Last Update : 25-April-2012, Wednesday

 

હરીફ પક્ષની બેઠકો કબજે કરવા રણનીતિઓ ઘડાઈ રહી છે
ચૂંટણીની તૈયારીઓ જાહેરમાં ઓછી, બંધ બારણે વધુ ચાલે છે

અમદાવાદમાંથી કોંગ્રેસને એક પણ બેઠક ન મળે તે માટે ચાલતી કવાયત ઃ ભાજપને પરાસ્ત કરવા કોંગ્રેસનો વ્યૂહ

અમદાવાદ, મંગળવાર
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટેની ચૂંટણીનું વાતાવરણ પ્રજા વચ્ચે ઓછું અને બંધ બારણે ટેબલ ઉપર વધુ આકાર પામી રહ્યું છે. ભાજપ દ્વારા કોંગ્રેસની બેઠકો કબજે કરવા અનેક ગણિતો-સમીકરણો અને ઉપાયો અંગે ફ્રેમ વર્ક તૈયાર થઈ રહ્યું છે. જયારે કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપની બેઠકો કબજે કરવા આંકડાકીય રમત અને જ્ઞાાતિ-સમાજના સમીકરણો ઉકેલવા ઉચ્ચ કક્ષાએ પ્રયત્નો શરૃ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫૧ બેઠકોનો જે લક્ષ્યાંક રાખ્યો છે તે લક્ષ્યાંકને આગળ ધપાવવા બેઠકો પણ નિશ્ચિત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ત્રણ બેઠકો કોંગ્રેસ જીતે એવી છે. પરંતુ ભાજપ દ્વારા આ ત્રણ બેઠકો જીતવા માટે અને કોંગ્રેસને એક પણ બેઠક ન મળે તે માટે શું કરવું પડે તેની સમીક્ષા શરૃ કરી છે. આ માટે પસંદગીના કાર્યકરોની સાથે શહેરી પ્રભારી આનંદીબહેન પટેલ દ્વારા બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠકો જીતવા જૂના કાર્યકરો, અગાઉ કોઇપણ ચૂંટણી લડેલા આ વિસ્તારના ઉમેદવારો વગેરે સાથે બૂથ પ્રમાણે ચર્ચા કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાં ત્રણ બેઠકો માટે ૧૫ જેટલા સબળ દાવેદારો છે. આથી ત્રણને ટીકીટ મળશે અને ૧૨ નારાજ થશે. આ નારાજ આગેવાનોનો લાભ કોના દ્વારા કેવી રીતે લઇ શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવે છે.
શહેરના મુસ્લિમ વિસ્તારમાં ચાલતા દારૃ-જુગારના અડ્ડા અને તેના 'ખાં' સાહેબોના નામ સરનામા પણ એકત્ર થઇ રહ્યા છે.
એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને આદિવાસી બેઠકો વધુ પ્રમાણમાં મળી હતી. આ બેઠકો કબજે કરવા કોંગ્રેસના અગાઉ ચૂંટણી લડી ચૂકેલા આગેવાનોનો સંપર્ક કરવા માટે આદિવાસ આગેવાનોને જવાબદારી સોંપાઈ છે.
મુખ્ય મંત્રીએ સોફટ ટાર્ગેટમાં પ્રદેશના નેતાઓની બેઠકોની યાદી પણ તૈયાર કરી છે અને તેના માટે દરેક બેઠક પર નિયમિત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસે પણ ભાજપની બેઠકો કબજે કરવા અલગ અલગ સ્તરે સમીક્ષા શરૃ કરી છે. નવા સીમાંકનથી બદલાયેલા જ્ઞાાતિ સમીકરણો સ્થાનિક પ્રશ્નો કોઇ અસરકારક જ્ઞાાતી-સમાજને થયેલા અન્યાય વગેરે અંગે નોંધ તૈયાર થઇ રહી છે.
બીજી તરફ કોંગ્રેસે આઇ.ટી. નિષ્ણાતોની મદદથી બુથ એનાલીસીસ શરૃ કર્યું છે. અને તેના આધારે એકાદ માસમાં જે બેઠકો પર ભાજપ જીત્યું છે તે બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરી લઇને તેમને આ વિસ્તારમાં કામે લાગી જવાનું કહેવામાં આવશે.
એક માહિતી પ્રમાણે હાઈ કમાન્ડે પણ ખાનગી એજન્સી મારફતે પણ ભાજપની બેઠકો કબજે કરવા વિવિધ પરિબળો અંગે સંશોધન શરૃ કર્યું છે.
આમ શહેરમાં માત્ર રેલીઓ અને સભાઓ જોવા મળે છે. પરંતુ ચેમ્બરમાં અનેક સ્તરે ચૂંટણીની રણનીતીઓ ઘડાઇ રહી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved