Last Update : 24-April-2012, Tuesday

 

ઓફિસમાં લંચટાઈમનો સદુપયોગ કરતાં કરો

 


કામકાજના સમયમાં વચ્ચે બ્રેક પાડો, રિસેસ પાડો એ ઇચ્છનીય છે. સાત-આઠ કલાકની પાળીમાં સતત કામ કરતાં રહેવાથી માનસિક તાણ વધી જાય છે. ઓફિસ, ફેકટરી હોય કે સ્કૂલ યા કોલેજ, સત્રના લાંબા ગાળામાં અધવચ્ચે ઇન્ટરવલ તો પડે જ. સવાલ એ છે કે ચા-નાસ્તા માટે કે જમવા માટે મળતાં આ અવકાશમાં શું કરવું જોઈએ?
મોટા ભાગે વ્યવસાયી મહિલાઓને ઓફિસમાં એકાદ કલાકની રિસેસ હોય છે. તેમની આ નવરાશની પળો એ મહિલાઓ ખાણીપીણીમાં વિતાવે છે અથવા તો એકબીજાની ઢંગધડા વગરની કાનભંભેરણીમાં કે નંિદા કૂથલીમાં વિતાવે છે. મિત્રમંડળીમાં સરખેસરખાં ભેગાં થઈને નાસ્તો કે લંચ લેતી વખતે પ્રમાણમાં વઘુ ખવાઈ જાય છે, પરંતુ જ્યારે વસ્ત્રો તંગ થવા લાગે ત્યારે જ ભૂલ સમજાય છે. બપોરની રિસેસમાં દાળવડા પાવભાજી ઇડલી-ઢોસાં ખાઈને વજન વધી જાય છે. વ્યાયામ કે ડાયેટીંગ વગર વજન ઓછંુ કરવું શક્ય નથી, જે રિસેસમાં તો અશક્ય છે!
આ જ પ્રમાણે બપોરના સમયે ટીકા કે નંિદાકૂથલીનાં પણ ભયાનક પરિણામ આવી શકે છે. કેટલીક વખત વ્યર્થ બુઘ્ધિહીન ચર્ચાઓને કારણે મિત્રો-મિત્રોમાં પણ અંતર ઊભું થાય છે. આવી પરિસ્થિતિ પેદા કરવાના બદલે શા માટે એ સમયનો સદુપયોગ ન કરીએ? નાહકના ટંટાફિસાદ વાદવિવાદ ટાળવા હોય, શરીરને નુકસાન થતું અટકાવવું હોય તો લંચ સમયનો સદુપયોગ કરવા નીચેની વાતો ઘ્યાનમાં રાખો.
તમે તમારી ઓફિસમાંથી બહાર નીકળો, ચારે બાજુની પરિસ્થિતિનંુ નિરીક્ષણ કરો. જેથી તમે તમારા પરિવેશથી પૂરેપૂરાં પરિચિત બનશો. વળી, ઓફિસમાં બેસી રહેવાને કારણે તમારામાં જે એકરસતાને કારણે કંટાળો ઉત્પન્ન થયો હશે તે પણ દૂર થશે. બહાર ફરી આવવાને કારણે તમે ફરીથી પ્રફુલ્લિત બની ઓફિસમાં આવી કામે લાગશો.
લંચના સમયે તમે ઘર માટેની ચીજ-વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. જો તમારું ઘર નજીકના સ્થળે હોય તો તે સામાન ઘરે પહોંચાડીને પણ આવી શકો છો. ઘણી વખત તમે ખરીદેલી ચીજ-વસ્તુઓ દુકાન ઉપર જ એક થેલીમાં બંધાવી એને ઓફિસેથી ઘેર જતાં લેતાં જાવ. તમારા મિત્રોને અથવા સ્નેહીજનોને મોકલવા માટેનાં અભિનંદન કાર્ડ વગેરેની ખરીદી પણ લંચ સમયમાં તમે કરી શકો છો.
ઓફિસની આજુબાજુ કોઈ મોટું બજાર કે શોપંિગ સેન્ટર હોય તો તમે ખરીદીનો આનંદ પણ લૂંટી શકો છો. સેલ અથવા વિશેષ છૂટનો લાભ પણ લઈ શકો છો. કેટલીક વાર લંચ સમયની આ ઉડતી મુલાકાત દરમિયાન કરેલી ખરીદીમાં આકર્ષક અને સસ્તી ચીજ-વસ્તુ પણ મળી આવે છે. અલબત્ત, આવા કામ ઓફિસનો સમય બગાડીને તો ન જ કરવા.
લંચ સમયે બેઠાં-બેઠાં જ તમે તમારી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની તથા ઘરવપરાશની ચીજ-વસ્તુઓની યાદી બનાવી શકો છો. લંચનો પૂરો એક કલાક તમારી પાસે હોય છે. આ પ્રમાણે વિચારીને યાદ બનાવેલી હોય તો અનાવશ્યક ખરીદીથી તમે બચી જશો. ઉપરાંત લાંબા ગાળાના તમારા જીવનના આયોજન જેવા કે સંતાનોનું ભણતર, દીકરા-દીકરીના લગ્ન, બહારગામ-ટુરનું આયોજન, ઘર બદલવા અંગેનું પ્લાનંિગ વગેરે કરી શકો છો. આવકવેરા માટેના ટેક્સ પ્લાનંિગ માટે પણ લંચની ફુરસદમાં વિચારી શકાય.
જો તમારી પાસે ઓફિસમાં અલગ કેબિન હોય તો નવી રીતે સજાવીને એને આકર્ષક રૂપ આપી શકો છો. જો તમારી અલગ કેબિન ન હોય તો તમારા ટેબલનાં ખાનાંને પણ વ્યવસ્થિત કરી શકો છો.
તમે લંચના સમયે ઊંઘનું એકાદ ઝોકું ખાઈને પણ તાજાંમાજા બની શકો છો. જો ખરેખર તમે ઊંઘ લેવા માંગતા ન હો તો તમારા શરીરને ખુરશીના ટેકે ઢીલું કરો. આંખો મીંચીને થોડીવાર બેસી રહો. અડધા કલાકનો આરામ પણ તમને પ્રફુલ્લિત બનાવી દેશે.
ઓફિસથી થોડેક દૂર જો આર્ટગેલરી અથવા મનોરંજનનું કોઈ સ્થળ હોય તો તમે ત્યાં પણ એક લટાર મારી શકો છો. તમારી કલારૂચિ એક નવા અંદાજથી ખીલી ઉઠશે અને મનોરંજનથી તાજગી પણ અનુભવશો. આજુબાજુના બ્યુટીપાર્લરમાં જઈને નવી નવી કેશ શૈલી દ્વારા તમારા વ્યક્તિત્વને નવો નિખાર આપી શકશો. અથવા આ ફૂરસદના સમયે તમારી રૂચિ અનુસાર તમે કોઈ નાનો કોર્સ કરી શકશો.
તમારે કેલેન્ડર ઉપર મિત્રો અને પરિચિત વ્યક્તિઓની જન્મ તારીખો નોંધી શકો, જેથી તેમની જન્મતિથી ઉપર તમે તેમને અભિનંદન કાર્ડ મોકલી શકો. તમે તમારા માટે વઘુ સારી નોકરી પણ શોધી શકો છો. વિવિધ પ્રકારની ‘જોઈએ છે’. ‘ખાલી પડી છે’ એવી જાહેરાતો વાંચીને અરજી તૈયાર કરી શકો છો.
જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો રોલ ભરેલો કેમેરો તૈયાર જ રાખો. લંચ સમયે કાર્યાલયની બહાર પ્રકૃતિના કલાત્મક ફોટા લેવાનો પ્રયાસ કરો. જોતજોતામાં જ એક કલાકના લંચ સમયનો ઉપયોગ કરી તમે કદાચ કુશળ ફોટોગ્રાફર પણ બની શકો.
જો તમને સાહિત્ય વાંચનનો શોખ હોય તો તમારો લંચ સમય તમે પુસ્તકો વાંચવામાં જ વિતાવો. જો તમને પુસ્તકોનો શોખ ન હોય તો ઓછામાં ઓછું છાપા વાંચવાની ટેવ પાડો. લંચ સમયનો સદુપયોગ કરો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોની જાણકારી પણ દરેક મહિલા માટે આવશ્યક છે. આવું સામાન્ય જ્ઞાન પણ તમારા વ્યક્તિત્વની ઓળખાણ માટે જરૂરી છે. જેથી દરેક વિષય ઉપર ચર્ચા કરવાનો તમારો આત્મવિશ્વ્વાસ પણ જાગશે.
જો તમે ભાડાનાં ઘરમાં રહેતાં હો તથા તમારી ઓફિસ ઘરથી દૂર હોય તો લંચ સમયે તમે આજુબાજુની જગ્યાઓમાં રહેઠાણ શોધવાનો પ્રયત્ન કરો. કદાચ તમને નજીકનું રહેઠાણ મળવાથી ઓફિસથી ઘેર આવવાં જવાનો ખર્ચ અને સમય બન્ને બચી જશે. જો તમને લખવાનો શોખ હોય અને ઓફિસમાં કામ કરતાં હો તો લંચ સમયનો ખરેખર ઉપયોગ કરી શકશો કદાચ તમારી સુષુપ્તલેખન શક્તિ જાગૃત થાય.
આમ એક કલાકના લંચટાઈમમાં દસ-પંદર મિનિટની અંદર પેટપૂજા કર્યા પછી બીજા અનેક આવા સારા કામ કરી શકાય છે. આનાથી તમારા જીવનમાં રચનાત્મક વિચારોમાં વૃદ્ધિ થાય છે. તેમજ માનસિક-શારીરિક વિકાસમાં પણ લાભ થાય છે.
રેણુકા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved