Last Update : 25-April-2012, Wednesday

 

'જંઝીર'ની સફળતા પાછળનું કારણ તેના લેખકો નહોતા ઃ પુનીત મહેરા

પ્રકાશ મહેરાના પુત્રોએ સલીમ-જાવેદના દાવાને ખોટો ઠરાવી વળતો પ્રહાર કર્યો

મુંબઈ,તા.૨૪
વર્ષો પૂર્વે 'ઝંજીર' ફિલ્મે અમિતાભ બચ્ચનને 'એન્ગ્રી યંગ મેન'ની ઓળખ આપી હતી અને હવે એની રિમેકને કારણે સલીમ ખાન અને જાવેદ અખ્તર ગુસ્સે થયા છે. મૂળ ફિલ્મના સર્જક પ્રકાશ મહેરાના પુત્ર અમિત મહેરાએ ૧૯૭૩ની સુપર હિટ ફિલ્મ 'ઝંજીર'ની રિમેકની શરૃઆત કરી ત્યારે રોષે ભરાયેલા સલીમ અને જાવેદે રોયલ્ટીની માગણી કરતી એક કાનૂની નોટિસ પણ અમિતને મોકલાવી હતી.
તેમના પિતાનાં નામ અને તેમના પ્રતિષ્ઠિત કામને વિવાદમાં સંડોવવા બદલ સ્વ. પ્રકાશ મહેરાના પુત્રો અમિત પુનીત અને સુમીતે સલીમ-જાવેદના આક્ષેપનો પ્રતિકાર કરવાનો નિર્ણય કર્યો છે. પ્રકાશ મહેરા પ્રોડક્શન્સના એક પ્રતિનિધિ તરીકે વાત કરતા પુનીત કહ્યું હતું કે, 'સલીમ સાબ અને જાવેદ સાબ ઉંમરનાં મોટા હોવાને કારણે અત્યાર સુધી અમે ચૂપ બેઠા હતા. પરંતુ તેઓ મારા પિતા વિશે જ વાતો કરે છે. એ અયોગ્ય છે. તેમણે કહ્યું હતું કે, 'ઝંજીર' દ્વારા અમારા પ્રોડક્શન હાઉસે ઘણી કમાણી કરી છે. આ પરથી લાગે છે કે ફિલ્મની સફળતામાં મારા પિતાનું કોઈ યોગદાન જ નથી. તેઓ આ ફિલ્મના દિગ્દર્શક હતા. અમે પૈસા કમાયા છે અને તેમને તેમની કિંમત ચૂકવી નથી એમ તેમની વાતો પરથી લાગે છે.'
પુનીતે એ વાત પણ વિશ્વાસ સાથે કહી હતી કે 'ઝંજીર'ની સફળતા પાછળ ફિલ્મની સ્ક્રિપ્ટ મૂળ કારણ નહોતી.'' શું તેઓ આ વાત ભૂલી ગયા છે કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટને કારણે ધર્મેન્દ્ર, દેવ આનંદ અને રાજ કુમાર જેવા ત્રણ ટોચના અભિનેતાઓએ આ ફિલ્મનો અસ્વીકાર કર્યો હતો? આમ છતાં પણ મારા પિતા તેમની પડખે ઊભા હતા. 'ઝંજીર' પછી તેમણે મારા પિતા સાથે ક્યારે પણ કામ કર્યું નહોવા છતાં પણ અમે સફળ ફિલ્મો આપવાનું બંધ કર્યું નહોતું.'' એમ પુનીતે ઉમેર્યું હતું.
હજુ કાયદો બન્યો નથી એવી કલમને આધારે સલીમ જાવેદ રોયલ્ટી માગી રહ્યા હોવાની વાતે મહેરા બંધુઓનો ગુસ્સો વધારવાનું કામ કર્યું છે. 'મને એ વાતની રમૂજ થાય છે કે તેઓ દરખાસ્ત માટે મૂકેલા કોપિરાઈટને આધારે આ દાવો માંડી રહ્યા છે જે હજુ સુધી અમલમાં પણ મૂકાયો નથી અને આ કાયદો અમલમાં મૂકાય તો પણ 'ઝંજીર - નું જે દિવસથી શૂટિંગ શરૃ થયું છે એ દિવસથી એના અમલની શરૃઆત થશે. આથી આ બાબતે આટલો ઉહાપોહ કરવાની શું જરૃર છે?
સલીમ-જાવેદને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથ આપી રહી હોવાની વાત પણ આ ત્રણે ભાઈઓને પસંદ નથી. 'હજુ થોડા જ વર્ષો પૂર્વે મારા પિતાની ફિલ્મનું 'અપની તો જૈસે તૈસે' ગીત એક ફિલ્મમાં વાપરવામાં આવ્યું હતું. ટોચના ફિલ્મ સર્જકે 'લાવારિસ'ના આ ગીતની રચના કરનારામાંના એક મારા પિતાને આ ગીત માટે ક્રેડિટ આપવાનું સૌજન્ય પણ દેખાડયું નહોતું,' એવી પુનીતે ફરિયાદ કરી હતી.
તેમની વિરુદ્ધ નોંધાવેલા કાનૂની કેસની વાત છે તો પુનીતે કહ્યું હતું કે, 'કાયદાને આ બાબત નક્કી કરવા દો. પરંતુ, સલીમ સાબ અને જાવેદ સાબ અમારા પરિવારના સાથી હોવાથી આ વાતે ઘણું દુઃખ થાય છે.''

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved