Last Update : 25-April-2012, Wednesday

 
સરદાર સરોવર નર્મદા યોજના કેનાલ નેટવર્ક
મેધા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ન નડે છતાં નર્મદા કેનાલોનું કામ બાકી

બ્રાન્ચ કેનાલથી માંડીને ફિલ્ડ ચેનલોના ૭૪,૧૬૮ પૈકી ૫૪,૬૭૮ કિ.મી.નાં કામો હજી કરવાનાં રહે છે

અમદાવાદ,મંગળવાર
મેધા પાટકર, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ કોઈ આડખીલી ઉભી કરી શકે તેમ નથી અને છેલ્લાં દસ વર્ષથી એક જ ભાજપ-મોદી સરકારની સત્તા છે તથા રાજકીય વિરોધ નથી છતાં સરદાર સરોવર નર્મદા યોજનામાં માત્રને માત્ર ગુજરાતે પૂરા કરવાનાં કેનાલોનાં શાખા-પ્રશાખાઓ ફિલ્ડ ચેનલોનાં ૭૦ ટકાથી વધુ કામ પૂરાં થઈ શક્યાં નથી. અને પરિણામે નર્મદા યોજના આધારિત સિંચાઈ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ શકી નથી. બ્રાન્ચ કેનાલથી ફિલ્ડ ચેનલોનાં ૭૪૧૬૮ કિ.મી.નાં કામો પૈકી ૫૪૬૭૮ કિ.મી.નાં કામ હજી બાકી છે.
નર્મદા યોજનાનો શિલાન્યાસ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પાંચ એપ્રિલ ૧૯૬૧ના રોજ કર્યો હતો. વિવિધ વિવાદો વચ્ચે એના મુખ્ય બંધનું કામ બંધ પડતું કે ચાલતું રહ્યું. જોકે ૨૦૦૬ ડીસેમ્બર સુધીમાં એનું ૯૬ ટકા કામ પુરું થઈ ગયું છે. બંધની (ડેમ) ઊંચાઈ ૧૨૧.૯૨ મીટરે પહોંચી ગઈ છે. એવી જ રીતે ૪૫૮ કિ.મી. લાંબી નર્મદા મેઈન કેનાલનું કામ પણ પુરું થઈ ગયું છે અને ૨૦૦૮થી રાજસ્થાનને પાણી આપવા માંડયું છે. બીજી જે વ્યવસ્થા ઊભી થઈ છે તેના કારણે ૬૮૧૩થી વધુ ગામો, ૧૧૪ નગરોને, ૧૭થી વધુ ઉદ્યોગોને, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વગેરેને પુરું પડાઈ રહ્યું છે.
આટલે સુધી તો બધું બરાબર છે પણ ગુજરાતનો ૧૭.૯૨ લાખ હેક્ટર ખેડાણલાયક વિસ્તાર આવરી લેવાની નેમ આ યોજના અન્વયે રખાયેલી છે તેને પૂરી કરવા માટે નહેરોના શાખા, વિ-શાખા, પ્ર-શાખા કે ગૌણ શાખાઓના નેટવર્કને પૂરું કરવાનું કામ થયું નથી.
બંધની ઊંચાઈના કારણે ડૂબમાં જતાં ગામો-જમીનો-પરિવારોનો પુનઃવસવાટ કરવો પડે અને અસરગ્રસ્તોને મામલે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે મેધા પાટકર અવરોધ ઉભા કરતાં રહ્યાં હતાં અને એ સમજાય એવી વસ્તુ છે. પરંતુ ખુદ ગુજરાતે પોતાની રીતે જ નિર્ણય લઈને નહેરોનાં જે કામો કરવાનાં રહ્યાં તે કેમ પૂરાં થઈ ન શક્યાં એ મોટો પ્રશ્ન છે. આ કામ અટકાવવા મેઘા, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર ક્યાંય નડે એમ નથી અને સતત અગિયાર વર્ષથી તો એક જ મોદી સરકાર કાર્યરત છે. પ્રાદેશિક સ્તરે કોંગ્રેસનો કેનાલોના મુદ્દ વિરોધ નથી તો પછી કામ કેમ મંથરગતિએ થાય છે? એવો પ્રશ્ન થવો સહજ છે. ૧૭.૯૨ લાખ હેક્ટર પૈકી ૧૫.૨૩ હેક્ટર વિસ્તારમાં અર્થાત્ ૮૫ ટકા વિસ્તારમાં સિંચાઈ પૂરી પડે તો જ સરદાર સરોવર પ્રોજેક્ટ મહદ્અંશે પૂર્ણ થઈ હોવાનું માની શકાય. એવી સ્પષ્ટ સ્થિતિ હોવા છતાંય કેનાલ નેટવર્ક પુરું કરવામાં થઈ રહેલો વિલંબ અંતે તો ગુજરાતને નુકસાનરૃપ છે.
૫૧ વર્ષ લાંબા અને વિવાદિત સમયગાળા અને ૩૫૭૮૪ કરોડ રૃપિયા ખર્ચાઈ ચૂક્યા પછીય લક્ષિત સિંચાઈ હાંસલ કરવામાં ગુજરાત સફળ રહ્યું નથી એ કમનસીબી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved