Last Update : 25-April-2012, Wednesday

 
અમદાવાદ મહાનગરપાલિકામાં
ભ્રષ્ટ મ્યુનિ. અધિકારી-કર્મચારીઓ સામે વિજિલન્સ તપાસ ધીમી ગતિએ
પ્રકરણ ઠંડુ પડે એટલે તપાસ કમિટીઓના અહેવાલો માળિયે ચડી જાય છે ઃ વિજિલન્સ વિભાગના ડાયરેક્ટરની જગા વર્ષોથી ખાલી
અમદાવાદ, મંગળવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વહિવટીક્ષેત્રમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને ગેરશિસ્ત આચરનારા કર્મચારી-અધિકારીઓ માટે શિક્ષાના ચોક્કસ ધારાધોરણ નહીં હોવાથી તેમજ વિજીલન્સ અને આઈ.આર.દ્વારા તપાસ અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાથી અનેક પ્રશ્નો સર્જાય છે. ભ્રષ્ટાચારથી નાણાં એકઠાં કરેલ કર્મચારી કે અધિકારી એ જ નાણામાંથી થોડાં આમતેમ વેરીે અપીલ કમિટીમાં નજીવી સજા સાથે ફરી એની એ જ જગ્યાએ આવી જાય છે.
જ્યારે કેટલાંકની ઇન્કવાયરી પુરી થઈ નહીં હોવાથી તેઓ પ્રમોશનથી વંચીત રહી જાય છે. જેની વગ છે અને જરૃર છે તે દબાણ કરી ઝડપી ઇન્કવાયરી પુરી કરાવી શકે છે. તેવી જ રીતે ઇન્કવાયરી મોડી પુરી થવાથી ફાયદો થતો હોય તો તેવી પણ ગોઠવણ કરી શકે છે. જેની વગ નથી તેઓ ગોટાળે ચડી જાય છે.
બીજી તરફ સસ્પેન્ડ થયેલા કર્મચારીઓ અંગે ઝડપથી નિર્ણય નહીં લેવાતા પ્રારંભે ૫૦ ટકા અને છ મહિનામાં નિવેડોના આવે તો ૭૫ ટકા પગાર બેઠાં બેઠાં ચુકવવાનો વારો આવે છે. કેટલાંકને તો બેઠાં બેઠાં ૭૫ ટકા પગાર મળતો હોય તો બાજુમાં બીજો ધંધો-વ્યવસાય ગોઠવવા માંડે છે.
ઉપરાંત વિજીલન્સમાં આઈપીએસ કક્ષાના અધિકારી ડાયરેક્ટર હોવા જોઈએ. અગાઉ સિનિયર ડે.કમિશનરને આ હવાલો મળતો હતો. આ પદ છેલ્લાં કેટલાંય વર્ષોથી ખાલી છે, તેથી નીચેના અધિકારીઓ આખું ખાતું ચલાવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે હમણાં જ એક ડેપ્યુટી કમિશનર સામે ઇન્કવાયરી ચાલુ થઈ છે. કેટલાંક પ્રથમ હરોળના ઇજનેરો સામે તપાસ ચાલે છે. ઉચ્ચ અધિકારી સામે નીચેના અધિકારી શું તપાસ કરી શકવાના તે પ્રશ્ન છે. આ ખાતામાં ૫૦ ટકા જેટલી જગ્યાઓ પણ ખાલી છે.
મ્યુનિ.ના એસ્ટેટ-ટીડીઓ, એન્જિનિયરીંગ, હેલ્થ, ટેક્સ, ગુમાસ્તાધારા સહિતના મોટાભાગના ખાતાઓ સામે ભ્રષ્ટાચારની બુમ છે. એમાંથી પકડાય તેના માટે પણ સજાના બેવડાં ધોરણો છે. નીચેનો કર્મચારી નાના ગુનામાં સસ્પેન્ડ થઇ જાય જ્યારે ઉપરના અધિકારીઓ સામે ભીનું સંકેલાય જાય છે. બહુ મોટો ઉહાપોહ થયો હોય તો તપાસ કમિટી નિયુક્ત થાય અને પછી એ કમિટીનો અહેવાલ જ માળીયે ચડી જાય! આ સ્થિતિ સુધારવા વિપક્ષના નેતાએ પણ કમિશનર સમક્ષ લેખિત રજુઆત કરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved