Last Update : 24-April-2012, Tuesday

 

આગઝરતા ઉનાળામાં શીતળ રહેવાના ઉપાય

 

ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે, ઘડીક ઠંડક આપતા ફળોનો સહારો લે છે તો વળી ઠંડક પ્રાપ્ત કરવા એરકન્ડિશન્ડની સહાય લે છે. ધોમધખતો તાપ તો ઘરમાં બેઠેલાને પણ અકળાવી દે છે, એટલું જ નહીં રાતની નંિદ્રા પણ હણી લે છે. પરિણામે દિવસના કોઈ કામ કરવાનું મન થતું નથી. ઉનાળામાં થતી સમસ્યાથી છૂટકારો પામવા રહેણીકરણીમાં થોડો ફેરફાર કરવાથી તાજગી અનુભવાશે તથા રાતના પણ ઘસઘસાટ નંિદ્રા માણી શકાશે.
સવારે ગરમી અકળાવવા લાગે કે, સવારની તાજી હવામાં થોડીવાર ટહેલવા નીકળી પડો અથવા તો આસપાસના બગીચા કે લોેનમાં લીલાછમ ઘાસમાં ઉઘાડા પગે થોડીવાર ટહેલી લેવું સાથે સાથે ઊંડા શ્વાસ લેવા તથા છોડવાથી શરીર હળવું થઈ તાજગી અનુભવશે.
બપોરના સૂર્યના આકરા કિરણો આગ ઓંકતા હોય ત્યારે ઘરના બારી-બારણા બંધ કરી કુલરની ઠંડી હવામાં આરામદાયક સ્થિતિમાં બેસી કોઈ સામાયિક અથવા પુુસ્તક વાંચવુ અથવા વિડિયોસીડી પર મનપસંદ ફિલ્મ જોઈ લેવી.
સખત તડકાથી રક્ષણ પામવા બારી-બારણાં પર જાડાં પડદા લગાડી થોેડીવાર ઘરમાં અંધારુ કરવાથી ઠંડક પ્રાપ્ત થશે તથા આંખને પણ રાહત મળશે.
એકના એક કામથી કંટાળી ગયા હો તો સમય પસાર કરવા ઘણા વખતથી અઘૂરું પડી રહેલ કાર્ય અથવા તો નવું કાર્ય શરૂ કરવાથી તન- મનને વ્યસ્ત કરી દો.
રેડિયો અથવા તો મ્યુઝિક સિસ્ટમ પર મઘુરુ સંગીત સાંભળવાથી મન આનંદમાં રહેશે. સાંજે પતિ, બાળકો કે સહેલીઓ સાથે ગાર્ડનમાં ફરી આવો અથવા મનગમતી ખરીદી કરી આવો.
સાંજે પાણીમાં બે-ત્રણ ટીપા યૂડી કોલોનના નાખી સ્નાન કરવાથી તાજગી અનુભવશો.
ઘરના કામમાં ચિત્ત ચોટતું ન હોય, આળસથી ઘેરાઈ ગયા હો અને બેચેની જણાતી હોય તો નર્વસ થવાની જરૂર નથી કામ તો બીજે દિવસે પણ થશે. મિત્રો કે અંગત સંબંધીને ત્યાં જઈ ગપ્પા મારો અથવા તો પત્ર લખવા બેસી જાવ. આમ કરવાથી ખરેખર તન-મન ટાઢક અનુભવશે.
ઘરમાં એકલા છો. આકરા તાપથી બહાર જવાની હંિમત નથી થતી શું કરવું એવા પ્રશ્નથી મન મુંઝાયા કરતું હોય તો દિવાનખંડ કે બેડરૂમના ફર્નિચરનંું સ્થાન બદલી નાખવાથી ઓરડા નવા ટીપશે.
રૂના પેડ અથવા કોટનના પેડ ગુલાબજળમાં બોળી નીચોવી આંખો પર મૂકી શાંતિથી સૂઈ જાવ. આંખને ઠંડક મળશે. અને રાહત અનુભવાશે.
રાતના સૂતી વખતે ઢીલાં સુતરાઉ કપડાં પહેરવા જેથી સરળતાથી હવાની અવરજવર થવાથી શરીરને આરામ મળશે.
પથારી બિછાવવાની ચાદર સુતરાઉ હોવી જરૂરી છે. ફેન્સી રેશમી, સેટિન અથવા ટેરિકોટનની ચાદરોનો ઉપયોગ ન કરશો.
શક્ય હોય તો ચાદર તથા ગાદલાની વચ્ચે પાતળા રૂનું પેડ બિછાવી દેવાથી પથારી ઠંડી રહેશે.
ગરમીનું પ્રમાણ વઘુ પડતું હોય તો ચાદર પર પાણી છાંટવાનો સંકોચ ન રાખો. પછી ઓછી ભીની ચાદરથી ઠંડક લાગશે. હા, પરંતુ શરદીનો ભોગ બનતી વ્યક્તિઓએ આ નુસખો કરવો નહીં.
ગાઢ નંિદ્રામાં હો અને અચાનક વીજળી જતી રહે તો માનસિક રીતે અકળાઈ ન જાવ. ઘરનાં બારી-બારણાં ખોલી નાખો સૂતાં સૂતાં શાંત ચિત્તે પહાડ કે ઠંડક ભરેલા વાતાવરણની યાદમાં ખોવાઈ જાવ.
બેડરૂમમાં હવાની અવરજવરનો બંદોબસ્ત વ્યવસ્થિત હોવો જરૂરી છે. તેથી વીજળી જતાં, કુલર કે એરકન્ડિશનર બગડતાં બેચેની ઓછી અનુભવાય.
વોટરકૂલરમાં મનપસંદ કુદરતી અત્તરના થોડાં ટીપા નાખી દો. મધમધતા બેડરૂમમાં શાંતિની નંિદ્રા આવી જશે તેમાં શંકાને સ્થાન નથી.
સુતાં પહેલાં ભારી ભોજન ન કરવું જેથી સૂતી વખતે પેટ તથા છાતીમાં બળતરાની ફરિયાદ ન રહે.
જમ્યાબાદ આઈસ્ક્રીમની બદલે ફળ ખાવા. આઈસ્ક્રિમમાં સમાયેલ કેલેરી શરીરના તાપમાનને વધારે છે.
સૂતાં પહેલાં દારુ ન પીવો. શરાબ શરીરમાંના પાણીની કમી કરી રૂક્ષતા ઉત્પન્ન કરે છે.
શરબત પીવાનંું મન થાય તો ખસ અથવા તરબૂચના રસનું કુદરતી દ્રવ્ય જ પીવું ઠંડક અને તાજગીથી ભરપૂર આ પીણા ગરમીમાં રાહત અપાવે છે.
સૂતાં પૂર્વે સ્નાન કરી લેવાથી શરીર ઠંડક તથા તાજગી અનુભવશે જેથી ગાઢ નંિદ્રામાં સરી જવાશે.
હથેળી અને પગના તળિયામાં કાચી દૂધી ખમણી લગાડવી થોડીવાર બાદ ધોઈ નાખવાથી ઠંડક પ્રદાન થવાથી ઊંઘ સારી આવશે.
વારિણી

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved