Last Update : 24-April-2012, Tuesday

 

કમ કોસ્મેટિક્સમાંય કાયાને કમનીય રાખવાના ઉપાય


રાગિણી ઘણાં દિવસથી ખૂટતા કોસ્મેટિક ખરીદવા જવાનો વિચાર કરતી હતી, પણ કોઈ ખાસ પ્રસંગ ન હોવાથી માર્કેટ જવાનું ટાળતી હતી. પરંતુ તેના પતિનો અચાનક ફોન આવ્યો કે તેમની ઓફિસમાંથી સાંજે એક પાર્ટીનું આયોજન થયું છે અને બધાને પરિવાર સહિત નિમંત્રણ મળ્યું છે. હવે રાગિણી મુંઝવણમાં મુકાઈ ગઈ કે ઘણાં સૌંદર્ય પ્રસાધનો ખતમ થઈ ગયા છે તો મેકઅપ શી રીતે કરવો? જોકે તે આ સમસ્યાનો ઉકેલ લાવવા જેટલી સ્માર્ટ હતી તેથી ઘરમાં જે કોસ્મેટિક હતા તેનો ઉપયોગ કરીને તેણે સરસ મઝાનો મેકઅપ કરી લીધો. તમે પણ રાગિણીની જેમ સૌંદર્ય પ્રસાધનોનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને મેકઅપ કરી શકો છો.
સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે જો ફાઉન્ડેશન ખતમ થઈ ગયું હોય તો લુઝ પાવડર અથવા કોમ્પેક્ટનો ઉપયોગ કરો. જો આ સૌંદર્ય પ્રસાધનો પણ ન હોય તો કંસીલરમાં મોઈશ્ચરાઈઝર મિક્સ કરીને ફાઉન્ડેશનની જેમ ચહેરા પર લગાવો. આ સિવાય મોઈશ્ચરાઈઝરમાં ચપટી પાવડર અથવા કંસીલર નાખીને સારી રીતે ભેળવીને ચહેરા પર લગાવવાથી પણ ચહેરો ચમકી ઊઠે છે. જો કંસીલર ખલાસ થઈ ગયું હોય તો ફાઉન્ડેશનની બાટલીના ઉપરના હિસ્સામાં જામીને ઘટ્ટ થઈ ગયેલા ફાઉન્ડેશનનો વપરાશ કરી શકાય. રંિગ ફંિગર વડે હળવેથી આ ફાઉન્ડેશન ડેબ કરીને બ્લેન્ડ કરી દો.
મસ્કરાની અવેજીમાં પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરો. આઈલેશ પર હળવી પેટ્રોલિયમ જેલી લગાવવાથી પરફેક્ટ લુક મેળે છે. તેવી જ રીતે આઈલાઈનર ખતમ થઈ ગયું હોય તો આઈશેડોનો વપરાશ કરી શકાય. આઈલાઈનર બ્રશને ભીંજવીને બ્લુ, બ્લેક કે બ્રાઉન જેવા આઈશેડોમાં બોળીને આઈલાઈનરની જેમ લગાવી શકાય.
પરંતુ જો આઈશેડો ખતમ થઈ ગયું હોય તો બ્રોન્ઝ અથવા ઘેરા બ્રાઉન બ્લશને આઈશેડોની જેમ વાપરી શકાય.
હેર સીરમની અવેજીમાં હેંડ અથવા બોડી લોશન કે પછી ફેસ મોઈશ્ચરાઈઝરને વાળ પર સીરમની જેમ લગાવો. વાળ તૈલીય ન લાગે તેથી મોઈશ્ચરાઈઝરને હથેળીમાં ફેલાવ્યા પછી હળવેથી વાળ પર એપ્લાય કરો.
આઈલાઈનર સુકાઈ ગયું હોય તો તેને ફરી પ્રવાહી સ્વરૂપ આપવા થોડીવાર માટે બલ્બ નીચે રાખો. તેવી જ રીતે એકદમ મુલાયમ લિપસ્ટિકનો ક્રીમ બ્લશની જેમ ગાલ પર લગાવી બ્લશ ઓનનું કામ લઈ શકાય.
જો આંખ નીચેના કાળા કુંડાળા છુપાવવાની જરૂર પડે તો હળવા રંગની ફાઉન્ડેશન ક્રીમ લગાવો અને તેને ઘેરા એરિયા સાથે બ્લેંડ કરી દો.
સ્મોકી લુક માટે કોટન બડથી કાજલને આઇલિડ પર હળવેથી લગાવો. ત્યાર બાદ તમે જે લિપ પેન્સિલથી હોઠની આઉટલાઈન બનાવવાનો હો તે લિપ પેન્સિલને કાજલ પર હળવે હાથે લગાવો, અને પછી કોટન બડથી સ્મજ કરો.
ચહેરા પર થાક વરતાતો હોય અને ત્વચા કરમાઈ ગઈ હોય એવું લાગતું હોય તો ક્રીમથી હળવા હાથે ચહેરા પર મસાજ કરો. તેનાથી તરત જ ચહેરો ચમકી ઊઠશે. આ સિવાય મુરઝાયેલા ચહેરાને તાજગી આપવા એક મુલાયમ કપડાંને હુંફાળા પાણીમાં બોળીને ચહેરા પર સ્પંજ કરો. આમ કરવાથી રક્ત પ્રવાહ ઝડપી બનવાથી ત્વચામાં તાજગી વરતાય છે. સ્પંજ કર્યા પછી ચહેરા પર ઠંડા પાણીની છાલક મારવાથી સઘળો થાક ઉતરી ગયો હોય એવો અહેસાસ થાય છે.
લાંબા સમય સુધી કમ્પ્યુટર સામે બેસીને કામ કરવાથી આંખો થાકી જાય છે. નેણની થકાવટ દૂર કરવા ગુલાબજળમાં ભીંજવેલા રૂના પુમડા મુકવા શ્રેષ્ઠ ઉપાય છે. આંખો પર ગુલાબજળમાં ડૂબાડેલા રૂના પુમડા મુકવા સિવાય ફ્રીઝમાં મુકેલી ઠંડી ઠંડી આઈ જેલ પણ સરસ કામ આપે છે.
અચાનક બહાર જવાનું થાય ત્યારે વાળ ચીકણા લાગતા હોય તો કાંસકા પર પરફ્‌યુમ સ્પ્રે કરીને વાળમાં આ કાંસકો ફેરવી દો. જો તમે હેરબ્રશનો ઉપયોગ કરતા હો તો તેના પર પરફ્‌યુમ છાંટો, તેવી જ રીતે વાળ બહુ ગુંચવાઈ ગયા હોય તો હથેળી ભીની કરીને તેમાં એકાદ-બે ટીપાં મોઈશ્ચરાઈઝર લો. હથેળી પર આ મોઈશ્ચરાઈઝર ફેલાવીને વાળ પર લગાવ્યા પછી કેશને ફ્રેચ સ્ટાઈલમાં વાળીને ૧૦ મિનિટ રહેવા દો. ૧૦ મિનિટ પછી વાળ ખોલશો ત્યારે ગુચ ગાયબ થઈ ગઈ હશે.
વૈશાલી ઠક્કર

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved