Last Update : 25-April-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૫-૦૪-૨૦૧૨, બુધવાર
વૈશાખ સુદ ચોથ - વિનાયક ચતુર્થી
સારંગપુર- શાસ્ત્રીજી અંતર્ધાન તિથિ
પારસી કદમી જરથોસ્તનો દીસો

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ,ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૧ મિ., (સૂ) ૭ ક. ૦૨ મિ., (મું) ૭ ક. ૦૪ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૧૧ ક. ૧૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે ત્યાર પછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ રોહિણી સવારના ૯ ક. ૫૦ મિ. સુધી પછી મૃતશીર્ષ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મેષ, મંગળ - સંિહ, બુધ - મીન, ગુરૂ - મેષ, શુક્ર - વૃષભ, શનિ - તુલા (વ.), રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - રાત્રે ૧૧ ક. ૧૬ મિ. સુધી વૃષભ પછી મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, ઉત્તરાયણ, ગ્રીષ્મ ૠતુ, રા.દિ. વૈ. ૫
માસ-તિથિ-વાર ઃ વૈશાખસુદ ચોથ ને બુધવાર.
વિનાયક ચતુર્થી. વિષ્ટી સવારના ૯ ક. ૫૧ મિ.થી રાત્રે ૧૧ ક. ૦ મિ. સુધી. સારંગપુર, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અંતર્ધાન તિથિ. રોહિણી.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ જમા દિલ આખર માસનો ૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૧૧ રોજ ખોરશેદ
- કદમી જરથોસ્તનો દીસો.

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂતા રહે. સીઝનલ ધંધો મળે, આવક થાય.ખાવાપીવાની અનિયમિતતા-અનંિદ્રાથી બેચેની જણાય.

 

વૃષભ ઃ મસ્તકમાં, કમરમાં દર્દપીડા, શ્રમ-થાક-કંટાળો અનુભવાતો હોય તેમ લાગે. ઈચ્છા-અનિચ્છાએ નોકરી-ધંધાની કામગીરી કરવી પડે.

 

મિથુન ઃ સરકારી, ખાતાકીય કામગીરી, જવાબદારીમાં, બેંકના કાગળો, નાણાંની લેવડદેવડમાં, શેરોની લે-વેચમાં જાગૃતિ-સાવધાની રાખવી.

 

કર્ક ઃ ટ્રાવેલ્સના, ખાણીપીણીના ધંધામાં ધંધો-આવક જણાય પરંતુ નફો ઓછો જણાય. સોના-ચાંદી-લોખંડના ધંધામાં ચંિતા રહે. નોકરીમાં ચંિતા.

 

સંિહ ઃ ભાગીદારીવાળા ધંધામાં, સીઝનલ ધંધામાં વધારો થાય પરંતુ માલનો બગાડ, નુકસાન, ચોરીથી સંભાળવું પડે. નોકરીમાં ઉચાટ રહે.

 

કન્યા ઃ આપના યાત્રા પ્રવાસના આયોજનમાં, પરદેશના કામમાં, ભાઈભાંડુ, નોકરચાકર, કારીગર, ઉપરીવર્ગના પ્રશ્નમાં ચંિતા-મુશ્કેલી જણાય.

 

તુલા ઃ આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. નોકરી-ધંધામાં આકસ્મિક-ચંિતા-ઉપાધિ-મુશ્કેલી આવી જાય. રાજકીય ચંિતા રહે.

 

વૃશ્વિક ઃ સાંસારીક પ્રશ્નમાં, પુત્ર પૌત્રાદિકના, મિત્રવર્ગના પ્રશ્નમાં ચંિતા રહે. પ્રેમ-મિત્રતા-લાગણીના સંબંધમાં મતભેદ-મનદુઃખ થાય.

 

ધન ઃ પુત્ર-પૌત્રાદિકથી ખર્ચ-ચંિતા રહે. પેટમાં ગેસ, સાંધામાં દર્દપીડાથી, લપસી પડવાતી, ધક્કામુક્કીથી સંભાળવું પડે.

 

મકર ઃ સગાસંબંધી-મિત્રવર્ગમાં તમારી વાણી-વ્યવહાર-નિર્ણયથી મનદુઃખ થાય. ગેરસમજ થાય. ઘરમાં એકલતા અનુભવતા હોવ તેમ લાગે.

 

કુંભ ઃ મકાન-જમીન-ટ્રાવેલ્સના ધંધામાં, કાગળ, કાપડ, પ્રિન્ટીંગના ધંધામાં ધંધો-આવક મેળવવામા તકલીફ જણાય. નોકરીમાં શાંતિથી કામ કરવું.

 

મીન ઃ ભાઈભાંડુ, નોકર-ચાકર વર્ગની ચંિતા રહે. વિચારોની સ્થિરતા એકાગ્રતા જળવાય નહીં. બહારગામ કે પરદેશમાં રહેતા સંતાન-સંબંધથી ચંિતામાં રહો.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૫-૦૪-૨૦૧૨, બુધવાર

આજથી શરૂ થઈ રહેલા જન્મવર્ષમાં ધીરજ, શાંતિ, વિનમ્રતા રાખવી જરૂરી રહેશે. ભક્તિ-પૂજા-આઘ્ત્મિકતાના પ્રબળ પ્રભાવ અને તમારા જન્મના ગ્રહોની સાનુકૂળતા વર્ષ દરમ્યાન અવારનવાર તમને મોટી આપત્તિ,ચંિતા,મુશ્કેલીમાંથી ઉગારશે, બચાવશે. વિશેષમાં - - લોભ-લાલચમાં જોખમી નિર્ણય નોકરી-ધંધામાં નુકસાન-બંધ કરાવે. - સગાસબંધી- મિત્રવર્ગમાં, વડીલવર્ગમાં કોઈનો વિયોગ થાય કે સંબંધ બગડે, મનદુઃખ થાય. - સંતાનના વિદ્યાભણતરમાં, વિવાહ-લગ્નના પ્રશ્નમાં ઘ્યાન રાખવું પડે. સંતાનનું સ્વતંત્ર, સ્વચ્છંદી, વર્તન-વ્યવહાર સંતાનની કારકિર્દીને નુકસાન કરે. - સ્ત્રી વર્ગને ઘર-પરિવારમાં શાંતિ, રાહત જણાય નહીં. મિત્રવર્ગથી વિશ્વાસઘાત, દગો થાય. અવિવાહિતને તેમજ નોકરી-ધંધો કરનારે વિશેષ સાવધાની રાખવી પડે. - વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં એકાગ્રતા જાળવવી પડે. મહેનત વધારે કરવી પડે. મિત્રવર્ગથી તકલીફ થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન મિત્ર મગનને મળવા ગયો. છગન સોફા ઉપર બેઠો એટલે મગને પૂછ્‌યું, ‘‘બોલ, ઠંડુ લઈશ કે ગરમ ?’’
છગને જવાબ આપ્યો, ‘‘બન્ને ચાલશે.’’
‘‘અચ્છા !’’ મગને કહ્યું અને નોકર જેન્તીને બોલાવીને કહ્યું, ‘‘જેન્તી, એક ગલાસ પાણી ફ્રીઝમાંથી લાવ અને એક ગ્લાસ પાણી ગીઝરમાંથી લાવ...’’

[Top]
 

આજ ની રેસીપી

તાપશામક શરબત-આઈસ્ક્રીમ-કુલ્ફી-કોલ્ડ્રિંક્સ

હનીમૂન ડ્રિંક

 

સામગ્રી ઃ ૨ બોટલ કૅમ્પા કોલા (ઠંડું), ૨ મોટા ચમચા લીંબુંનું શરબત, ૧ કપ વેનીલા. આઇસક્રીમ, ૧ મોટો ચમચો રૂહ-અફઝા, થોડો બરફનો ભૂકો.

 

રીત ઃ સૌ પ્રથમ મોટા ગ્લાસમાં તળિયે બરફનો ભૂકો નાખો તેના પર ૧-૧ ચમચો લીંબુંનું શરબત અને પછી કૅમ્પા કોલા રેડી તેના પર આઇસક્રીમ અને ૧/૨ - ૧/૨ મોટો ચમચો રૂહ-અફઝા રેડી તરત જ પીરસો સાતે ચમચી આપવી.

 

 

ગ્રેપ ફૅન્ટસી

 

સામગ્રી ઃ ૪૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨૫૦ ગ્રામ તાજી બી વિનાની અંગૂર, ૫૦ ગ્રામ કાજુ, પાંચ ટીપાં પીળો અને બે ટીપાં લીલો રંગ, ૧ કપ અંગૂરનો રસ ૧ ચમચી વેનીલા એસેન્સ, ૨ મોટા ચમચા જિલેટીન, ૧ કપ દૂધ, ૧ ચમચો લાલ ટુટીફૂટી.

 

રીત ઃ સૌ પ્રથમ દૂધ, ૧ ચમચો લાલ રૂટીફૂટી રાખો. ૧૫ મિનિટમાં જિલેટીન ફૂલી જશે. હવે તાજા ક્રીમમાં ખાંડ અને નાખીને ખૂબ ફીણો તથા તેમાં અંગૂરનો રસ ઉમેરો. ૧ કપ અંગૂર જુદી કાઢી લઇ બાકીની અંગૂરને બારીક સમારી મિશ્રણમાં ભેળવી દો. હવે ગ્રેપ આઇસક્રીમ તૈયાર થઇ ગયો. હવે એના ત્રણ ભાગ કરી એક ભાગને સફેદ રહેવા દો. તેમાં કાજુનો ભૂકો મિક્સ કરી ફ્રીઝમાં જામવા માટે મૂકો. બીજા ભાગમાં લીલારંગ અને તીજા ભાગમાં પીળોરંગ ભેળવી ફ્રીઝમાં મૂકી દો. ૨-૩ કલાકમાં આઇસક્રીમ જામી જશે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved