Last Update : 25-April-2012, Wednesday

 
૨૦૧૨ના પ્રથમ ત્રિમાસિકમાં
FII એ સેન્સેક્સ શેરોમાં રોકાણ વધાર્યું ઃ ૨૭૦૦૦ કરોડની ખરીદી

૨૦૧૨માં અત્યાર સુધી ભારતીય શેરબજારમાં રૃા. ૪૪૦૦૦ કરોડનું રોકાણ

અમદાવાદ, મંગળવાર
૨૦૧૨ના કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (એફઆઈઆઈ) મુંબઈ શેરબજારમાં સેન્સેક્સ બેઈઝ્ડ શેરોમાં પોતાના રોકાણમાં વધારો કર્યો છે. આમ, અસ્થિર અને અનિશ્ચિતતાભર્યા માહોલમાં એફઆઈઆઈનું ભારત તરફનું આકર્ષણ અકબંધ રહ્યું છે.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ૩૦ કંપનીઓથી બનેલો છે. આ ૩૦ કંપનીમાંથી પાંચ કંપનીમાં એફઆઈઆઈએ રોકાણ ઘટાડયું છે. બાકીની કંપનીઓમાં તેણે ચાલુ કેલેન્ડર વર્ષ પ્રથમ ત્રણ માસમાં રોકાણમાં સતત વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધીમાં તેઓએ આ શેરોમાં ૫ મિલિયન ડોલરથી વધુ એટલે કે રૃા. ૨૬૦૦૦ કરોડના શેર્સ ખરીદ્યા છે. તેની સામે તેઓએ રૃા. ૧૩૦૦ કરોડની કિંમતના સેન્સેક્સ બેઈઝડ શેરો વેચ્યા છે.
ઉપલબ્ધ માહિતી મુજબ એફઆઈઆઈએ સેન્સેક્સ બેઈઝડ શેરોમાં એમડીએફસી, આઈટીસી, રિલાયન્સ, ઈન્ફોસીસ, લાર્સન, સ્ટેટ બેંક, આઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક, ટીસીએસ, તાતા મોટર્સ સહિત અન્ય કંપનીઓમાં રોકાણ વધાર્યું છે. જ્યારે ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, હીરો મોટો કોર્પ, ગેઈલ ઈન્ડિયા અને ડીએલએફમાં રોકાણ ઘટાડયું છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ચાલુ વર્ષમાં અત્યાર સુધી એફઆઈઆઈએ ભારતીય શેરબજારમાં રૃા. ૪૪૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે.

નિફ્ટી ફ્યુચરના કડાકા સાથે અલ્ગોને નિસ્બત નથીઃએનએસઈ
અમદાવાદ, મંગળવાર
ગયા શુક્રવારે નિફ્ટી ફ્યુચરમાં ગણતરીની મિનિટોમાં નોંધાયેલાસાત ટકાના તોતિંગ કડાકામાં અલ્ગોરિધમ ટ્રેડિંગની કોઈ ભૂમિકા નહીં હોવાનું નેશનલ સ્ટોક એક્સચેન્જ ૯એનએસઈ)એ તેના સભ્યોને જણાવ્યુ છે. પરંતુ, તેની સાથે એનએસઈ એમ પણ કહ્યુ હતું કે તે જ સમયે ઈન્ફોસીસના શેરમાં નોંધાયેલો કડાકો કોઈક સભ્યના અલ્ગોરિધમ ટ્રેડિંગની ખામી હોય તેમ લાગે છે. તે દિવસે નિફ્ટીમાં થયેલા કડાકાની તપાસ ચાલે છે અને પ્રથમ દૃષ્ટિએ તે અલ્ગો ટ્રેડિંગને કારણે થયો હોવાનું લાગતુ નથી. વિગતવાર તપાસ થઈ રહી છે અને તે પૂરી થયા પછી સેબીને તેનો રિપોર્ટ સુપરત કરાશે તેમ એનએસઈએ જણાવ્યુ હતું.

એગ્રો કેમીકલ કંપનીના શેરોમાં ગાબડા
અમદાવાદ, મંગળવાર
કોમ્પીટીશન કમીશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા ભરાયેલા દંડાત્મક પગલા પાછળ આજે એગ્રો કેમીકલ કંપનીના શેરોમાં ગાબડા નોંધાયા હતા.
સીસીઆઈ દ્વારા આ ક્ષેત્રની યુનાઈટેડ ફોસ્ફરસ અને એક્સલ કોર્પ કંપનીને કાર્ટેલની રચના અને સટ્ટો-ગુંથવામાં દોષિત જાહેર કરીને છેલ્લા ત્રણ વર્ષના ટર્નઓવર પર ૯ ટકાના દરે દંડ લાદયો હતો. આ અહેવાલો પાછળ આ શેર અનુક્રમે ૬ અને ૭ ટકા તુટયા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved