Last Update : 24-April-2012, Tuesday

 
પિતા બન્યા પછી પણ ‘કામ’ગરા રહેતા પતિઓ!
 

ઓફિસેથી પાછી ફરી હીના પોતાના બાળકને ઘોડિયાઘરમાંથી લઈને ઘેર આવી હતી. આવીને પહેલાં તો તેણે બાળકનાં કપડાં બદલાવ્યાં, પછી તેને દૂધ પિવડાવ્યું. પછી પોતે કપડાં બદલી રસોડામાં ગઈ. પાણી આવી ગયું હતું. એઠાં વાસણોનો ખડકલો પડ્યો હતો. રાતના ભોજનની તૈયારી પણ કરવાની હતી. તે વાસણ ઘસીને લોટ બાંધવા બેઠી, ત્યાં તો મુન્નો રડવા લાગ્યો. તેણે ગોદડી પલાળી હતી. ત્યાં જ બારણે ટકોરા પડ્યા. તેણે ઝડપથી બારણું ખોલ્યું, તો સામે જ પતિ રોહિત ઊભો હતો.
રોહિતે તો અંદર પેસતાંની સાથે જ હીનાને આલંિગન આપવાનું વિચાર્યું હતું અને તેની ઇચ્છા હતી કે હીના તેનું હસીને સ્વાગત કરે, પ્રેમથી આવકારે, પણ હીનાને તો સમય જ ક્યાં હતો? આ બાજુ મુન્નો રડતો હતો, બીજી બાજુ તેના હાથ લોટવાળા હતા.તેણે દોડીને ગેસ બંધ કર્યો, હાથ ધોયા અને ભીની ગોદડી બદલવા જતી રહી.
રોહિત ખિન્ન થઈ ગયો. તે પત્ની પર ગુસ્સે થઈ ગયો., ‘‘તને તો મારી પડી જ નથી. પોતાના કામમાંથી જ ઊંચી નથી આવતી. બધાં માટે સમય હોય છે, ફક્ત મારા માટે નથી. મારી પાસે બેસવાનો અને વાતો કરવાનો તો તને સમય જ નથી મળતો.’’
શરીર મનથી થાકેલી હીના પતિનાં આવાં મહેણાં લગભગ દરરોજ સાંભળીને રડવા જેવી થઈ હતી. વધારે પડતી તાણને પરિણામે બંને વચ્ચે ઝઘડો પણ થઈ જતો. ક્યારેક તો હીના છૂટાછેડાની વાત પણ વિચારી લેતી.
ફક્ત હિના જ નહીં, આવી કેટલીય પત્નીઓ હશે જે પતિના આવા વ્યવહારથી દુઃખી હોય. આવા પતિ પત્ની પર નિર્ભર રહે છે અને સાથે સાથે પત્ની તરફથી ઘણીબધી અપેક્ષાઓ પણ રાખતા હોય છે. તેઓ પત્નીનું ઘ્યાન હંમેશાં પોતાની તરફ જ રહે તેવું ઇચ્છતા હોય છે. એક રીતે તો પત્ની જ તેમની દુનિયા હોય છે, જેમાં તેમનો પ્રેમ, ઇચ્છાઓ અપેક્ષાઓ અને જીવનની બધી જરૂરિયાતો સમાઈ જાય છે. તેઓ પોતાની દરેક વાત પત્નીને જણાવવા ઇચ્છે છે અને પત્ની તેમની વાતો ઘ્યાનથી સાંભળે તેવી અપેક્ષા રાખતા હોય છે.
વળી પત્ની પણ તેમને પોતાની બધી વાતો કહે, હંમેશાં પ્રેમભર્યો વ્યવહાર કરે અને સેક્સમાં ભલે તેનું મન હોય કે ના હોય પણ પૂરતો સાથ આપે, એવું ઇચ્છે છે. આવા સમયે જો પત્નીનું ઘ્યાન તેમની તરફથી જરાય ખસે અથવા બીજી તરફ દોરાય તો એમનું દિલ તૂટી જાય છે. તે તરત જ એવું વિચારવા લાગે છે કે તેમની પત્ની તેમના તરફ જરા પણ ઘ્યાન નથી આપતી. એને તેમની સાથે વાત કરવામાં રસ નથી. વળી એ પહેલાં જેટલો પ્રેમ પણ નથી કરતી, પત્ની પાસે પતિ માટે સમય જ નથી વગેરે વગેરે. પરંતુ પત્ની પાસેથી દરેક પ્રકારની આશા રાખતા પતિ ક્યારેક પત્ની માટે મુસીબત ઊભી કરે છે.
ઘણી પત્નીઓ પતિના આવા વર્તનની ફરિયાદ કરે છે અને ક્યારેક તો કંટાળીને સંબંધ કાપી પણ નખે છે, પરંતુ રોકકળ કરવાથી, ફરિયાદ કરવાથી કે પતિ સાથેના સંબંધ કાપી નાખવાથી આ સમસ્યાનું સમાધાન નથી થતું.
ખરેખર તો નવાં નવાં લગ્ન થયાં હોય, ત્યારે શરૂઆતનાં દિવસોમાં જ આકર્ષણ રહે છે. બંને પાસે એકબીજા માટે પૂરતો સમય પણ હોય છે. બંને એકબીજાની વાતો સાંભળતાં કલાકો ગાળે છે. તેઓ એકબીજાના પ્રેમ અને ઘ્યાનમાં ખોવાયેલા રહે છે. તેમને સમયનું ભાન જ નથી રહેતું. પત્ની પતિની નાની નાની વાતોનું પણ ઘ્યાન રાખે છે. તેના ખાવા-પીવા, કપડાં વગેરેનું ઘ્યાન રાખે છે. જ્યારે પતિ તેની સાથે પ્રેમથી વાતો કરતો હોય છે, ત્યારે તેને પતિનું સાંનિઘ્ય છોડી રસોડામાં જઈ રસોઈ બનાવવાનું પણ મન થતું નથી કે કોઈ પણ બહારનું કામ કરવાનું પણ મન થતું નથી. પરંતુ લગ્નની શરૂઆતમાં જે વાતો એકબીજાને બહુ સારી લાગતી હોય, તે ધીમે-ધીમે ઓછી ગમવા લાગે છે અને સમય જતાં તો એ વાતો તેમને અસહ્ય લાગે છે. સુશીલની હસીહસીને કવિતા સંભળાવવાની આદતથી સીમા પહેલાં તો બહુ પ્રભાવિત થઈ જતી હતી. ત્યાં સુધી કે તે પોતાનું જરૂરી કામ છોડીને પણ સુશીલની કવિતા સાંભળવા બેસી જતી, પણ ત્યારની વાત જુદી હતી. બંને પાસે એકબીજાને સાંભળવાનો પૂરતો સમય હતો, નવું નવું આકર્ષણ હતું, પરંતુ બાળકો થયા પછી સીમાને માટે સુશીલની કવિતા સાંભળ્યા કરવી અસંભવિત હતી. ઘર અને બાળકોનું કામ વધી ગયા પછી પતિ માટે પૂરતો સમય ફાળવવો એ તેના હાથની વાત નહોતી. એ જ્યારે પણ પોતાનું કામ ઝડપથી પતાવી રહી હોય, ત્યારે સુશીલ પોતાની નવી કવિતા અન ઓફિસની વાતો સંભળાવવા બોલાવતો. તે ઇચ્છતો કે સીમા ઘરનું બઘું કામકાજ છોડી તેની પાસે બેસી રહે, તેની વાતો સાંભળે અને પોતાની સંભળાવે.
જો સીમા એનું કહ્યું ન માને તો તે ગુસ્સે થઈ જતો. થાક, ઘરકામ, વધતી જતી જવાબદારી, આ બધાને પરિણામે સીમા તેની વાત ન સાંભળે તેથી નારાજ થઈ તે તેની સાથે બોલવાનું બંધ કરી દેતો. રાત્રે થાક અને ઊંઘના કારણે સીમા સેક્સ સંબંધોને નકારતી, પરિણામે સુશીલ ઉદ્વિગ્ન રહેવા લાગ્યો અને બંને વચ્ચે જોરદાર ઝઘડા થવા લાગ્યા. છેવટે તેમનું લગ્નજીવન કડવું ઝેર જેવું બની ગયું.
દરેક પત્નીએ સમજી લેવું જોઈએ કે જો એનો પતિ હંમેશાં પત્નીનો પ્રેમ ઝંખતો હોય, તો એમાં પતિનો કોઈ દોષ નથી. એ તો પત્ની માટે પ્રસન્નતા અને ગૌરવની વાત છે કે પતિ ફક્ત એનો જ પ્રેમ ઝંખે છે, ક્યાંય બહાર ભટકતો નથી. તેને સાહજકિતાથી લો. પતિની હંમેશની હાજરીથી કંટાળશો નહીં. એ વાત સાચી કે લગ્નની શરૂઆતમાં તમે પતિ પ્રત્યે વઘુ ઘ્યાન આપી શકતાં હતાં, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વળી જવાબદારી તથા કામનો બોજો વધી ગયો છે, બાળકો છે, પતિ સાથેના વ્યવહાર ઉપરાંત ઘરનાં બીજાં જરૂરી કામ પણ છે. આથી તમે પતિને બદલાયેલી પરિસ્થિતિની જાણ કરો, જેથી તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ ઘર અને પત્ની માટે પણ વિચાર કરે.
એનાં કરતાં પણ વધારે સારું તો એ જ છે કે શરૂઆતથી જ તમે તમારા પતિને તમારા પર જ નિર્ભર ન બનાવી દેશો. તેના પોતાનાં નાનાંમોટાં કામ જાતે કરવા પ્રેરો. ઘરનાં નાનાંમોટાં કામોમાં મદદ કરવાની આદત પાડો. આથી તમને ઘણી રાહત મળશે, તમારો સમય બચશે અને તમે તમારા પતિ તરફ વઘુ ઘ્યાન આપી શકશો.
પતિનું ઘ્યાન રાખી, તેને સમય અને સાંનિઘ્ય આપવાની પૂરતી કોશિશ કરો. વધારે પડતી તકલીફ હોય, તો બંને સાથે મળી ચર્ચા-વિચારણા કરી વચ્ચેનો રસ્તો કાઢો, જેથી તમારી બંનેની ઇચ્છા સંતોષાય. રાત્રે પણ સ્વસ્થ રહેવાની કોશિશ કરો અને થાક કે અનિચ્છા હોય, ત્યારે તેને યોગ્ય રીતે પ્રદર્શિત કરો.
દરેક પતિએ સમજવું જોઈએ કે લગ્ન પછીના શરૂઆતના દિવસોની વાત જુદી હતી. હવે સમય બદલાઈ ગયો છે. આવી સ્થિતિમાં જો પતિ પત્ની પાસેથી એવી આશા રાખે કે તે બઘું જ કામ છોડીને ફક્ત પતિની સાથે બેસી રહે, તેની સાથે જ વાતો કર્યા કરે, તેની આગળ-પાછળ આંટા મારતી રહે, તો શું આ ખરેખર સંભવિત છે? ખાસ કરીને જ્યારે ઘરમાં બાળકો હોય ત્યારે શું પત્ની એવું ઇચ્છશે કે બાળકોને રડતાં મૂકીને તે પતિને પ્રેમ કરવા જાય? આવી પરિસ્થિતિમાં તમારી જાતને મૂકી જોજો. પછી તમને વાસ્તવિક્તાનો અનુભવ થશે.
સવિતા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved