Last Update : 25-April-2012, Wednesday

 

વર્ષ ૨૦૧૧-૧૨ માટે સુધારાયેલા પાકનાં અદાજો
અનાજનું ઉત્પાદન વિક્રમજનક ૨૫૨૦ લાખ ટન થશે

રોકાણકારોની સંપતિ રૃ.૧.૦૩ લાખઘઉં અને ચોખાના ઉત્પાદનમા જ્યારે અપેક્ષા કરતાં વધારો થશે ત્યારે તેની સામે બરછટ ધાન્યો અને કઠોળના ઉત્પાદનમાં મોટા વધારાની ધારણા નથીધોવાઈઃ નિફટીએ ૫૨૦૦ની સપાટી ગુમાવી

અમદાવાદ, મંગળવાર
ભારતમાં વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન અનાજનું ઉત્પાદન પાછલા અંદાજ કરતાં પણ વધી જવાની સંભાવના છે. આ વર્ષે જૂનની મોસમમાં ખાસ કરીને ચોખા અને ઘઉંની ઉપજ અપેક્ષા કરતાં વધારે રહેશે ત્યારે કઠોળ અને બરછટ ધાન્યોનું ઉત્પાદન પાછલી મોસમ કરતાં કંઈ ખાસ નહીં વધે તેમ સરકારે આપેલા ત્રીજા અને છેલ્લાં અંદાજો દર્શાવે છે. નવા અંદાજ પ્રમાણે ૨૫૨૦ લાખ ટન અનાજ પેદા થવાની ધારણા છે અને જો તેમ થશે તો ભારત તેની નિકાસ કરી શકશે.
વિક્રમજનક વાવેતરને પગલે અનાજનાં પુરવઠાની સ્થિતિ જળવાઈ રહેશે અને ખાદ્યાન્ન સુરક્ષા ધારાનો અમલ કરવા જઈ રહેલી કેન્દ્ર સરકારને તેનાથી બહુ જરૃરી એવી રાહત મળશે. આમ છતાં, તેની સાથે અનાજના સંગ્રહની સમસ્યાને પણ સરકારે વિચારવી પડશે. બીજીતરફ, બરછટ ધાન્યો, કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનનાં નીચા અંદાજો તેની કિંમત પર દબાણ વધારશે.
ડાંગરના મોટા વાવેતરની ધારણા સાથે જૂનના મોસમી વર્ષે દુનિયામાં બીજા ક્રમના સૌથી મોટા અનાજ ઉત્પાદક દેશ ભારતે કુલ ૨૪૫૦ લાખ ટન અનાજના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે.
કૃષિ મંત્રાલયનાં ફેબુ્રઆરીમાં જાહેર કરાયેલાં છેલ્લાં અંદાજો મુજબ દેશમાં કુલ ૨૫૦૪.૨ લાખ ટન અનાજનું ઉત્પાદન થવાની ધારણા હતી. વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન દેશમાં કુલ ૨૪૪૭.૮ લાખ ટન અનાજનું ઉત્પાદન થયુ હતું.
પાછલા વર્ષના ૯૫૯.૮ લાખ ટનની સરખામણીએ ચોખાનું ઉત્પાદન ૧૦૩૪.૧ લાખ ટન થવાનો અંદાજ છે ત્યારે ઘઉંના પાછલા ૮૬૮.૭ લાખ ટનના અદાજને સુધારીને ૯૦૨.૩ લાખ ટને મૂકાયો છે.
છેલ્લાં અંદાજ પ્રમાણે બરછટ ધાન્ય અને કઠોળનું ઉત્પાદન અનુક્રમે ૪૩૬.૮ લાખ ટન અને ૧૮૨.૪ લાખ ટનથી ઘટીને ૪૧૯.૧ લાખ ટન અને ૧૭૦.૨ લાખ ટન થશે. આવી જ રીતે, તેલીબિયાંનું ઉત્પાદન પાછલા વર્ષના ૩૨૪.૭ લાખ ટનથી ઘટીને ૩૦૦.૬ લાખ ટન થવાનો અંદાજ છે.
ભારત તેી ખાદ્ય તેલોની અડધાથી વધારેની જરૃરિયાતને આયાત વડે પૂરી કરે છે ત્યારે કઠોળની એક પંચમાંશ જરૃરિયાત આયાત મારફતે સંતોષવામાં આવે છે. વાવેતર ઓછુ થયું હોવાથી છેલ્લાં બે મહિના દરમિયાન ખાદ્યતેલો અને કઠોળની કિંમતો છૂટક વેચાણનાં સ્તરે લગભગ ૧૦ ટકા જેટલી વધી ગઈ છે.
તાજ અંદાજો અનુસાર કાલાકપાસનું ઉત્પાદન પાછલા વર્ષના ૩૩૦૦ લાખ ગાંસડીની સામે વધીને ૩૫૨ લાખ ગાંસડી થશે. પ્રત્યેક ગાંસડી ૧૭૦ કિલોની ગણવામાં આવે છે. આવી જ રીતે, શેરડીનું ઉત્પાદન પણ પાછલા ૩૪૨૩.૮ લાખ ટનથી વધીને ૩૫૧૧.૯ લાખ ટન થવાની ધારણા છે.
કૃષિ પ્રધાન શરદ પવારે કહ્યું હતુ કે આ આંકડાઓ જોઈને હું ઘણો ખુશ છું, ખેડૂતના પરિવારને બનાવતા સહુ કોઈને હું અભિનંદન આપુ છું. સ્ટોકની ઓવરઓલ પોઝિશન સારી છે. જોકે સંગ્રહસ્થાનની સમસ્યા છે. પરંતુ, તેનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગો યોગ્ય પગલાંઓ ભરશે એવી આશા હું રાખુ છું.
ગયા વર્ષે બમ્પર પ્રોડક્શન અને નિકાસ પરના પ્રતિબંધ અને ખરાબ હવામાનને કારણે લાખો ટન અનાજનો વ્યય થયો હતો. ગોદામોમાં અનાજનો ભરાવો થયો હતો. આમ છતાં ગયા વર્ષે અનાજના બગાડમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાયો હતો અને તે એક ટકાથી પણ ઓછ હતો તેમ અન્ન મંત્રાલયના અધિકારીઓ કહે છે. આ વર્ષે તેમણે આગોતરી તૈયારીઓ આદરી છે.
ઉદ્યોગ વર્તુળોના કહેવા પ્રમાણે અનાજના સંગ્રહમાં સારી કામગીરી થઈ શકે છે તેમ છતાં દેશ જ્યારે ૬૦૦ લાખ ટન અનાજનો સંગ્રહ કરતો હોય ત્યારે થોડા પ્રમાણમાં થતા બગાડને અટકાવી શકાય તેમ નથી.
ગમે તે હશે પણ ફુડ સિક્યોરિટી બિલને અનુલક્ષીને બમ્પર ઉત્પાદન શુભ સંકેત છે. ફુડ સિક્યોરિટી માટે ગ્રામ વિસ્તારના ૭૫ ટકા અને શહેરી વિસ્તારના ઓછામાં ૫૦ ટકા ઘરને સબસિડીના દરે અનાજના પુરવઠાની કાયદેસરની ખાતરી સરકાર આપવા માગે છે.
આ કાયદાનો જો તેણે અમલ કરવો હોય તો કર વર્ષ ૬૦૦ લાખ ટન અનાજ સરકારે ખેડૂતો પાસેથી ખરીદવું પડે તેમ છે. ઉલ્લેખની છે કે સરકારે ખેડૂતો પાસેથી કદીય ૬૦૦ લાખ ટન અનાજ ખરીદ્યુ નથી. સોનિયા ગાંધીની કેટલીક સ્વપ્નસમી યોજનાઓ પૈકીની આ અન્ન સુરક્ષા માટે સરકારે મુસદ્દારૃપ વિધેયક તૈયાર કર્યુ છે અને સંસદની મંજૂરી મળવાની શેષ છે.

પાકની આગાહી અને દુકાળની આકારણી માટે નવું કેન્દ્ર શરૃ
નવી દિલ્હી, મંગળવાર
બિલકુલ અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા કૃષિ ઉત્પાદનના અંદાજોની આગાહી અને દુષ્કાળની પરિસ્થિતિની આકારણી કરવા માટે સરકારે એક સંકલિત કેન્દ્ર ચાલુ કર્યું છે. કૃષિ પ્રધાન શરદ પવારે આ નેશનલ ક્રોપ ફોરકાસ્ટ સેન્ટર (એનસીએફસી)નો આરંભ કરાવ્યો હતો, જે ઘઉં, ચોખા, શેરડી અને મકાઈ જેવા પસંદગીના મુખ્ય ૧૧ માટે મોસમી ઉપજની આગાહી તૈયાર કરશે. ઉપરાંત ઈસરોના સહયોગમાં ચાલુ કરાયેલું આ કેન્દ્ર તાલુકા લેવલે દેશમાં દુકાળની સ્થિતિની આકારણી પણ કરશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved