Last Update : 24-April-2012, Tuesday

 

ગાંગુલીએ તેનો જૂનો અને જાણીતો કસબ બતાવ્યો
દિલ્હીને હરાવ્યા પછી પૂણેનો રૃઆબ અને આત્મવિશ્વાસ વધ્યો હશે

 

યુવરાજની કોલમ
આઇપીએલનું વીતેલું અઠવાડિયું ખૂબ જ રોમાંચક મેચોથી ભરપુર રહ્યું. જે ટીમો પોઇન્ટ ટેબલમાં પાછળ રહી તેઓ મજબુત અને માંધાતી ટીમોને હરાવીને પુનઃ બેઠી થઈ. પ્રત્યેક પસાર થતા દિવસે પોઇન્ટ ટેબલમાં રસપ્રદ ચઢ-ઉતર જોવા મળે છે. આ જ કારણે ટુર્નામેન્ટની ચાર ટોપ ટીમો કઇ તે હજુ સુધી કહી શકાતું નથી. કઇ આખરી ચાર ટીમો પ્લે ઓફમાં પહોંચશે તે કહી શકાતું નથી. તો બીજી તરફ કોઇ ટીમોને હજુ મનોમન બહાર ફેંકી દેવાની પણ હિંમત ના કરી શકાય. મને એ વાતની ખુશી છે કે મારી ટીમ પૂણે વોરિયર્સે થોડા વળતા પ્રારંભ બાદ જોરદાર કમબેક કર્યું છે. સતત બે પરાજય પછી પૂણેને જીતવાની તીવ્ર જરૃરિયાત હતી ત્યારે જ તેઓએ ખૂબ જ સાતત્યપૂર્ણ દેખાવ કરનાર દિલ્હીને તેમના જ કિલ્લામાં કોટલા ગ્રાઉન્ડ પર હાર આપી હતી. ગાંગુલીની કેપ્ટન્સી અને બેટિંગ નિર્ણાયક તબક્કે જ વિજયી પ્રદાન આપતી ખીલી ઉઠી હતી.
પૂણેનો રાઇડર તેનાં રોલથી અને ટીમની મહત્તાની મજા માણતો હોય તેમ લાગે છે. તેણે રત્ન જેવી કિંમતી ઇનિંગ રમી ગાંગુલીને તેને સાથ આપ્યો અને આખરી ઓવરોમાં સ્મીથે આક્રમક ભૂમિકા ભજવતા પૂણેએ ૧૯૨ જેવો સ્કોર કર્યો હતો. દિલ્હી જેવી મજબુત ટીમને માટે આટલો મોટો સ્કોર મુકવો તે જ એકમાત્ર વ્યુહ હોઇ શકે. દિલ્હી માટે આમ તો કોઇ સ્કરો પહોંચની બહાર હોઇ ના શકે તેવી તેઓની ક્ષમતા છે. સેહવાગ અને પીટરસન ક્રીઝ પર હોય તો હરિફ ટીમના પડકારને સામાન્ય બનાવી દે. બધાને એમ હતું કે મુરલી કાર્તિકને પ્રારંભની ઓવરો અપાશે પણ ગાંગુલીએ જ બોલિંગ લઇને આશ્ચર્ય સર્જયું હતું અને તે તેના વ્યૂહમાં ખરો પણ ઉતર્યો હતો. તેની કારકિર્દીના શરૃઆતના વર્ષોમાં તે આ રીતે અસરકારક ભૂમિકા ભજવતો હતો. પીટરસનને તેણે આબાદ આઉટ કર્યો હતો. ત્યાર બાદ તેણે ફિલ્ડીંગમાં પણ ચુસ્તી બતાવી હતી.
દાદાને મેદાન પરનો પવન ભારે તેજ હોઇ તેના વાળ સાચવવા ભારે તકલીફ પડતી હતી. ત્યાં હું તેને મદદ કરી શકું તેમ છું. કમ કે મારા વાળ માટેની જેલની બોટલ એમ જ વપરાયા વગરની પડી રહી છે. જેલ વાળને ચોંટાડી રાખવામાં મદદ કરશે. સેહવાગ જેવા ડેન્જરસ બેટસમેનને આઉટ કરવાનું કામ મુરલી કાર્તિકે કરી આપ્યું. તે પછી દિલ્હી માટે ચેઝ કરવો ઘણો જ પડકારજનક પૂરવાર થાય તે સ્વાભાવિક હતું.
પૂણેને હજુ દિલ્હી સામે એક મેચ રમવાની બાકી છે. દિલ્હી વળતો જવાબ આપીને હિસાબ સરભર કરવા બેતાબ હશે. પણ આ જીતને લીધે પૂણેનો જુસ્સો બુલંદ બની ગયો હતો. તેથી મેચ અગાઉ બંનેની સમાન તાકાત કહી શકાય. પૂણે હવે એક જુદા રૃઆબ સાથે ઉતરશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved