Last Update : 25-April-2012, Wednesday

 
ગારની કેટલીક દરખાસ્તોને હળવી બનાવવા નાણાં મંત્રાલય કદાચ સહમત
ટેકસ એવોઈડન્સ પૂરવાર કરવાની જવાબદારી વેરા સત્તાવાળાની પણ રહેશે
નવીદિલ્હી, તા.24
સૂચિત જનરલ એન્ટી એવોઈડન્સ રુલ્સ (ગાર)ની કેટલીક જોગવાઈઓને નાણાં મંત્રાલય હળવી બનાવવા વિચારી રહ્યું છે. જો આમ થશે તો ગાર હેઠળ વેરા સત્તાવાળાઓને વધુ પડતી સત્તા મળી રહેશે એવી રોકાણકારોની ખાસ કરીને વિદેશી રોકાણકારોની ચિંતા દૂર થશે. આ નિયમો એવી રીતે ઘડવામાં આવશે જેમાં ટેકસ એવોઈડન્સ (વેરા ટાળવા) પૂરવાર કરવાની જવાબદારી વેરા અધિકારીની પણ બની રહેશે અને નહીં કે માત્ર કરદાતાની. હાલની દરખાસ્ત પ્રમાણે આ જવાબદારી માત્ર કરદાતા પર નાખવામાં આવી છે.
ગાર લાગુ કરવો કે નહીં તે નક્કી કરનારી પેનલમાં આવક વેરા વિભાગના અધિકારી સિવાયના લોકોનો સમાવેશ કરવાના સૂચન પર પણ નાણાં મંત્રાલય વિચાર કરી રહ્યું છે.
આવક વેરા ધારામાં પાછલી તારીખથી સુધારાની તથા ગારની દરખાસ્તથી ઉદ્યોગોમાં ભય ફેલાયો છે અને આ દરખાસ્તથી રોકાણકારોનું માનસ ખરડાશે એવો મત વ્યક્ત થઈ રહ્યો છે. કોઈ વ્યવહાર વેરા ટાળવા માટે કરાયા છે એવું જણાશે તો ગારની જોગવાઈઓ લાગુ કરાશે.
જો કે ટેકસ હેવન્સ મારફત ઈન્વેસ્ટમેન્ટ કરતા રોકાણકારો માટેની ગારની અન્ય જોગવાઈઓ હળવી કરવામાં નહીં આવે એમ નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. નીચા વેરા અથવા જ્યાં બિલકુલ વેરા જ નથી એેવા વિસ્તારો મારફત અન્ય દેશના રોકાણકાર દ્વારા વેરા લાભ મેળવવા કરાતા ઈન્વેસ્ટમેન્ટને વેરા સત્તાવાળાઓ છોડશે નહીં અને આ બાબતે નાણાં મંત્રાલય એકદમ જ સખત વલણ રાખશે એમ નાણાં મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું.
આમ દરેક પ્રકારના વિદેશી રોકાણને આવરી લેવાની દરખાસ્ત જળવાઈ રહેશે. ગારની દરખાસ્તોમાં પ્રમાણિક કરદાતાને પૂરતી સલામતિ મળી રહેશે તેની ખાતરી રખાશે.
આ નિયમો કોઈ ચોક્કસ દેશ પૂરતા જ કે ચોક્કસ એસેટ કલાસ સુધી જ મર્યાદિત નહીં હોય. દરેક વિદેશી પોર્ટફોલિઓને તે લાગુ રહેશે. સરકાર પી-નોટ ધારકોને નહીં પકડે, પરંતુ જો એફઆઈઆઈ પર ટેકસ લાગશે તો પી-નોટધારકના વેરા બાદના નફામાં ઘટાડો થશે.
ગારની દરખાસ્તને કારણે ભયભીત થઈને એફઆઈઆઈએ ભારતમાંના પોતાના પોર્ટફોલિઓ ઘટાડવાનું શરૃ કરી દીધું છે. જો ટેકસ એવોઈડન્સ પૂરવાર કરવાની જવાબદારી વેરા સત્તાવાળા પર પણ નાખવામાં આવશે તો તેનાથી રોકાણકારોની ગારને લઈને મોટા ભાગની ચિંતા દૂર થઈ જશે એમ એક સ્ટોક બ્રોકિંગ હાઉસના ચેરમેને જણાવ્યું હતું. મૂળ રીતે ગાર એ ડીટીસીની એક જોગવાઈ છે. ડીટીસી વ્યવસ્થા આવવાની હજુ બાકી હોવાથી ગારને પહેલા લાગુ કરવા નાણાં મંત્રાલયે નિર્ણય કર્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved