Last Update : 24-April-2012, Tuesday

 
ટી શર્ટ પરનાં સ્માર્ટ-સેક્સી-ટીખળી-ટેલેન્ટેડ લખાણ
 


ટી શર્ટ પરનાં લખાણ તથા ચિત્રો તમારો દ્રષ્ટિકોણ અને મૂડ દર્શાવે છે
ઉનાળાની ૠતુમાં શરીરને ઠંડક અને શોભા આપતાં કૉટન ટી-શર્ટ ટીનએજરોનો મનપસંદ પોશાક ગણાય છે. પેન્ટ, કેપ્રી, સ્કર્ટ કે શોર્ટસ પર સુંદર દેખાતાં ટી-શર્ટ લગભગ બધાને ગમતા હોય છે. લાલ, ગલાબી, પીળા, ભૂરા, સફેદ, કાળા, લીલા કે જાંબુડી રંગના ટી-શર્ટ પર હવે જાતજાતના લખાણ લખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. હોલિવૂડની જાણીતી અભિનેત્રી ક્રિષ્ટીના એગ્વીલીરાના ટી-શર્ટ પર હંમેશા ‘સ્ટ્રાઇપ્ડ’ લખેલું જ હોય છે. અને તેનું જોઇને ઘણી કોલેજીયન યુવતીઓ બાંય તથા આગળના ભાગમાં કંઇક લખાણ લખેલું ટી-શર્ટ પહેરતી થઇ છે.
ટી-શર્ટ પહેરવાથી લેટેસ્ટ ફેશન કર્યાનો આનંદ થાય છે. જો તેના પર એકાદ-બે લાઇન લખેલી હોય કે કોઇ ચિત્ર દોરેલું હોય તો લેટેસ્ટ ટ્રેન્ડ અનુસરતાં હોવાની લાગણી થાય છે. તે ઉપરાંત ટી-શર્ટ પર રહેલાં ચિત્રો તથા લખાણ તમારા વિચારો, દ્દષ્ટિકોણ અને મૂડને દર્શાવે છે.
ગ્રીષ્મની ગરમીમાં રાહત આપતાં ટી-શર્ટ પર સામાજીક, રાજકીય, ધાર્મિક કે અન્ય સામાન્ય શબ્દો કે લખાણ લખી શકાય છે. તમારી પાસે કલાત્મક દ્દષ્ટિકોણ હોય તો સાદું ટી-શર્ટ ખરીદીને રંગો અને બ્રશ વડે તમારી કલ્પના અનુસાર તેના પર ડિઝાઇન કરી શકાય અથવા લખી પણ શકાય.
જો કે, ફેશનસ્ટ્રીટથી માંડીને શહેરના પ્રત્યેક સ્ટોરમાં આ પ્રકારના લખાણવાળા ટી-શર્ટ મળે છે. કેટલાક ટી-શર્ટ પર એવા લખાણ હોય છે જે યુવક કે યુવતી કોઇને પણ ચાલી શકે છે. જેમ કે, ‘આઇ એમ ફાસ્ટ, ઇઝી એન્ડ ચીપ’, ‘ઇફ યુ હેવ નથીંગ નાઇસ ટુ સે અબાઉટ એનીવન કમ સીટ નેકસ્ટ ટુ મી’, ‘આઇ હેવ ગોટ ધ લુક્સ ઇફ યુ હેવ ગોટ ધ મની’, આ પ્રકારના કેચી અને કોર્ની લખાણો લખેલા રંગબેરંગી કેપ સ્લીવ્સના ટી-શર્ટ જોઇને ખરીદી લેવાની ઇચ્છા થાય છે.
તે ઉપરાંત આજકાલ ટુ-પીસ સ્લીવલેસ ટી-શર્ટની પણ ફેશન છે. ટુ-પીસ સ્લીવલેસ ટી-શર્ટમાં અંદરની બાજુ સાદુ સ્લીવલેસ ટી-શર્ટ હોય છે અને આગળના ભાગમાં તેની ઉપર થોડું નીચા ગળાનું સેક્સી લખાણ લખેલું ટી-શર્ટ જોડાયેલું હોય છે. આ ટી-શર્ટ પાર્ટીમાં જતી વખતે તથા દરરોજ પહેરવામાં પણ કામ લાગે છે. આ પ્રકારના ટી-શર્ટ રૂા.૧૯૯ થી ૨૯૯ સુધીમાં મળે છે.
ઘણા ફેશન ડિઝાઇનરોએ પણ ટી-શર્ટમાં જાતજાતના સિકવન્સ અને ટેઝલ્સ જડીને અનોખી ડિઝાઇન બનાવી છે. તથા પ્લેનટીશર્ટ પર જુદી-જુદી ડિઝાઇન દોરીને તેને આગવા બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
સ્લોગન લખેલા ટી-શર્ટ યુવાનોમાં તંત્ર ટી-શર્ટ તરીકે ઓળખાય છે. આ પ્રકારના ટી-શર્ટ ઘણા અગ્રણી સ્ટોરમાં મળે છે. તથા તેના પર ગંભીરથી હળવી શૈલીના સ્લોગન લખવામાં આવ્યા છે. જેમ કે ‘બીઅર મેક્સ યુ સ્માર્ટર, ઇટ મેડ બડ વાઇસર’, ‘એઝ્‌યુ થીંક સો યુ આર’ વગેરે.
આ જ શ્રેણીમાં ધાર્મિક અને તત્વજ્ઞાનથી ભરપૂર લખાણો પણ જોવા મળે છે. જુદા-જુદા ક્ષેત્રની ઠેકડી ઉડાડતાં મેસેજ પણ ટી-શર્ટ પર લખેલાં જોવા મળે છે. જેમ કે, આઇટીના વિદ્યાર્થીઓના ટી-શર્ટ પર ‘ધેર ઇઝ અ લાઇફ બીયોન્ડ ડોટ.કોમ’ અથવા ‘મેન્ટલ ઇનસાઇડ’ જેવા લખાણ જોવા મળે છે.
આજકાલ તંત્ર શ્રેણીના ટી-શર્ટનું ઘૂમ વેચાણ થાય છે. કોલેજીયનોમાં તેની માગ વધારે જોવા મળે છે. નવો સ્ટોક આવે તેના ગણતરીના કલાકોમાં વેચાય જાય છે, એમ દુકાનદારોનું કહેવું છે. આ ટી-શર્ટની કંિમત રૂા.૨૯૯ જેટલી છે.
વ્યક્તિમાં રહેલા દેશપ્રેમ દર્શાવતાં અથવા રાજકારણીઓની મજાક ઉડાડતાં લખાણ કે ચિત્રો ધરાવતાં ટી-શર્ટની માગ પણ સારી એવી છે. સુતરાઉ કે ડેનિમનાં બનેલા આ ટી-શર્ટ શબ્દો અને પ્રતિકો દ્વારા ભારતીય થીમને દર્શાવે છે. જેઓના હૃદયમાં દેશપ્રેમ છલકાતો હોય તેઓ રાષ્ટ્રઘ્વજમાં રંગે રંગાયેલા અને ‘કમ ટુ ઇન્ડિયા. ૧ બિલીયન પીપલ કાન્ટ બી રોંગ’ જેવા સંદેશા લખેલા ટી-શર્ટ પહેરે છે. તે ઉપરાંત તંત્ર ટી-શર્ટમાં ‘૯૯ પર્સેન્ટ પોલીટીસીયન ગીવ રેસ્ટ અ બેડ નેમ’, ‘ઝીરો ઇઝ ઇન્ડિયાઝ કન્ટ્રીબ્યુશન ટુ ધ વર્લ્ડ ઑફ મેથેમેટિક્સ’ જેવા લખાણ લખેલા હોય છે.
ઘણા શાળાએ જતાં વિદ્યાર્થીઓ તેમના શાળાના દિવસો યાદ રાખવા શાળાનું નામ, શાળાનું ગીત કે શાળાનું પ્રતિક ટી-શર્ટ પર ચિતરાવે છે. તે જ પ્રમાણે કોલેજીયનો તેમના મિત્રવૃંદની યાદ તાજી રાખવા મિત્રોનો ગુ્રપ ફોટો ટી-શર્ટ પર છપાવે છે. આ ટી-શર્ટ તેઓ જીવનભર જાળવી રાખે છે. કેટલીક શાળા તથા કોલેજો આ પ્રકારના ટી-શર્ટ બહાર પાડે છે.
હોલિવૂડ કે બોલિવૂડના કલાકારોના ચાહકો તથા ક્રિકેટ પ્રેમીઓ તેમની મનગમતી સેલિબ્રિટીના ફોટા ટી-શર્ટ પર રાખે છે. આ પ્રકારના શાહરૂખાન, સલમાન ખાન, સૈફ અલી, પ્રિટી ઝિન્ટા, રાની મુખર્જી, ઐશ્વર્યા રાય, સચીન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્રવિડ જેવી સેલિબ્રિટીના ફોટાવાળા ટી-શર્ટ ફેરિયાઓ વેચતાં હોય છે. જ્યારે મોટા સ્ટોરમાં મેડોના, માઇકલ જેક્સન કે બ્રિટની સ્પીઅર્સ જેવી આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીના ચહેરા જોવા મળે છે.
બજારમાં ટી-શર્ટની અનેક વેરાયટી મળે છે. પરંતુ ખરેખર, તમારી પાસે થોડો સમય, કલ્પના શક્તિ અને આવડત હોય તો તમે પણ રંગ અને બ્રશ લાવીને મનગમતું પ્લેન ટી-શર્ટ ખરીદીને તેના પર સુંદર ડિઝાઇન કરી શકો કે લખાણ લખીને તેને આગવું બનાવી શકો છો.

 

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved