Last Update : 24-April-2012, Tuesday

 

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’

- મોર્ડન રેલ્વે સિસ્ટમ હ્યુમન પાવર વગર ઓપરેટ થાય છે અને આખા ભારતના રેલ નેટવર્કને મોર્ડનલૂક પણ આપી શકે છે, આ સિસ્ટમને ગુગલ અર્થ સાથે જોડવામાં આવી છે. જેનાથી વિશ્વના કોઇપણ ખૂણે બેસીને રેલ્વે વિભાગ ઓપરેટ કરી શકાય છે.

ભારતીય રેલ્વેતંત્ર વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક છે પરંતુ મોર્ડનીઝમમાં વિશ્વ કક્ષાએ સૌથી છેલ્લાં ક્રમે છે. દરરોજ એક કરોડથી વઘુ મુસાફરો રેલ સેવાનો લાભ લેતાં હોય છે, દર વર્ષે રેલ બજેટ પાર્લામેન્ટમાંથી પસાર કરવામાં આવે છે. આખા ભારતમાં ૬૪,૨૧૫ કિ.મી રેલલાઇન પથરાઇ છે અને સૌથી વઘુ રેલ અકસ્માતો છેલ્લા ત્રણ વર્ષોમાં થયાં છે. ભારતમાં ૨૦૦૯ થી ૨૦૧૧ દરમ્યાન ૨૮,૮૦૬ વ્યક્તિઓના મોત રેલ અકસ્માત થયાં છે. જેનું મુખ્ય કારણ બેદરકારી અને કામગીરીને લઇને છે. જ્યારે પણ પ્રશ્નો ઉઠે છે ત્યારે રેલતંત્ર એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવા માંડે છે, પરંતુ આ તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય તે માટે યુનિવર્સલ કોલેજ ઓફ એન્જિનિયરીંગના સ્ટુડન્ટસ જયદિપ પટેલે અનોખી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’ ડેવલોપ કરી છે. આ મોર્ડન રેલ્વે સિસ્ટમ હ્યુમન પાવર વગર ઓપરેટ થાય છે અને આખા ભારતના રેલ નેટવર્કને મોર્ડનલૂક પણ આપી શકે છે, આ સિસ્ટમને ગુગલ અર્થ સાથે જોડવામાં આવી છે. જેનાથી વિશ્વના કોઇપણ ખૂણે બેસીને રેલ્વે વિભાગ ઓપરેટ કરી શકાય છે. જયદિપને આ સિસ્ટમ ડેવલપ કરતાં ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો છે.
આ સિસ્ટમથી રેલ્વે સ્ટેશન પર કોઇ મેન પાવરની જરૂરિયાત રહેતી નથી. આ ઇન્ટેલિજન્સ સિસ્ટમ સેન્સરથી નહી પરંતુ જીપીએસ અને રડાર સિસ્ટમથી ઓપરેટ કરી શકાય છે. એટલે ખર્ચમાં પણ કોસ્ટલી નથી, એક જંકશનને તૈયાર કરવા માટે બે લાખ જેટલો જ ખર્ચ આવે છે. આ સિસ્ટમનું એક મુખ્ય સ્ટેશન ભારતમાં એક જગ્યાએ નાખવામાં આવે અને બીજા નાના નાના સ્ટેશન ઇન્ટેલિજન્સ માસ્ટરર્સને જે તે સ્ટેશન પર ગોઠવીને મુખ્ય સ્ટેશન સાથે કનેક્ટ કરી દેવામાં આવે છે.
દરેક ટ્રેનનો એક યુનિક આઈ.ડી નંબર હશે જે આ ઇન્ટેલિજન્સ સિસ્ટમમાં અપલોડ હશે, એટલે ભૂલથી પણ બે ટ્રેનો એક પાટા પર આવી જાય તો ત્રણ કિ.મી દૂર જ ઓટોમેટિક્લી સ્ટોપ થઇ જાય છે. ભારતમાં ખાસ કરીને શિયાળામાં અને ચોમાસામાં ઘૂમ અને વરસાદને કારણે વઘુ અકસ્માત થતા હોય છે, એટલે આ ઇન્ટેલિજન્સ સિસ્ટમમાં ઓટોમેટિકલી ટ્રેક ચેન્જ સિસ્ટમને ગોઠવવામાં આવી છે. આ સિસ્ટમ જીપીએસ કનેક્ટ હશે એટલે જો કોઇ વખત સિસ્ટમમાં ખામી ઉભા થાય તો ટ્રેનમાં રાખવામાં આવેલા રાડર ઓટોમેટિકલી ઓન થઈ જાય છે. અને આ ખામી જે તે સ્ટેશન પર ટ્રેન પહોંચ્યાં બાદ ઠીક કરી શકાય છે. જીએસએમ સિસ્ટમ રાખવામાં આવેલી છે એટલે ટ્રેનમાં ખામી સર્જાતા મોબાઇલ દ્વારા દરેક ટ્રેનનો અલગ યુનિક આઈ.ડી હોવાથી કંઇ ટ્રેન ક્યાં છે જેની માહિતી મળે છે, ટ્રેનમાં સહેજ પણ નુકસાન થાય છે તો આઈ.વી.આર.એસ સિસ્ટમ થુ્ર કોલંિગ દ્વારા ઇન્ફોર્મેશન મળી જાય છે. દરેક ફાટક પર ટ્રેન ટ્રાન્સિવર લગાવવામાં આવ્યાં હશે જેના દ્વારા ફાટક ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. આ ટ્રેન ટ્રાન્સિવરની સાથે ટ્રેન કન્ટ્રોલર પણ લગાવવામાં આવ્યાં હશે, જે ટ્રેન આવે ત્યારે રેડ સિગ્નલ અને ગ્રીન સિગ્નલ આપશે, જેથી ફાટક ઓટોમેટિકલી કન્ટ્રોલ કરી શકાય છે. આ અંગે જયદિપ પટેલ કહે છે કે ‘ ઇન્ડિયન રેલ્વે મોર્ડનાઇઝેશનથી ઘણી દૂર છે જેનું મુખ્ય કારણ પૈસાનું આવે છે. આ પ્રોજેક્ટ તૈયાર કરતાં ત્રણ વર્ષવો સમય લાગ્યો હતો, સૌ પ્રથમ મેં કમ્પ્યુટર હાડવેર પર કામ કર્યું તેના આધારે નવી કમ્પ્યુટર સિસ્ટમ વિકસાવી, ત્યારબાદ આ સિસ્ટમને ઇન્ટરનેટના ઉપયોગથી તેને વર્લ્ડવાઇલ્ડ બનાવી. આ સિસ્ટમને ગુગલ અર્થ સાથે કનેક્ટ કરીને ટ્રેનનું નેટવર્ક તૈયાર કર્યું છે. આ સિસ્ટમની વિશેષતા એ છે કે તે કોસ્ટલી નથી અને તેમાં સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.’
ટ્રેનમાં જો આરામ દાયક મુસાફરીની મજા માણવી હોય તો રિઝર્વેશન કરાવવું આવશ્યક છે. પરંતુ વેકેશન કે તહેવારોના દિવસોમાં રિઝર્વેશન મળવું મુશ્કેલ છે અને રિઝર્વેશન માટે પણ ત્રણ મહિના અગાઉ બુકંિગ કરાવવું પડે છે. પરંતુ આ ઈન્ટેલિજન્સ સિસ્ટમમાં ઓનલાઇન ટિકિટ બુકંિગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના માટે ‘એન્ડ્રોઇડ રજિસ્ટ્રેશન સિસ્ટમ’ મુકવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા મુસાફર ઇન્ટરનેટ કે એસએમએસ મોકલીને ઓનલાઇન કન્ફર્મ ટિકિટ જે તે દિવસની મેળવી શકે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved