Last Update : 24-April-2012, Tuesday

 

બેંગ્લોર રૃ. ૩૯.૪૬ લાખ અને કોલકાતા રૃ. ૩૯.૩૫ સાપ્તાહિક વેતન ચુકવે છે
આઇપીએલ ખેલાડીઓને પગાર ચુકવવામાં વિશ્વની બીજા ક્રમની ધનાઢ્ય સ્પોર્ટિંગ લીગ

સૌથી વધુ સાપ્તાહિક પગાર અમેરિકાની બાસ્કેટબોલ લીગ એનબીએમાં ચુકવાય છે

નવી દિલ્હી,તા.૨૩
ક્રિકેટરો અને આયોજકો પણ નાણાંનો વરસાદ કરનારી હાઇપ્રોફાઈલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને ખેલાડીઓને ચુકવાતા સાપ્તાહિક પગારને આધારે વિશ્વની બીજા ક્રમની સૌથી ધનાઢ્ય સ્પોર્ટિંગ લીગ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. એક મેગેઝીન અને સર્વે સંસ્થાના સંયુક્ત પ્રયાસના પરિણામમાં જણાવાયુ છે કે, ખેલાડીઓને સૌથી વધુ સાપ્તાહિક પગાર અમેરિકાની બાસ્કેટબોલ લીગ - એનબીએમાં ચુકવવામાં આવે છે અને ત્યાર બાદ આઇપીએલનું સ્થાન આવે છે.
આ સર્વેમાં વિશ્વની ૧૪ સ્પોર્ટસ લીગની ટીમો તેના ખેલાડીઓને ચુકવાતો સાપ્તાહિક સરેરાશ પગાર ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. અમેરિકાની નેશનલ બાસ્કેટ બોલ લીગ એનબીએ ઉપરાંત ઇન્ડિયન પ્રીમિયર લીગ, મેજર લીગ બેઝબોલ, ઈંગ્લિશ પ્રીમિયર લીગ, નેશનલ ફૂટબોલ લીગ, એનએચએલ, બુન્દેશલીગા, સેરીઇ એ લીગ અને લા લીગા સહિતની લીગના પગારને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવાયુ છે કે, આ રીપોર્ટને તૈયાર કરવામાં ૧૦ દેશોની સાત રમતોની ૧૪ લીગની ૨૭૨ ટીમોના પગારની માહિતી ધ્યાનમાં લેવામાં આવી હતી.
ખેલાડીઓને સૌથી વધુ સાપ્તાહિક પગાર સ્પેનીશ ફૂટબોલ લીગની કલબો બાર્સેલોના અને રીયાલ મેડ્રીડ ચુકવી રહી છે. આ યાદીમાં ટોચનો ક્રમ ધરાવતી સ્પેનીશ ફૂટબોલ કલબ બાર્સેલોના તેના ખેલાડીઓને સાપ્તાહિક રૃપિયા ૬૯.૯૮ લાખ રૃપિયાનો સરેરાશ પગાર ચુકવે છે. જ્યારે રીયાલ મેડ્રીડ ખેલાડીઓને દર સપ્તાહે સરેરાશ રૃપિયા ૫૯.૭૬ લાખની ચુકવણી કરે છે. આ મામલે ત્રીજો ક્રમ ન્યૂ યોર્ક યાન્કીસનો છે, જે તેના ખેલાડીઓને સાપ્તાહિક સરેરાશ ૫૯.૭૬ લાખ રૃપિયા પગાર તરીકે આપે છે.
આઇપીએલની કલબો પણ આ યાદીમાં સ્થાન ધરાવે છે. આઇપીએલમાં ખેલાડીઓને સાપ્તાહિક સૌથી વધુ સરેરાશ પગારની ચુકવણી બેંગ્લોરની ટીમ કરે છે, જેઓ એક અંદાજ મુજબ ૩૯.૮૭ લાખ રૃપિયાની ચુકવણી કરે છે. જ્યારે બીજો ક્રમ કોલકાતા નાઇટ રાઇડર્સનો આવે છે, તેઓ ખેલાડીઓને સાપ્તાહિક સરેરાશ ૩૯.૩૫ લાખ રૃપિયાની ચૂકવણી કરે છે. કિંગ્સ ઇલેવન પંજાબ પણ રૃપિયા ૩૫.૯૬ લાખ રૃપિયા સાથે આ યાદીમાં ત્રીજું સ્થાન ધરાવે છે.
અલબત્ત, ઓવરઓલ યાદીમાં બેંગ્લોરને ૨૬મો, કોલકાતાને ૨૯મો અને પંજાબને ૪૦મો અને મુંબઇને ૪૪મો ક્રમ મળ્યો છે.
સર્વેમાં જાહેર કરવામાં આવેલા ક્રમાંકમાં ટોચની ૩૦માંથી ૧૦ કલબો તો અમેરિકન બાસ્કેટબોલ લીગ એનબીએની છે. જ્યારે મેજર લીગ બેઝબોલની આઠ ટીમો પણ ટોચના ૩૦માં સ્થાન બનાવી શકી છે.
વિશ્વની સૌથી ધનાઢ્ય ફૂટબોલ લીગનું સ્થાન ઈંગ્લિશ પ્રીમિયર લીગે જાળવી રાખ્યું છે. ખેલાડીઓને જંગી કમાણી કરાવતી કલબોમાં ઈપીએલની ચેલ્સી, માન્ચેસ્ટર સીટી, માન્ચેસ્ટર યુનાઇટેડ, લીવરપૂલ અને આર્સનેલનો સમાવેશ થાય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved