Last Update : 25-April-2012, Wednesday

 

શેર બજાર
ડેરીવેટીવ્ઝમાં એપ્રિલ વલણના અંત પૂર્વે ઇન્ડેક્ષ બેઝડ અફડાતફડી

 

ટીસીએસના પરિણામે આઇટી શેરોમાં તેજીના તોફાને બજારની પડતી અટકાવી ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ વધ્યો
આઇટી ઇન્ડેક્ષની ૨૬૨ પોઇન્ટની છલાંગ ઃ ઇન્ફોસીસ રૃા. ૨૨૦૦ના ઘટાડેથી રૃા. ૧૫૦ ઉછળ્યો ઃ નિફ્ટી નીચામાં ૫૧૮૦ થઇ ૫૨૨૨
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, મંગળવાર
આઇટી-સોફ્ટવેર સર્વિસિઝ જાયન્ટ ઇન્ફોસીસ ટેક્નોલોજીસે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માટે ડોલરમાં આવકનો અંદાજ ઘટાડી નબળો મૂકીને સપ્તાહ પૂર્વે કડાકો બોલાવ્યા બાદ હવે આઇટી ક્ષેત્રે દેશની ટોચની કંપની ટીસીએસે હંમેશ મુજબ બજારની ધારણાથી વધુ ઉજળા પરિણામ રજૂ કર્યા ઉપરાંત આઇટી ક્ષેત્રે વૃદ્ધિના નાસ્કોમના અંદાજોથી વધુ સારી કામગીરી કંપની હાંસલ કરી શકશે એવું ઉજળુ ચિત્ર રજૂ કરતા આઇટીશેરોમાં ટીસીએસની આગેવાનીમાં તેજીના તોફાને બજારનું ધોવાણ અટકાવી સેન્સેક્ષને ૧૧૯ પોઇન્ટ અને નિફ્ટીને ૨૨ પોઇન્ટની તેજી આપી હતી. ટ્રેડીંગનો આરંભ ગઇકાલે યુરોપના બજારોમાં કડાક બાદ અમેરિકી બજારોમાં પણ નરમાઇએ સાવચેતીથી થયો હતો. ટીસીએસના પરિણામે આઇટી શેરો ટીસીએસ, વિપ્રોની તેજી સાથે હીરો મોટોકોર્પ, ટાટાસ્ટીલ, હિન્દાલ્કોમાં આકર્ષણે સેન્સેક્ષ આગલા બંધ ૧૭૦૯૬.૬૮ સામે ૧૭૧૫૪.૭૫ મથાળે ખુલ્યા બાદ તુરત ઘટી ઇન્ફોસીસ, ભારતી એરટેલ, લાર્સન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો, મારૃતી સુઝુકી, સ્ટેટ બેંક સહિતમાં વેચવાલીએ કલાકમાં જ સેન્સેક્ષનો સુધારો ધોવાઇ જઇ ૪૯.૯૬ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૭૦૪૬.૭૨ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળે ટીસીએસ સાથે વિપ્રોમાં ફંડોની લેવાલી આક્રમક બનતા અને ઇન્ફોસીસનું ગાબડું પણ પૂરાઇ જઇ બપોરે ૧૨.૨૦ વાગ્યા નજીક ૧૫૦.૮૫ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૭૨૪૭.૫૩ સુધી આવી ગયો હતો. જે વધ્યામથાળે ફરી પ્રોફીટ બુકીંગ સાથે લાર્સન, બજાજ ઓટો, એચડીએફસી શેરોમાં વેચવાલીએ અફડાતફડીમાં મોટાભાગનો સુધારો ધોવાઇ જઇ ૧૭૧૦૦ નજીક આવી ગયો હતો. જે ફરી ઘટયામથાળે ઇન્ફોસીસમાં મોટાપાયે કવરીંગ સાથે ટીસીએસ, વિપ્રોમાં તેજીની તીવ્રતા વધતા અને ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનીલીવરમાં આકર્ષણે ૧૭૨૪૦ નજીક પહોંચી ચંચળતા બતાવતો રહી અંતે ૧૧૦.૬૧ પોઇન્ટ વધીને ૧૭૨૦૭.૨૯ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૧૮૦થી ૫૨૩૧ની રેન્જમાં બન્ને તરફી બે વખત અથડાયો ઃ ઇન્ફોસીસનું ગાબડું પૂરાતા ઝડપી વધ્યો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૨૦૦.૬૦ સામે ૫૨૧૫.૯૦ ખુલી ટીસીએસ, વિપ્રોમાં આકર્ષણ સામે ઇન્ફોસીસમાં ગાબડું પડતા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલમાં વેચવાલીએ તુરંત ઘટીને ૫૧૮૭ સુધી આવી ફરી ટીસીએસ, વિપ્રોના જોરે ૫૨૧૦ થઇ ફરી ૫૧૮૧ નજીક ૧૦ઃ૩૩ વાગ્યે આવી ગયો હ તો. પરંતુ ઘટયામથાળે ઇન્ફોસીસ રૃા. ૨૨૦૦ના તળીયેથી પાછો ફરી ગાબડું પૂરી ઝડપી ઉંચકાઇ આવતા બપોરે ૧૨ઃ૨૦ વાગ્યા નજીક ૫૨૩૨.૩૫ની ઉંચાઇને આંબી જઇ ફરી વધ્યામથાળે આવેલી હીટમાં સિમેન્ટ શેરો એસીસી, અંબુજા સાથે લાર્સન, ગેઇલ, કોટકમાં વેચવાલીએ બપોરે ૧ઃ ૪૫ વાગ્યે ૫૨૦૨ નજીક આવી ગયો હતો. જે ફરી ઉપરમાં ૫૨૨૭ સુધી જઇ અંતે ૨૨.૦૫ પોઇન્ટ વધીને ૫૨૨૨.૬૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી મે ફ્યુચર ૫૨૨૨ના તળીયેથી ઉપરમાં ૫૨૭૪ બોલાયો ઃ એપ્રિલ ૫૧૮૬ થઇ ૫૨૩૦
ડેરીવેટીવ્ઝમાં એપ્રિલ વલણના ગુરુવારે અંત પૂર્વે અફડાતફડી કાયમ રહી નિફ્ટી એપ્રિલ ફ્યુચર ૩૩૦૩૨૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૬૧૧ કરોડના ટર્નઓવરે ૫૧૯૮.૬૦ સામે ૫૧૯૯.૮૦ ખુલી નીચામાં ૫૧૮૬.૨૦થી ઉપરમાં ૫૨૩૮.૯૦ સુધી જઇ બે-તરફી ફંગોળાતો રહી છેલ્લાં કલાકમાં શોર્ટ કવરીંગ વધતા અંતે ૫૨૨૯.૬૫ હતો. નિફ્ટી મે ફ્યુચર ૧,૫૬,૨૧૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૪૦૯૯ કરોડના ટર્નઓવરે ૫૨૩૨.૮૦ સામે ૫૨૪૦ ખુલી નીચામાં ૫૨૨૨.૨૫ થઇ પાછો ફરી ઉપરમાં ૫૨૭૪.૫૦ સુધી જઇ અંતે ૫૨૬૪ હતો.
નિફ્ટી ૫૨૦૦નો પુટ ૪૬.૦૫થી ઉપરમાં ૫૦.૮૦ થઇ પટકાઇ ૨૦.૯૫ બોલાયો
નિફ્ટી ૫૨૦૦નો પુટ ૬૯૬૦૪૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૮૨૧૭ કરોડના ટર્નઓવરે ૪૬.૦૫ સામે ૩૯ ખુલી ઉપરમાં ૫૦.૮૦થી નીચામાં ૨૦.૯૫ સુધી ગબડી અફડાતફડીના અંતે ૨૪.૯૦ હતો. નિફઅટીનો 'રાજા' બિગબુલ નિફ્ટીમાં પાછલા દિવસોમાં મંદીના મોટા ખેલા સાથે કોમોડિટીઝના સટ્ટામાં મોટાપાયે સક્રીય બની ગયાની અને સિંગાપુર થકી મોટું ઓપરેશન ચલાવી રહ્યાની ચર્ચા હતી. નિફ્ટી ૫૧૦૦નો પુટ ૧૪.૬૫ સામે ૭.૮૦ ખુલી ઉપરમાં ૧૫થી નીચામાં ૪.૯૫ સુધી ગબડી અંતે ૫.૩૦ હતો.
ભોલે શંકર ત્રણ મહિનામાં બિઝનેસ આટોપી લેવાના મૂડમાં? કર્મચારીઓને નવી નોકરી શોધી લેવા અલ્ટીમેટમ?
નિફ્ટી ૫૪૦૦નો કોલ ૨.૩૫ સામે ૧.૯૦ ખુલી નીચામાં ૧થી ઉપરમાં ૨.૫૦ થઇ છેલ્લે ૧.૨૫ હતો. જ્યારે ૫૩૦૦નો કોલ ૧૧.૧૫ સામે ૯.૯૦ ખુલી નીચામાં ૭.૧૫થી ઉપરમાં ૧૪.૨૦ જઇ છેલ્લે ૯.૪૦ હતો. ટાટા મોટર્સ સહિત ઓટો શ ેરોમાં મોટી તેજીની રૃખ કાઢનારા 'ગ્લોબલ' ફેઇમ 'ભોલે શંકરે' તેની બ્રોકિંગ 'દુકાને ત્રણ મહિનામાં આટોપી લેવાનું અને ઘણા કર્મચારીઓને નવી નોકરી શોધી લેવા અલ્ટીમેટમ આપી દીધાની બજારમાં ચર્ચા હતી.
ટીસીએસ ઉજળા અંદાજોએ રૃા. ૧૩૬ ઉછળીને રૃા. ૧૧૯૫ ઃ ઇન્ફોસીસ રૃા. ૨૨૦૦ના તળીયેથી ઉછળી રૃા. ૨૩૪૮
આઇટી જાયન્ટ ટીસીએસ દ્વારા ગઇકાલે ચોથા ત્રિમાસિકનો કોન્સોલિડેટેડ નેટ નફો ૧૦.૯૭ ટકા વધીને રૃા. ૨૮૯૫ કરોડ થતો અને વાર્ષિક નેટ ૧૪.૮૩ ટકા વધીને જાહેર થતાં અને આઇટી ઉદ્યોગ માટે નાસ્કોમ દ્વારા ચાલુ વર્ષ માટે મૂકાયેલા ૧૭થી ૧૮ ટકા વૃદ્ધિના અંદાજોથી વધુ સારી કામગીરી કંપની દ્વારા અપેક્ષીત હોવાના ઉજળા અંદાજે શેરમાં ફંડોની ધૂમ લેવાલીએ રૃા. ૧૩૬ ઉછળીને રૃા. ૧૧૯૫.૨૫ રહ્યો હતો. જ્યારે ઇન્ફોસીસ ટેક્નોલોજીસ કંપનીના યુ.એસ. સ્થિત કર્મચારીઓની વિગતોમાં અમેરિકી સરકારે તપાસ કરી રહ્યાના અહેવાલ અને કંપનીના ડોલરમાં નબળા આવક અંદાજોએ શેરમાં પાછલા દિવસોમાં સતત ફંડોની વેચવાલી આજે રૃા. ૨૨૦૦ના મથાળે અટકી હતી. શેર આગલા બંધ રૃા. ૨૩૦૧.૯૫ સામે આજે આરંભમાં નીચામાં રૃા. ૨૨૦૦ સુધી પટકાઇ જઇ શોર્ટ કવરીંગે પાછો ફરી અંતે રૃા. ૩૭.૮૫ વધીને રૃા. ૨૩૪૮.૧૫ રહ્યો હતો.
વિપ્રોના આજે પરિણામ પૂર્વે શેર રૃા. ૧૯ ઉછળ્યો ઃ આઇટી ઇન્ડેક્ષની ૨૬૧ પોઇન્ટની છલાંગ
વિપ્રોના આવતીકાલે બુધવારે જાહેર થનારા ચોથા ત્રિમાસિક- વાર્ષિક પરિણામ પૂર્વે ટીસીએસ પાછળ લેવાલીના આકર્ષણે અને રૃપિયા સામે ડોલરની મજબૂતીએ શેર રૃા. ૧૮.૮૦ વધીને રૃા. ૪૪૨.૫૦ રહ્યો હતો. એચસીએલ ટેક્નો રૃા. ૧૬.૪૫ વધીને રૃા. ૫૧૧.૭૫, હેકઝાવેર ટેક્નોલોજી રૃા. ૫.૮૫ વધીને રૃા. ૧૩૦.૯૦, ટેક મહિન્દ્રા રૃા. ૩.૮૫ વધીને રૃા. ૭૦૦ રહ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્ષ ૨૬૧.૫૦ પોઇન્ટની તેજીએ ૫૫૬૨.૧૨ રહ્યો હતો.
યુ.એસ. હોમ વેચાણના આંકડા પૂર્વે કોપરમાં તેજી ઃ સ્ટરલાઇટ પરિણામ પૂર્વે વધ્યો ઃ નાલ્કો, સેઇલ ઉંચકાયા
યુ.એસ. હોમ વેચાણના આંકડા આજે જાહેર થતાં પૂર્વે હોમ સેલ વેચાણમાં ઊંચી વૃદ્ધિની અપેક્ષાએ કોપરના ભાવો વધી આવતા અને સ્પેન, ડચના ડેટ ઋણ લિલામને સફળતાએ યુરોપના બજારોમાં મંદી અટકી લંડન મેટલ એક્ષચેન્જ સહિતમાં પ્રત્યાઘાતી સુધારા પાછળ સ્થાનિકમાં મેટલ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. નાલ્કો રૃા. ૪.૩૦ વધીને રૃા. ૬૦.૨૦, સેઇલ રૃા. ૩.૯૫ વધીને રૃા. ૧૦૦.૬૫, હિન્દાલ્કો રૃા. ૧.૬૦ વધીને રૃા. ૧૨૦.૫૦, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝના આવતીકાલે બુધવારે પરિણામ પૂર્વે રૃા. ૧.૦૫ વધીને રૃા. ૧૦૬.૧૦, ભૂષણ સ્ટીલ રૃા. ૪.૦૫ વધીને રૃા. ૪૧૪, ટાટા સ્ટીલ રૃા. ૭.૫૫ વધીને રૃા. ૪૭૦.૫૦, સેસાગોવા રૃા. ૨.૮૫ વધીને રૃા. ૧૮૪.૨૦ રહ્યા હતાં. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૭૮.૭૪ પોઇન્ટ વધીને ૧૧૦૩૫.૧૬ રહ્યો હતો.
ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરવા સરકાર સંમત ઃ એચપીસીએલ, બીપીસીએલ વધ્યા
પેટ્રોલીયમ માર્કેટીંગ પીએસયુ કંપનીઓના શેરોમાં આજે જુનીયર નાણા મંત્રી નમો નારાયણ મીનાએ સરકાર ડીઝલના રીટેલ ભાવ અંકુશ મુક્ત કરવા સૈદ્ધાંતિક રીતે સંમત થઇ હોવાનું નિવેદન કરતા તેજી આવી હતી. એચપીસીએલ રૃા. ૪.૬૦ વધીને રૃા. ૨૯૮.૪૦, બીપીસીએલ રૃા. ૧૦.૪૫ વધીને રૃા. ૬૮૪.૮૦, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન રૃા. ૪.૬૦ વધીને રૃા. ૨૬૩.૧૫ રહ્યા હતાં.
સિમેન્ટ શેરોમાં તેજીના વળતા પાણી ઃ અંબુજા, એસીસી, અલ્ટ્રાટેક, મદ્રાસ સિમેન્ટ ઘટયા
કંપનીઓના એકંદર નબળા ત્રિમાસિક પરિણામો અને સિમેન્ટ કંપનીઓના કાર્ટેલ વિરુદ્ધ ચૂકાદાની અટકળ સાથે રીયાલ્ટી- ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવા પ્રોજેક્ટો ફાઇનાન્સના અભાવે અટવાયા હોઇ સિમેન્ટની માગમાં પણ ધરખમ ઘટાડાના અંદાજોએ સિમેન્ટ શેરોમાં વેચવાલી હતી. અંબુજા સિમેન્ટસ રૃા. ૬.૬૫ ઘટીને રૃા. ૧૫૧.૫૫, અલ્ટ્રાટેક સિમેન્ટ રૃા. ૫૧.૬૦ ઘટીને રૃા. ૧૪૧૫, એસીસી રૃા. ૨૭.૮૦ ઘટીને રૃા. ૧૨૧૬, ગ્રાસીમ રૃા. ૪૫.૫૫ ઘટીને રૃા. ૨૫૩૬.૦૫, મદ્રાસ સિમેન્ટસ રૃા. ૫.૧૫ ઘટીને રૃા. ૧૪૫.૫૦, ઇન્ડિયા સિમેન્ટસ રૃા. ૩.૨૦ ઘટીને રૃા. ૯૦.૮૦ રહ્યા હતાં.
સ્મોલ-મિડ કેપ શ ેરોમાં તેજી અટકી વેચવાલી વધી ઃ ૧૮૭ શેરોમાં મંદીની નીચલી સર્કિટ
સ્મોલ-મિડ કેપ 'બી' ગુ્રપના શેરોમાં પણ નવી મોટી લેવાલી અટકીને નફારૃપી વેચવાલી વધતી જોવાતા માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૫ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૩૯૩ અને વધનારની સંખ્યા ૧૩૩૨ રહી હતી. અલબત ૧૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૧૮૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
યુરોપમાં ૧૫થી ૩૦ પોઇન્ટની રીકવરી
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૭૪.૧૩ પોઇન્ટ ઘટીને ૯૪૬૮.૦૪, હોંગકોંગનો હેંગસેંગ ૫૨.૭૭ પોઇન્ટ વધીને ૨૦૬૭૭.૧૬, તાઇવાન વેઇટેજ ૧૭.૭૫ પોઇન્ટ વધીને ૭૪૯૮.૮૪ રહ્યા હતા. યુરોપમાં સ્પેન અને ડચના ઋણ-ડેટ વેચાણના પ્રોત્સાહક સમાચારે સાંજે ચાલુ બજારે ૧૫થી ૩૦ પોઇન્ટનો સુધારો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved