Last Update : 24-April-2012, Tuesday

 

બફારાથી બચવા ઘરને શી રીતે સજાવવું?

 


ડ્રોઈંગરૂમમાં તાજાં ફૂલો,
બેડરૂમમાં જાડા-ઘેરા રંગના પડદા, અને બારીઓ લાઈટ ફેબ્રિકના પડદા કે બ્લાઈન્ડ્‌સ જેવા ફેરફારોથી ‘કૂલ લુક’ આપો.
ધોમધખતા તાપમાં ઘરમાંથી બહાર નીકળવાનું મન નથી થતું. ક્યારેક તો ગરમી અને લૂ એટલી બધી વધી જાય છે કે ઘરની અંદર રહેવું પણ અસહ્ય થઈ જાય છે. એવામાં જો ઘરનો દરેક ખૂણો ઉનાળાને ઘ્યાનમાં રાખીને થોડો ફેરફાર કરી સજાવવામાં આવે તો ગરમીમાં પણ ઠંડક અનુભવાય છે. તમે પણ તમારા ઘરની સજાવટમાં બદલાવ લાવી ઘરને ‘કૂલ લુક’ આપી શકો છો. એ માટે અહીં કેટલીક ઉપયોગી ટિપ્સ આપી છે.
બેડરૂમ (શયનખંડ)
૦ બેડરૂમમાં ઠંડકનો અનુભવ કરવા માટે સૌથી પહેલાં તો ઘેરા રંગના અને જાડા કાપડવાળા પડદા હટાવી દો.
૦ શયનખંડને નવો લુક આપવા માટે હળવા રંગો જેવા કે પીચ, પીળો, ભૂરો, બદામી વગેરે શેડ્‌સમાં ફ્‌લોરલ પ્રિન્ટ વાળા પડદા લગાવવા.
૦ કાપડના પડદા ન વાપરવા હોય તો ગરમીની ૠતુમાં ચટાઈવાળા પડદા પણ લગાડી શકાય.
૦ પલંગ પર આછા રંગની કોટનની ચાદર પાથરવી તેમજ ઓશિકાના કવર પણ સુતરાઉ કાપડના હશે તો ઊંઘ સારી આવશે.
ડ્રોઈંગરૂમ (બેઠક ખંડ)
૦ લિવંિગ રૂમને ફ્રેશ લુક આપવા માટે તાજાં ફૂલોનો ઉપયોગ કરવો.
૦ બેઠક ખંડમાં જો કાર્પેટ પાથરેલી હોય તો હટાવી દો. કારણ કે કાર્પેટની તુલનામાં પ્લેન ફરસથી રૂમમાં ઠંડકનો અહેસાસ જળવાઈ રહેશે.
૦ ડ્રોઈંગરૂમમાં ફર્નિચરની જગ્યા એવી રીતે બદલાવો કે જેનાથી રૂમ મોટો લાગે. કોઈ બિનઉપયોગી ફર્નિચર હોય તો તેને કાઢી નાખવું જેથી વઘુ જગ્યા ન રોકાય.
૦ ડાયનંિગ ટેબલ, સોફા વગેરેની જગ્યા બદલાવીને, પણ આ રૂમનો દેખાવ બદલી શકાય.
૦ જો સોફા ન રાખવા હોય તો જમીન પર બેઠક ગોઠવી શકાય. એ માટે ગાદલાં કે ચટાઈ પાથરીને તેના પર કુશન રાખી શકાય.
૦ અ સિવાય બીન બેગ અથવા વાંસની લો સિટીંગ ખુરશીઓ પણ રાખી શકાય.
૦ જો તમે ડ્રોઈંગરૂમમાં કલર કરાવવાના મૂડમાં હો તો લવન્ડર, પીળો, ક્રીમ જેવા હળવા રંગો ઉનાળાની મોસમ માટે શ્રેષ્ઠ રહેશે.
૦ તમે ઈચ્છો તો કલર કરાવવાને બદલે કૃત્રિમ ફૂલ અને પાંદડાથી પણ ડ્રોઈંગરૂમ ડેકોરેટ કરી શકો.
૦ ડ્રોઈંગ રૂમની બારીઓ બને ત્યાં સુધી ખુલ્લી રાખવી જેથી આખો દિવસ ઘરમાં તાજી હવા આવ્યા કરે.
ડાઈનંિગ રૂમ
૦ ડાયનંિગ રૂમને અલગ લુક આપવા માટે એ રૂમની એક દીવાલ પર પેસ્ટલ કલરનું ભૌમિતિક, ફ્‌લોરલ અથવા ફ્રુટની પ્રિન્ટવાળું વોલપેપર લગાડવું.
૦ ડાયનંિગ ટેબલનાં નેપકિન્સ, પ્લેટ મેટ્‌સ વગેરે પીળા, કેસરી, લીલા જેવા બ્રાઈટ કલરનાં પસંદ કરવા.
૦ એ સિવાય ચેક્સ, ફ્‌લોરલ કે ફળોની પ્રિન્ટવાળા નેપકિન્સ, મેટ્‌સ વાપરી શકાય.
૦ તાજાં ફૂલોને ફુલદાનીમાં સજાવીને ડાયનંિગ ટેબલ પર રાખવા. એનાથી ડાયનંિગ રૂમને ફ્રેશ લુક મળશે.
બારીઓ
૦ ગરમીની મોસમમાં ક્રીમ, પીચ, બ્લુ, ગ્રીન જેવા પેસ્ટલ કલર આંખોને ઠંડક પ્રદાન કરતા હોવાથી આવાં રંગના લાઈટ ફેબ્રિકવાળા પડદા લગાડવા.
૦ ઉનાળામાં જ્યુટ, વાંસ વગેરેના બ્લાઈન્ડ્‌સ લગાડવાથી પણ ઘરને સ્માર્ટ લુક મળે છે.
૦ કંઈક નવું કરવા ઈચ્છતા હો તો રૂમની બારીઓમાં પેસ્ટલ્‌ કલરની રિબિન્સ લટકાવો. બારીઓની લંબાઈ અનુસાર રિબિન લટકાવીને ઉપરની તરફ બાંધી દો. આનાથી રૂમને ફ્રેશ લુક મળવાની સાથે જ બહારની હવા પણ સહેલાઈથી અંદર આવી શકશે.
કેટલીક ઉપયોગી ટિપ્સ
૦ ગરમીની ૠતુમાં તાજાં ફૂલ જલદી કરમાઈ જાય છે. એની જગ્યાએ કૃત્રિમ ફૂલ પણ વાપરી શકાય છે
૦ ફૂલદાનીમાં આર્ટિફિશિયલ ફૂલ ગોઠવતી વખતે તેમાં ખસના થોડાં ટીપાં નાખી દેવા. એની સુગંધથી રૂમ આખો દિવસ મહેકતો રહેશે અને ગરમીમાં પણ ઠંડકનો અનુભવ થશે.
૦ ઈન્સ્ટન્ટ કૂલંિગ માટે ટેબલ પંખા અથવા કૂલર પાસે બરફથી ભરેલો કટોરો મૂકી દો. એનાથી હવા ઠંડી આવશે.
૦ ઘરના મુખ્ય દરવાજા પાસે એક લાંબી ફૂલદાનીમાં તાજાં ફૂલ ગોઠવવા. એનાથી ઘરમાં આવતી-જતી વખતે સરસ સુગંધ આવ્યા કરશે.
૦ સાંજના સમયે ગાર્ડન, બાલ્કની અને લોનમાં પાણીનો છંટકાવ કરવાથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થશે.
રેખા કાનાણી

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved