Last Update : 25-April-2012, Wednesday

 

તરુણ મનસુખાની 'દોસ્તાના'ની સિકવલની વાર્તા શોધવામાં સફળ

આ ફિલ્મ મૂળ ફિલ્મ કરતાં વધુ નટખટ અને બોલ્ડ હશે

મુંબઇ, તા.૨૪
રોમાન્ટિક કોમેડી ફિલ્મ 'દોસ્તાના'ની રિલીઝના ચાર વર્ષ પછી ફિલ્મના દિગ્દર્શક તરુણ મનસુખાનીને ફિલ્મની સિકવલની વાર્તા શોધવામાં સફળતા મળી છે આ સિકવલનું શૂટિંગ ૨૦૧૨ની મધ્યમાં શરૃ કરવાની ફિલ્મસર્જકની યોજના છે. જાણવા મળ્યા પ્રમાણે 'દોસ્તાના ૨.૦'નું શૂટિંગ બે ખંડમાં થશે તેમજ મૂળ ફિલ્મના સમલૈંગિક વિ. સરળ થીમ કરતા આ ફિલ્મ વધુ આક્રમક હશે.
આ સમાચારને સમર્થન આપતા જ્હોન અબ્રાહમે કહ્યું હતું કે, ''છેવટે તરુણને 'દોસ્તાના'ની સિકવલની વાર્તા મળી ગઇ છે. અને અમે બધા આ ફિલ્મના શૂટિંગ માટે તૈયાર છીએ. પડદા પર અભિષેક અને મારી જોડી સર્વશ્રેષ્ઠ છે એ વાતે આજે પણ હું મક્કમ છું. અને પડદા પર તેની નજીક જવાની હું રાહ જોઇ રહ્યો છું.''
આથી સમલિંગી હોવાનો દેખાવ ઉભા કરતા અભિષેક અને જ્હોનના કાવાદાવા દર્શકોને ફરી એક વાર જોવા મળશે. ''આ ફિલ્મ લંડન અને પંજાબની પાર્શ્વભૂમિ પર બનશે,'' એમ જ્હોને ઉમેર્યું હતું.
આ દરમિયાન ફિલ્મની નજીકના એક સૂત્રે કહ્યું હતું કે, ''આ ફિલ્મ મૂળ ફિલ્મ કરતાં વધુ નટખટ અને બોલ્ડ હશે. સમલૈંગિક સમાજની લાગણીઓને ઠેસ પહોંચે નહીં એ વાતનો ખ્યાલ રાખીને તરુણ અને નિર્માતા કરણ જોહર આ ફિલ્મમાં સેક્સને લગતા ઘણા જોક્સ સામેલ કરવાના છે. નિરુપદ્રવી આનંદ પૂરો પાડવાનો આ ફિલ્મનો ઉદ્દેશ હશે.''
મૂળ ફિલ્મ 'દોસ્તાના'ની જેમ આ ફિલ્મમાં દરિયાકાંઠા જોવા નહીં મળે. 'દોસ્તાના'ની વાર્તામાં મિયામીના દરિયાકાંઠાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો એ તો સૌ જાણે જ છે.
''દરિયા કાંઠો તેમજ કમરથી નીચે પહેરેલી સ્વિમિંગ ટ્રન્કમાં જ્હોન આ વખતે જોવા નહીં મળે. ઉન્મત્તતા દેખાડવા માટે બીજા વિકલ્પો પસંદ થશે.'' એમ સૂત્રે ઉમેર્યું હતું.
આ ઉપરાંત 'દોસ્તાના ૨.૦'માં ઇમેજની પણ અદલાબદલી થવાની શક્યતા છે. આ ફિલ્મમાં જ્હોન સંપૂર્ણ ઢંકાયેલો જોવા મળશે જ્યારે અભિષેક શર્ટ વગર જોવા મળશે. કરણ જોહર બેંગકોકથી પાછો ફરશે એટલે તરત જ ફિલ્મની મુખ્ય અભિનેત્રીની પસંદગી થશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved