Last Update : 24-April-2012, Tuesday

 

શું કરશો? જોગંિગ કે વોકંિગ?

 


માણસ માટે આમ તો દરેક પ્રકારની કસરત (વ્યાયામ) સારી છે, જો એક પણ દિવસ ખાડો કર્યા વિના કરવામાં આવે તો, પણ મોટાભાગનાઓને માટે અનિયમિતતાને વળગી રહેવુ બહુ કઠિન છે. જ્યારે, ચાલવાની કસરત (વોકંિગ) માટે એમ માનવામાં આવે છે કે, તમામ પ્રકારની કસરતો વચ્ચે આ એક એવી કસરત છે કે જેમાં માણસ ઓછામાં ઓછા દિવસો પાડે છે અર્થાત્‌ કસરતનો આ પ્રકાર સૌથી ઓછો શારીરિક કષ્ટદાયક, સૌથી અનુકૂળ અને સૌથી સરળ છે. અને એટલે જ ચાલવાની કસરત એ દુનિયાભરમાં સૌૈથી વઘુ જાણીતો-માનીતો કસરત-પ્રકારની બની રહ્યો છે. દાયકાઓના સઘન અભ્યાસો દર્શાવે છે કે, દોડવાની નિયમિતપણે કરવામાં આવતી કસરત વયના વધવા સાથે મંદ પડતી જાય છે.
તો તમારે શું કરવું? દોડવું કે ચાલવું?
‘અત્યંત સરળ’ હોવાને કારણે ચાલવાની કસરતને ઘણીવાર મહત્ત્વ અપાતું નથી. જે સાવ અયોગ્ય છે. ઊલટું, શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિને સુધારવા માટે એ સૌૈથી અસરકારક ઈલાજ છે. અભ્યાસો દર્શાવે છે તેમ, નિયમિત ચાલવાની કસરત મહેનતનાં કાર્યો દરમિયાન શરીરની પ્રાણવાયુ માટેની વપરાશક્ષમતામાં વૃદ્ધિ કરે છે, હૃદયના ધબકારાને યોગ્ય રાખે છે, લોહીનુ ંદબાણ ઘટાડે છે. અને હૃદય તથા ફેફસાંની કાર્યક્ષમતા વધારવા સાથે વધારાની કેલેરીને બાળી નાખવામાં પણ મદદ કરે છે. દોડવાની કસરતથી પણ આ બધા લાભોે મળે જ છે, પણ ચાલવાની કસરત એક ડગલું આગળ છે અને, તે એ છે કે ચાલવાની કસરત એક રીતે મનોેરંજક પ્રવૃત્તિ પણ બની રહે છે.
અમેરિકા સરકાર પ્રાયોજિત તાજેતરના એક સર્વેક્ષણમાં બહાર આવેલા તારણ મુજબ, ચાલવાની કસરત જે રીતે મઘ્યમ -વયની હૃદયરોગના હુમલા કે સ્ટ્રોકથી પીડાતી મહિલાઓમાં જોખમનું પ્રમાણ ઘટાડે છે તે દ્રષ્ટિએ એ દોેડાવવાની કસરત જેટલી જ સારી કસરત છે.
અઠવાડિયા દરમિયાન ઉત્સાહપૂર્વક લગભગ અઢી કલાક ચાલવું અગર તો એટલા જ પ્રમાણમાં પરિશ્રમપૂર્ણ અન્ય કસરત કરવી એ હૃદયરોગનું અને સ્ટ્રોકનું પ્રમાણ લગભગ એક તૃતિયાંશ જેટલું ઘટાડે છે. એવું આ સંશોેધકોએ ૬ વર્ષ સુધી ૭૪,૦૦૦ મહિલાઓના કિસ્સાના અભ્યાસ પરથી તારણ કાઢ્‌યું છે. આ પરિણામો સૂચવે છે કે દરેક વ્યવયાહારિક વ્યક્તિ કસરતનો લાભ મેળવી શકે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે તમારે તમારી જાતને કઠોર કસરતો કરીને પીડવાની કે કસરત માટેનાં મોેંઘાદાટ સાધનો વસાવવાની કોઈ જરૂર નથી.
‘પીડા નહીં તો ફળ નહીં.’ અર્થાત્‌ શરીરને આકરી કસરતો દ્વારા કષ્ટ ન આપો તો તમે ખડતલ શરીર બનાવી શકો એ એવી જૂનવામી માન્યતા સાથે આજે મોટાભાગના ફિટનેસ નિષ્ણાતો સહમત નથી થતા. તેઓ માને છે કે કસરત અત્યંત કઠોર નહીં હોવી જોઈએ. ચાલવા જેવી હળવી કસરત તમને જરૂરી એવા તમામ સ્વાસ્થ્યલક્ષી લાભો પૂરા પાડે છે. ઘણા બધા એમ પણ માને છે કે, દોડાદોડીને હાંફી જઈને આંખમાં પાણી લાવવા કરતાં ચલવાની કસરત એકદમ ફિટ રહેવા માટે ઉત્તમ છે. વળી, ચાલવા કરતાં દોડવાની કસરત ક્યારેક ઈજા અકસ્માતનું જોખમ પણ છે જ. દોડવાની કસરત ક્યારેક કાર્ડિયાકનું જોખમ પણ ઊભું કરે છે.
રનંિગ અને જોગંિગ એવી કસરતો છે કે માણસનું શરીર કેટલો બોઝ ઝીલી શકે એમ છે એના પર નિર્ભર છે. માણસ જ્યારે દોડતો હોય છે ત્યારે એના પગ જેટલી વખત જમીન પર પછડાતા રહે છે એ શરીરના એના કુલ વજન કરતાં ત્રણ ગણાં બળપૂર્વક પછડાય છે. પણ જ્યારે તમે ચાલવાની કસરતમાં હોવ છ ત્યારે હાડકાં અને સાંધાઓ પર છ ગણો ઓછો બોજ પડે છે. દોેડવાની કસરતમાં ટેન્ડનીટીસ (સ્નાયુ અને હાડકાને એકસૂત્રે જકડી રાખનાર મુખ્ય રજ્જુને ઈજાનું પ્રમાણ લગભગ વઘુ જોવા મળે છે. જેને કારણ ેહલનચલન પીડાદાયક બની રહે છે. આ સિવાય પણ, દોડવાની કસરત સાથે બીજી પણ સ્નાયુઓને અને હાડકાંઓને લગતી પીડાદાયક ઈજાઓ (મોટાભાગની આંતરિક) સંકળાયેલી છે.
તમે એક માઈલ દોડો એ કરતાં એક માઈલ ચાલો એ દ્વારા વધારે કેલેરી બાળી શકો છો. પણ યાદ રાખો, જ્યારે તમે એક માઈલ દોડો છો ત્યારે તમે ઘણું ખરું શર્કરા (સુગર) કે કાર્બોહાઈડ્રેટ્‌સ કેલેરીરૂપે બાળો છો, કેમ કે તમારે તમારા શરીરને ત્વરિત પુષ્કળ ઊર્જા (એનર્જી) પૂરી પાડવાની જરૂર પડે છે. પરંતુ તમે એક માઈલ ચાલો છો ત્યારે, બળી રહેલી કાર્બોહાઈડ્રેટમાંથી બળી
રહેલી ચરબી (ફેટ)ના રૂપાંતર માટે તમારી ચયાપચયની પ્રક્રિયા પૂરતો સમય લે છે.
કેલરી બળવાન અંગેની બાબત અત્યંત સંકુલ છે. એકસરખી ગતિએ અને એકસરખા સમય માટે માણસ એકસરખી પ્રવૃત્તિ કરતો રહે તો એનાથી વિવિધ સ્વરૂપે અને વિવિધ પ્રમાણમાં કેલરી બળતી હોય છે. આનો સંપૂર્ણ આધાર વ્યક્તિના વજન પર રહે છે. પોતાના જ વજન સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિ કરતી નાની વયની વ્યક્તિ કરતાં મોટી વયની વ્યક્તિમાં કેલરી બળવાનું પ્રમાણ વધારે હોય છે. એટલે થોેડુ ઘણું વધારે વજન હોય અને થોેડુક વજન ઘટાડવું હોય એવી વ્યક્તિને માટે ચાલવા કરતાં દોડવાની કસરત વધારે સારી છે. પણ, જેમનું વજન હદ કરતાં વધારે હોય એવી વ્યક્તિઓએ દોડવાની કસરતના ભયસ્થાનોની અવગણના ન કરવી જોઈએ બહુ ભારે શરીર સાથે દોડવાની કસરત ઈજા સર્જી શકે છે. અને એવી પીડા આપી શકે છે. જેમાંથી મુક્ત થતાં ઘણો સમય લાગે છે.
તો ચૂકાદો શોે? કઈ કસરત શ્રેષ્ઠ, દોડવાની કે ચાલવાની? જો કે આ બંને કસરત-પ્રકાર તમારા શરીર માટે લાભદાયી જ છે. એમ છતાં, ચાલવાની કસરત વિશેષ સલામત છે. દોડવા જવું એ કંઈ ખોટી બાબત નથી. એટલું કે, તમારે એમાં થોડુંક સાવધ રહેવું પડે.
વર્ષા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved