Last Update : 24-April-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

મમતાની નજર પંચાયતની ચૂંટણીઓ પર
પોતાના રાજ્યને સેન્ટ્રલ પેકેજ આપવાના મુદ્દે કેન્દ્રને અલ્ટીમેટમ આપનાર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અંગે કોંગ્રેસ ચિંતિત છે ત્યાં જ કોંગ્રેસને બીજો આંચકો વાગ્યો છે. પક્ષની અંદરના સૂત્રો કહે છે કે મમતાનો ડોળો હવે જયરામ રમેશના વડપણવાળા ગ્રામવિકાસ મંત્રાલય પર છે. પક્ષ પણ રમેશથી નારાજ છે કેમકે રાહુલ ગાંધીના આઇડીયાવાળા પ્રોજેક્ટને અમલી બનાવાયો નથી. હવે જ્યારે પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મમતા ગ્રામવિકાસ મંત્રાલય મેળવીને તેનો લાભ ઉઠાવવા માગે છે. ગ્રામ વિકાસ મંત્રાલયનું બજેટ એક લાખ કરોડ રૃપિયા છે જે નોંધવું જોઇએ.
કોંગ્રેસ કડક બનશે
જોકે કોંગ્રેસના સૂત્રો માને છે કે ગ્રામ વિકાસ મંત્રાલય એ આમ આદમી સાથે જોડાયેલું છે. તૃણમૂલ કોંગ્રેસ છેડો ફાડવા ઇચ્છે તો પણ તે મંત્રાલય સોંપવું ના જોઇએ. દરમ્યાન એવી વિગતો જાણવા મળી છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે ચાલતી કોલ્ડવોરના કારણે બંને પક્ષો પંચાયતની ચૂંટણીઓમાં સંયુક્ત રીતે લડવાના નથી.
કલેકટર પાસે અપૂરતી સલામતી
છત્તીસગઢના મુખ્યપ્રધાન રમનસિંહે સુકમાના અપહૃત જિલ્લા કલેકટર એલેક્સ પોલ મેનન અંગે કહ્યું છે કે તેઓ સલામતીના યોગ્ય પગલા વિના 'રેડ એરિયા'ની મુલાકાતે ગયા હતા. રમનસિંહના આ નિવેદનથી સૌને આશ્ચર્ય થયું છે. મુખ્યપ્રધાને એમ પણ કહ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ નક્સલ વિસ્તારોની મુલાકાત સંપૂર્ણ સલામતી સાથે લેવી. અપહૃત થયેલા કલેકટર માત્ર બે ગાર્ડને લઇને ગયા હતા. આ બંને માર્યા ગયા છે. અહેવાલો એમ પણ કહે છે કે જિલ્લા કલેકટર બે ગાર્ડ લઇને ગયા છે તેની નક્સલવાદીઓને ખબર હતી.
આઇએએસ સામે આઇપીએસ
જિલ્લા કલેકટરના અપહરણના કારણે આઇએએસ અને આઇપીએસ વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા છે. આઇએએસ પોતાની જાતને આઇપીએસ કરતાં થોડા ઉપર માને છે જેના કારણે બંને હોદ્દા વચ્ચે કો-ઓર્ડિનેશનનો અભાવ રહે છે. જિલ્લા કલેકટર નક્સલવાદી વિસ્તારની મુલાકાતે ગયા તે અંગે સુકામાના એસપી અજાણ હતા. દરમ્યાન જિલ્લા કલેકટરની પત્નીએ પતિને છોડી મુકવાની અપીલ કરતા કહ્યું છે કે તે દમથી પીડાય છે માટે છોડવા વિનંતી છે. આ અપીલનો શું જવાબ આવશે તે અંગે કોઇ કશું કહેવા તૈયાર નથી. છત્તીસગઢની સરકાર આ મુદ્દે ખુબ સાબદી છે. નક્સલગ્રસ્ત વિસ્તારોમાં ઓપરેશન શરૃ કરવાના આદેશો અપાયા છે.
૨૫મીના ચુકાદા પર નજર
ઓડિસાના વિધાનસભ્ય જિના હૈકાકાનું ભાવિ હજુ અધ્ધરતાલ છે. છેલ્લા એક મહિનાથી તે નક્સલવાદીઓના કબજામાં છે. કેટલાંક લોકો કહે છે કે નક્સલવાદીઓની માગણી પ્રમાણે ૪૦ નક્સલવાદીઓને છોડવા જોઇએ જ્યારે કેટલાક કહે છે કે ૨૫ એપ્રિલે આવનાર ચૂકાદાની રાહ જોવી જોઇએ. જોકે સરકારે તો વિધાનસભ્યને છોડવાના બદલામાં ૨૫ કેદીઓને છોડવાનો નિર્ણય જાહેર કરી દીધો છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved