Last Update : 25-April-2012, Wednesday

 
ખાંડમાં વિશ્વ બજારમાં ભાવો તૂટી ૧૧ મહિનાના તળિયે ઉતરી ગયા

 

નવી મુંબઈ ખાંડ બજારમાં આજે માંગ ધીમી રહી હતી. ભાવો જો કે કિવ.ના રૃ.૫થી ૧૦ ઉંચા બોલાઈ રહ્યા હતા. ખાંડની વધુ નિકાસછૂટ આપવી કે નહિં એ વિશે દિલ્હીમાં ૩૦મી એપ્રિલ અને સોમવારે નિર્ણય કરવામાં આવશે એવા સમાચારો હતા. વિશ્વ બજાર ઘટયા મથાળે સ્થિર થવા મથતી રહી છે. હાજર બજારમાં આજે ભાવો રૃ.૨૯૦૨થી ૨૯૫૨ તથા સારાના રૃ.૩૦૨૨થી ૩૧૨૧ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીના ભાવો રૃ.૨૮૫૦થી ૨૯૧૦ તથા સારાના રૃ.૨૯૯૦થી ૩૦૬૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૮૬૦થી ૨૯૬૦ તથા સારાના રૃ.૨૯૧૦થી ૩૦૬૦ બોલાઈ રહ્યા હતા જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૯૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા, દરમિયાન, વિશ્વ બજારમાં સોમવારે છેલ્લે લંડન બજારમાં રિફાઈન્ડ-વ્હાઈટ સુગરના ભાવો ઓગસ્ટ વાયદાના ૧.૫૦ ડોલર વધીને ૫૭૬.૪૦ ડોલર રહ્યાના સમાચારો હતા. ત્યાં તાજેતરમાં ખાંડના ભાવો ૧૧ મહિનાના નવા નીચા તળિયે જતા રહ્યા પછી બ્રાઝીલમાં ઉત્પાદનનો અંદાજ ઓછો મૂકાતાં ઘટયા ભાવોએ વિશ્વ બજારને ટેકો મળ્યાની ચર્ચા હતી.
એરંડામાં મંદી આગળ વધતાં રૃ.૩૪૦૦ની સપાટી તોડતો વાયદો
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદામાં મંદી આગળ વધતાં ભાવો તૂટી રૃ.૩૪૦૦ની સપાટીની અંદર જતા રહ્યા હતા, મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૪૨૮ વાળા આજે રૃ.૩૪૫૦ ખુલ્યા પછી ઝડપી ઘટી રૃ.૩૩૯૩ બંધ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા જે સોમવારે ૮૦ ટનના થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં આજે માનસ વેંચવાનું રહ્યું હતું. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૩૪૦ વાળા જો કે અથડાતા રહ્યા હતા સામે દિવેલના ભાવો એફએસજી કંડલાના રૃ.૭૦૭ વાળા રૃ.૭૦૬ રહ્યા હતા. મથકોએ એરંડાની આવકો સારી રહેવા સામે શિપરોની નવી ખરીદી પાંખી રહેતાં ભાવો દબાણ હેઠળ રહ્યાની ચર્ચા હતી. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવર નાઈટ ૭૯ પોઈન્ટ તૂટયા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૨૮ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા જયારે મલેશિયામાં આજે પામતેલ વાયદો છેલ્લે ૧૨ પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૭૭૧.૮૦ વાળો આજે રૃ.૭૭૨.૫૦ રહ્યો હતો. મુંબઈમાં આજે પામતેલમાં માંગ પાંખી રહેતાં માંડ ૧૫૦થી ૨૦૦ ટનના કામકાજો થયા હતા. મુંબઈમાં ભાવો આજે પામતેલના રૃ.૬૫૬, સિંગતેલના રૃ.૧૨૪૦ વાળા રૃ.૧૨૩૫, સોયાતેલ રિફા.ના રૃ.૭૨૮ વાળા રૃ.૭૩૦, કપાસિયા તેલના રૃ.૭૦૦, કોપરેલના રૃ.૭૦૫ વાળા રૃ.૭૦૦, સનફલાવરના રૃ.૬૬૫, રિફા.ના રૃ.૭૪૦ રહ્યા હતા. રાજકોટ બાજુ ભાવો સિંગતેલના રૃ.૧૨૪૦ તથા ૧૫ કિલોના રૃ.૧૯૧૦ રહ્યા હતા. ગુજરાત-સૌરાષ્ટ્ર બાજુ નવા સિંગદાણાની આવકોની રાહ જોવાઈ રહી હતી. મુંબઈ ખોળ બજારમાં આજે ભાવો શાંત રહ્યા હતા.
ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ આજે અખાત્રીજને અનુલક્ષીને એરંડાની આવકો ધીમી રહી હતી, જો કે ત્યાં બુધવારે (આજે) એરંડાની આવકો વધી લાખ ગુણીથી વધુ આવવાની શક્યતા જાણકારો આજે બતાવી રહ્યા હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૩૯૨ બોલાઈ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ આજે ૨૪૦૦થી ૨૫૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો ઘટી રૃ.૩૦૦૦ તથા દિવેલના રૃ.૬૬૫થી ૬૬૭ રહ્યાના સમાચારો હતા.

NSE ના F&O માટે CSEને સેબીની મંજૂરી
કોલકાતા, સોમવાર
માર્કેટ રેગ્યુલેટર સિક્યોરીટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ (સેબી) કોલકાતા સ્ટોક એક્સચેન્જ (સીએસઇ) એનએસઇના એફ એન્ડ ઓ સેગમેન્ટમાં ટ્રેડિંગ કરવા માટે મંજૂરી આપી છે. આમ હવે કોલકાતા શેરબજારના સભ્યો આ સેગમેન્ટમાં કામ કરી શકશે. આ અગાઉ કોલકાતા શેરબજારે બીએસઇ પ્લેટફોર્મ પર કેશ અને ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ રજૂ કર્યું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved