણ કર્યા વિના આ પ્રકારનો નિર્ણય યોગ્ય કે વાજબી ના કહી શકાય. વળી, આજે તો સરકારે તપાસનીશ અધિકારીને સોંપેલા બે મુદ્દાઓની તપાસ અંગેનો પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો હોય તેના બદલે તેમની બદલીની વાત અહીં રજૂ થાય છે જે ઘણી ગંભીર બાબત કહી શકાય. તપાસનીશ અધિકારી પણ અદાલતને જાણ કર્યા વિના તેમ જ કોર્ટની પરવાનગી મેળવ્યા વિના આ કેસની તપાસમાંથી આપમેળે મુકત થઇ નવો ચાર્જ કેવી રીતે સંભાળી શકે તે વાત પણ આશ્ચર્ય જન્માવે છે. હાઇકોર્ટે નવા નીમાયેલા તપાસ અધિકારીને કેસ સંબંધી આગળની તપાસ હાથ નહી ધરવા સરકારને સ્પષ્ટ તાકીદ કરતાં સરકારપક્ષ તરફથી બાંહેધરી અપાઇ હતી કે, નવા તપાસનીશ અધિકારી અદાલતનો વધુ હુકમ ના થાય ત્યાં સુધી આગળની તપાસ હાથ ધરશે નહી. વધુમાં, હાઇકોર્ટે તા.૨૬મી એપ્રિલે જૂના તપાસ અધિકારીને હાજર રહેવા હુકમ કર્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved