Last Update : 24-April-2012, Tuesday

 
સુંદર અને સુઘડ રસોડું
 


આજે દોડધામના જમાનામાં ગૃહિણીઓ પાસે પોતાના કિચનને ટિપટોપ રાખવાનો ફાજલ સમય જ નથી હોતો. ઘણી મહિલાઓની રસોઇ સ્વાદિષ્ટ બનતી હોય છે પરંતુ તેના રસોડાને જોઇને ચીતરી ચડતી હોય છે.રસોડામાં ચારેકોર સામગ્રીઓ વેરવિખેર પડી હોય, રસોડાના પ્લેટફોર્મ પર ખાવાનું ઢોળાયું હોય, રાંધતી વખતે વળી કાંઇક ચૂલા પર ઊભરાયેલું પડ્યુંં હોય. આવું રસોડું જોઇને ખાવાનું મન ન થાય તે સાચું પરંતુ આવું રસોડું હાઇજનિક પણ નથી હોતું.અસ્વચ્છતાને કારણે માખી-મચ્છરનો ઉપદ્રવ તેમજ ઝીણાં વાંદા પણ થાય છે. તેથી કિચનને સુઘડ રાખવું જરૂરી છે.
રસોડાની રચના વ્યવસ્થિત હોય તો રસોડામાં કામ કરવાનો તેમજ તેની સાફ-સફાઇ કરવાનો પણ આનંદ આવે છે. અને તેથી જ જૂના ઘરમાં કિચનનું રિનોવેશન કરાવતી વખતે કે પછી નવા ઘરમાં કિચન બનતું હોય ત્યારે જ આવશ્યકતા અનુસાર ઘ્યાન આપવું જોઇએ.
કિચન બનાવતી વખતે ઘ્યાનમાં રાખવા લાયક બાબતો
પરિવાર સંયુક્ત છે કે સંિગલ તે પ્રમાણે કિચન હોવું જોઇએ.
કિચન મોડ્યુલર જોઇએ છીએ કે સંિપલ તે નો નિર્ણય પહેલાથી લેવો.
બજેટ અનુસાર જ કિચનની રૂપરેખા તૈયાર કરવી. સામાન્ય રીતે રૂા. ૨૫૦૦૦ થી લઇ ૭૫૦૦૦ના ખર્ચ થતો હોય છે.
કિચનના ફ્‌લોર અને દિવાલ પર પહેલાથી જ ટાઇલ્સ તથા પત્થર લગાડવા જેથી તેને સફાઇમાં વઘુ સમય લાગે નહીં તેમજ તેની સુંદરતા પણ વધી જાય છે. બજારમાં વિવિધ પ્રકારની ટાઈલ્સ બજેટ અનુસાર સરળતાથી મળી જાય છે.
સ્ટોરેજ તથા અન્ય વ્યવસ્થા
રસોડામાં માસિક કે વાર્ષિક સામાન ભરવા માટે સ્ટોરેજની વ્યવસ્થા યોગ્ય રીતે હોવી જોઇએ. એમ ન હોય તો રસોડું અવ્યવસ્થિત દેખાય છે.
કિચન સુંદર અને વ્યવસ્થિત રહે, તેના માટે કિચનમાં વધારેમાં વધારે સ્ટોરની વ્યવસ્થા હોવી જોઇએ.
કિચન સુંદર અને વ્યવસ્થિત રહે તે માટે કિચનમાં કુદરતી પ્રકાશ વ્યવસ્થા હોય તો ઉત્તમ છે. અને તેનાથી વીજળીનો ખર્ચ પણ ઓછો આવે છે અને કિચન જીવાણુરહિત રહે છે.
કિચનમાં કુદરતી ઉજાસ પૂરતો ન આવતો હોય તો લાઇટની વ્યવસ્થા બરાબર કરવી.
રસોડામાં હવાની અવરજવર હોવી જોઇએ. જેથી રસોઇની વાસ રહે નહીં. તે માટે જો પૂરતા બારી-બારણાં કે વેન્ટિલેટર ન હોય તો એક એકઝોસ્ટ ફેન નખાવી દેવો.
રસોડાના પ્લેટફોર્મ પર ગ્રેનાઇટ તેમજ દીવાલ પર ટાઇલ્સ બેસાડવાથી સાફ કરવામાં સરળતા રહેતી હોવાથી ચોખ્ખાઇ રહે છે. તેમજ તેના પર જલદી ઘસરકા પણ પડતા નથી. અને તેની આવરદા પણ વધે છે.
સ્વચ્છતા
કિચનની સફાઇમાં દીવાલ પર લાગેલી ટાઇલ્સ મહત્વપૂર્ણ રોલ નિભાવે છે. તેથી ઊચ્ચગુણવક્તાયુકત ટાઇલ્સ લગાડવાથી જલદી સાફ થઇ જાય છે.
રસોડામાં પાણીની વ્યવસ્થા કાર્યશૈલી અનુસાર હોવી જોઇએ. પાણીના નિકાસની વ્યવસ્થા વ્યવસ્થિત હોય તો રસોડું સાફસુથરું રહે છે.
સિન્ક સ્ટીલનું હોય તો સાફ જલદી થઇ જાય છે.
કિચનના કેબિનેટનું લાકડું પણ વોટરફ્રુફ હોય તો સડી જતું નથી. તેમજ ટરમાઈટ પ્રુફ બનાવ્યું હોય તો ઝીણાં વાંદા કે અન્ય જીવાતનો ઉપદ્રવ પણ થતો નથી.
રસોડાને કીટાણુમુક્ત રાખવાપેસ્ટ કન્ટ્રોલ કરાવવું જોઇેએ.
સુરેખા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved