Last Update : 25-April-2012, Wednesday

 

ગુજરાત:સોના-ચાંદીનો રૃ.૪૦૦ કરોડનો વેપાર થયો

- ૧૦૦-૧૨૦ કરોડની લગડી ને સિક્કા ખરીદાયા

 

- કેવળ અમદાવાદમાં રૃા. ૧૨૫ કરોડથી વધુના વેપાર થયા

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
અખાત્રીજના શુભદિવસે લગનસરાની અને ઇન્વેસ્ટમેન્ટની ખરીદી મળીને કેવળ અમદાવાદમાં રૃા. ૧૨૫ કરોડથી વધુના વેપારો થયા છે. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટમાં પણ સારા વેપારો થયા હોવાનો અહેવાલો છે. આખા દિવસમાં માત્ર અમદાવાદમાં ૨૫૦ કિલો સોનાના વેપારો થયા હોવાનું પશ્ચિમ અમદાવાદના એક અગ્રણી જ્વેલર્સનું કહેવું છે. જોકે તેમાંથી ૩૦ ટકા વેપારો લગડી અને સિક્કાના હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં જ્વેલરી અને લગડી-સિક્કા મળીને રૃ.૪૦૦ કરોડના વેપાર થયા છે.
સોનાના દાગીનાનો વેપાર કરનારાઓનું કહેવું છે કે ગયા વર્ષે અખાત્રીજના રૃા. ૨૨૦૦૦ના ભાવ સામે આ વર્ષે ૭૦૦૦ ભાવ ઊંચો હોવા છતાંય ૧૦થી ૧૫ ટકા વેપારો વધુ થયા છે. અમદાવાદના અંદાજે ૨૦૦૦ જેટલા જ્વલર્સે મળીને અંદાજે ૨૫૦થી ૩૦૦ કિલો સોનાનો વેપાર કર્યો હોવાનો અંદાજ છે. તેનું મૂલ્ય રૃા. ૭૫થી ૯૦ કરોડનું થવા જાય છે. સમગ્ર ગુજરાતમાં અંદાજે ૧૫૦૦૦ જેટલા રિટેઈલરો છે. તેમણે મળીને કુલ ૪૦૦ કરોડની આસપાસના વેપારો કર્યા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની માફક જ સુરતમાં પણ ખાસ્સી ઘરાકી નીકળી હોવાનું સોનીઓનું કહેવું છે. વડોદરા અને રાજકોટમાં પણ લગનસરાની અને રોકાણકારોની સારી ઘરાકી જોવા મળી હતી.
સોનાના ભાવ રૃા. ૨૯૦૦૦ની ઊંચી સપાટીએ હોવાથી ઘરાકી અંગે આશંકા સેવવામાં આવતી હતી, પરંતુ ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ૧૫ ટકા જેટલી ઊંચી ઘરાકી જોવા મળી છે. ગુજરાતીઓ અખાત્રીજના દિવસે નિયમિત સોનું ખરીદતા હોય છે. અખાત્રીજના દિવસે નવું સાહસ કરવામાં આવે કે પછી નવી અસ્ક્યામત વસાવવામાં આવે તો તેમાં સમૃદ્ધિ આવે છે. અખાત્રીજની ખરીદી નસીબવંતી પણ ગણાય છે.
અમદાવાદ બુલિયન મર્ચન્ટ એસોસિયેશનના અગ્રણીઓનું કહેવું છે કે આજે અમદાવાદમાં બુલિયનનો અંદાજે રૃા. ૪૦ કરોડના વેપાર થયા છે. તેમાંય ૧૦૦ ગ્રામની લગડીઓ અને ૧૦ ગ્રામના સિક્કાઓમાં ખાસ્સી લેવાલી જોવા મળી છે. સમગ્ર ગુજરાતમાં બુલિયનના રૃા. ૧૫૦ કરોડથી વધુ રૃપિયાના વેપારો થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખે પણ અંદાજે ૪૦ કિલો સોનાનો વેપાર થયો હોવાનું જણાવ્યું હતું. આજથી ત્રણ દિવસ સુધીમાં સોનું ખરીદનારાઓ માટે ખાસ સ્કીમ જાહેર કરીને તેમને ૧૦ ગ્રામ સોના પર રૃા. ૩૦૦નું રિબેટ આપવાનો નિર્ણય કર્યો હતો.
આજે થયેલી કુલ ખરીદીમાંથી ૭૦ ટકા ખરીદી દાગીનાઓની અને તેમાંય ખાસ કરીને લગ્ન માટેના દાગીનાઓની ખરીદી થતી જોવા મળી હતી. તેમ જ ચાંદીના સિક્કાના સ્વરૃપમાં અને સોનાના બિસ્કિટ તથા લગડીના સ્વરૃપમાં ઇન્વેસ્ટરોની પણ ખાસ્સી લેવાલી રહી હતી. અમદાવાદમાં દાગીના અને લગડીના મળીને અંદાજે ૪૦૦થી ૫૦૦ કિલો સોનાના વેપારો થયા હોવાનો દાવો પણ કેટલાક જ્વેલર્સ કરી રહ્યા છે. અમદાવાદની ૫૦ મોટી દુકાનોેેએ સરેરાશ રૃા. બે કરોડનો વેપાર કર્યો હોવાનું તેમનું કહેવું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved