Last Update : 24-April-2012, Tuesday

 

ભાથામાં ‘અગ્નિ’

સામાન્ય રીતે નિષ્ક્રિયતા અથવા ધીમી ગતિ માટે જાણીતા ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના મોરચેથી સારા સમાચાર આવ્યા છે. મઘ્યમ અને લાંબી દૂરીના ‘અગ્નિ’ શ્રેણીનાં મિસાઇલમાં ‘અગ્નિ-૫’નું સફળ પરીક્ષણ થતાં ભારત આંતરખંડીય ક્ષમતા ધરાવતાં ગણ્યાંગાંઠ્‌યાં રાષ્ટ્રોના જૂથમાં પ્રવેશ પામ્યું છે. અત્યાર લગી ફક્ત અમેરિકા, રશિયા, ચીન અને ફ્રાન્સ પાસે આંતરખંડીય પ્રહારક્ષમતા ધરાવતાં મિસાઇલ હતાં.
પાંચ હજાર કિલોમીટર સુધીનો વ્યાપ અને પરમાણુશસ્ત્રો સહિત ૧,૫૦૦ કિલોગ્રામનું બારૂદી સંપેતરૂં વહન કરવાની ક્ષમતાને કારણે ‘અગ્નિ-પ’ની સફળતા દેશ માટે નોંધપાત્ર અને આંતરરાષ્ટ્રિય સ્તરે ફરી એક વાર ચર્ચાનું કારણ બની છે. અત્યારે જમીન પરથી સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરાયેલા ‘અગ્નિ-પ’ ભવિષ્યમાં સબમરીનમાંથી પણ દાગી શકાય એ પ્રકારની સુવિધા ધરાવતી આવૃત્તિ બનવાની છે. ‘અગ્નિ-પ’ની પાંચ હજાર કિલોમીટરની પ્રહારમર્યાદામાં, પહેલી વાર, ભારતના સૌથી મોટા અને સૌથી ખતરનાક પ્રાદેશિક હરીફ ચીનનો સમાવેશ થઇ જાય છે. તેનાથી ‘અગ્નિ-૫’ વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વનું બની રહે છે.
‘અગ્નિ-૫’ના સફળ પરીક્ષણ પછી ચીનમાંથી બન્ને પ્રકારના સૂર ઉઠ્‌યા છે. ચીની વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદનમાં આ સફળતાને ભારત-ચીન વચ્ચેની શસ્ત્રદોડના સંદર્ભે નહીં મુલવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં ‘બ્રિક’ દેશોની બેઠક વખતે ભારત અને ચીનના વડાપ્રધાનોની મુલાકાતનો અને મિત્રતાપૂર્ણ સહકારની દિશામાં આગળ વધવાનો ઉલ્લેખ વિદેશ મંત્રાલયે તાજો કર્યો છે. પરસ્પર સુમેળ અને સહકાર ભણીની ગતિ ‘અગ્નિ-પ’ના સફળ પરીક્ષણથી ખોડંગાવી જોઇએ નહીં, એવું શાણપણ ચીની વિદેશ મંત્રાલયે નિવેદનમાં વ્યક્ત કર્યું છે. પરંતુ ચીની કહેણી અને કરણી અલગ હોવાનાં અસંખ્ય ઉદાહરણો પછી, આ બધી વાતો પર બહાર હસતું મોં રાખીને અંદરથી કેવો અને કેટલો વિશ્વાસ મૂકવો, એ ભારતે સમજપૂર્વક નક્કી કરવાનું છે. ભારત સાથે વ્યાપારી સંબંધો આગળ વધારવા ઉત્સુક ચીનની મથરાવટી સંરક્ષણ અને વિસ્તારવાદની બાબતે હંમેશાં મેલી રહી છે. એ રાતોરાત બદલાઇ જાય કે વેપાર ખાતર તેને અભરાઇ પર મુકી દેવામાં આવે એવું માની લેવાની જરૂર નથી.
સામ્યવાદી પક્ષના કટ્ટરપંથીઓ અને તેમના અખબારી લેખોમાં સ્પષ્ટપણે એવું સૂચવાયું છે કે ભારતે શસ્ત્રબળ પર બહુ મુસ્તાક બનવાની જરૂર નથી. કારણ કે ચીનનો શસ્ત્રભંડાર અને અણુશસ્ત્રબળ ભારત કરતાં ચડિયાતું છે. ભારતનાં અણુશસ્ત્રો દુનિયાનાં કયાં મહત્ત્વનાં શહેરોને આવરી લે છે એવો નકશો પણ, જાણે ભારતનું યુદ્ધખોર માનસ સાબીત કરવાનું હોય તેમ, ચીની અખબારમાં પ્રગટ થયો છે. સાથોસાથ એવી ગર્ભીત ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે ભારતે પાશ્ચાત્ય દેશોના સાથનું અને તેમાંથી થનારા ફાયદાનું મૂલ્ય વઘુ પડતું આંકવાની જરૂર નથી. હવે ભૂતપૂર્વ સુપરપાવર બનેલા અમેરિકા સામે ચીન નવી વિશ્વસત્તા તરીકે ઉભરી રહ્યું છે, એ હકીકતનો આડકતરો નિર્દેશ કરીને અમેરિકાના જોરે નહીં કૂદવાની આડકતરી સલાહ એ લેખમાં ભારતને આપવામાં આવી છે. ચીનના કેટલાક અખબારી અહેવાલોમાં મિસાઇલના સફળ પરીક્ષણ અંગે ભારતીય પ્રસાર માઘ્યમોના ‘ઉશ્કેરણીજનક’ અહેવાલોની પણ ટીકા કરવામાં આવી છે.
પશ્ચિમી પ્રસાર માઘ્યમોએ ભારતના ‘અગ્નિ’પરીક્ષણ અંગે જુદાં જુદાં મંતવ્યો વ્યક્ત કર્યાં છે. એક ટીપ્પણી ભારત અને ચીન વચ્ચેની શસ્ત્રદોડ તરફ આંગળી ચીંધે છે અને ચીને સંરક્ષણ માટે ફાળવેલા તોતંિગ બજેટને આ માટે જવાબદાર મહત્ત્વનું પરિબળ ગણાવે છે. તિબેટ પર કબજો જમાવ્યા પછી ચીન ભારત માટે ભૌગોલિક રીતે સાવ પાસે આવી ગયું છે અને તિબેટમાં ચીને મઘ્યમ દૂરીનાં ઘણાં મિસાઇલ તહેનાત કરેલાં છે, એ ઘ્યાનમાં રાખતાં યુદ્ધની સ્થિતિ અટકાવવા માટે, ભારતના પક્ષે ‘અગ્નિ-પ’ મહત્ત્વનું બની રહે એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. પ્રગટ થયેલો એક મત એવો પણ છે કે ભારતે ફક્ત ચીનને ઘ્યાનમાં રાખીને આ મિસાઇલ તૈયાર કર્યું નથી. સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ મેળવવા માટે અને ચીન ઉપરાંત મિસાઇલની રેન્જમાં અમેરિકાને પણ આવરી લેવાય એ માટે ભારત આંતરખંડીય મિસાઇલ કાર્યક્રમ આગળ ધપાવે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
ઓડિસા તટના વ્હીલર ટાપુઓ પરથી કરાયેલા ‘અગ્નિ-૫’ના પરીક્ષણની સફળતા પાછળ ડીઆરડીઓની વીસ પ્રયોગશાળાઓના આશરે આઠસો સંશોધકો અને બીજા કર્મચારીઓનાં પ્રતિભા અને પરિશ્રમ કારણભૂત છે. આ પ્રકારના કાર્યક્રમો માટે પ્રેરણાદાયી નેતાગીરી જરૂરી હોવા છતાં, છેવટે કોઇ એક વ્યક્તિને બધો જશ આપવામાં ઘણી વાર પ્રમાણભાનના અને સચ્ચાઇના પ્રશ્નો ઊભા થાય છે. આ પ્રકારની રાષ્ટ્રિય સિદ્ધિઓને વ્યક્તિગત પ્રદાન તરીકે ગણાવવાને બદલે તેને ટીમવર્ક તરીકે બિરદાવવામાં આવે એ જ ઉચિત છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved