Last Update : 24-April-2012, Tuesday

 
ટેન્શનથી તરડાતું દાંપત્ય
 

આપણા દેશમાં છૂટાછેડાના કિસ્સા વધતા જાય છે. ગુજરાતી સમાજ પણ આમાં પાછળ નથી. શહેરની અતિ વ્યસ્ત જંિદગી પણ જાણે અજાણે પતિ-પત્નીના સંબંધમાં તિરાડ પાડવામાં કારણભૂત બને છે. સાસરિયાનો ત્રાસ કે દહેજનો પ્રશ્ન કે પતિ અથવા પત્નીના આડા સંબંધો પછી જો છૂટાછેડા માટેનું સૌથી મોટું કારણ હોય તો ભાગદોડ ભરી જંિદગીને કારણે પેદા થતી માનસિક તાણ છે. આવી તાણનો જો સમયસર ઉપાય ન કરવામાં આવે તો લગ્નજીવન ખોરંભે ચઢે છે અને તેનો અંત છૂટાછેડામાં જ પરિણમે છે.
સુષમા અને સુકેતુ (નામ બદલ્યા છે) નો જ દાખલો લઈએ. સુકેતુ મહેતા અને સુષમા નાણાવટીએ ૧૯૯૦માં લવ-મેરેજ કર્યા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટ સુકેતુ લગ્ન સમયે સારી કંપનીમાં નોકરી કરતો હતો. સુષમા તેની ઓફિસની બાજુની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર હતી. હાય-હલ્લોનો સંબંધ પ્રણયમાં પરિણમ્યો અને છેવટે બંને પરણી ગયા. સુકેતુના માતા-પિતા રાજકોટ સેટલ હતા. આથી દક્ષિણ મુંબઈના આલીશાન ફ્‌લેટમાં આ યુગલ એકાંત માણી શકતું હતું. લગ્ન પછી સુષમાએ સર્વિસ ચાલુ રાખી. ૧૯૯૧માં સુષમાને બેબી આવી. સુકેતુ તેને નોકરી છોડવા દબાણ કરતો રહ્યો પરંતુ સુષમાએ પોતાની જીદ છોડી નહીં. આખરે બેબીની સંભાળ માટે એક પ્રૌઢ ગુજરાતી મહિલા મળી ગયા. સુકેતુ પણ હવે સુષમાને નોકરી છોડવાનો આગ્રહ કરતો નહિ. પરંતુ ૧૯૯૨માં શેરબજારમાં જબરજસ્ત તેજી આવી ત્યારથી જાણે સુકેતુ-સુષમાના જીવનમાં મોટી ઉથલ-પાથલ થઈ. સુકેતુએ નોકરી છોડીને શેરબજારમાં સબ-બ્રોકરશીપ લીધી. સુકેતુના સારા સંપર્કોને કારણે કામ સતત વધવા લાગ્યું. હવે તે પત્ની અને બાળકી માટે વઘુ સમય ફાળવી શકતો નહિ. રવિવારે પણ ક્લાયન્ટોના ફોન સતત ચાલુ જ રહેતા. આવક વધી પરંતુ શાંતિ હણાઈ ગઈ. અઘૂરામાં પૂરું સુકેતુએ જે પાર્ટી પર વિશ્વાસ મુકી લાખોનો સોદો કર્યો હતો તે પાર્ટી ભીડમાં આવી પડી. સુકેતુ -સુષમાની બધી જ બચત એક ઝાટકે ધોવાઈ ગઈ. આને કારણે પેદા થઈ જબરજસ્ત માનસિક તાણ. નાની નાની વાતમાં સુષમા-સુકેતુના ઝઘડા વધવા લાગ્યા. એક તબક્કે તો સુષમા કેટલાંક દિવસો માટે પિયરે પણ ચાલી ગઈ હતી.
કેટલાંક ‘હિતેચ્છુ’ ઓએ છુટાછેડાની સલાહ પણ આપી. પરંતુ નસીબજોગે સુકેતુના એક વડીલે મામલો સંભાળી લીધો. તેની મઘ્યસ્થીને કારણે સુષમા ફરી સાસરે આવવા તૈયાર થઈ. સુકેતુએ ધંધો સમેટી લીધો અને ફરી સારી કંપનીમાં નોકરીએ ચઢી ગયો. બેબીની પિયરમાં કે સાસરામાં અગાઉ આવી તકલીફ ક્યારેય ઊભી થઈ નહોતી. આ સમસ્યાને હલ કરવાને બદલે અમે એકબીજા પર દોષારોપણ કરવા માંડ્યા. છેવટે કંટાળીને હું માવતરે જતી રહી. એ તો સારંું થયું પેલા વડીલે મઘ્યસ્થી કરી નહિ તો અમારું લગ્નજીવન ચોક્કસ ભંગાણને આરે હતું. સાસરે પાછી ફરીને રાત્રે અમે બંનેએ સવારના સાડા પાંચ વાગ્યા સુધી બેસીને પુષ્કળ વાતો કરી. અમારા
બંને વચ્ચે આવી તિરાડ કેમ ઊભી થઈ એના કારણોની શાંતિથી છણાવટ કરી. મારી નોકરી સુકેતુને પસંદ નહોતી અને મને તેનો શેરબજારનો ધંધો પસંદ નહોતો. આખરે અમે બંનેએ એકબીજાની ઈચ્છાને માન આપવાનું નક્કી કર્યું અને સમસ્યા આપોઆપ સુલઝી ગઈ. અમારા જેવી સમસ્યા ધરાવતા યુગલોને હું સલાહ આપીશ કે ઉતાવળમાં આવીને કોઈ નિર્ણય કરવો નહિ. સમસ્યાના મૂળ સુધી પહોંચીને શાંતિથી વિચાર કરતા ઉકેલ જરૂર મળી આવશે.’’
મુંબઈમાં સુષમા-સુકેતુ જેવા અનેક યુગલો મળી આવશે. પણ શું બધા જ યુગલો આવી રીતે તેમની વચ્ચેના મતભેદો દૂર કરી શકતા હશે! એક વાત તો ચોક્કસ છે કે ઠંડા દિમાગથી પતિ-પત્ની એકમેકની દ્રષ્ટિથી સમસ્યાને ચકાસવાનો પ્રયાસ કરે તો ઉકેલ જરૂર હાથ લાગે. સૌથી પહેલા તો તેમણે પોતાના સુખી દિવસો યાદ કરવા જોઈએ. ત્યારબાદ સંબંધોમાં તિરાડ પડવાના નાનામાં નાના કારણોનું લિસ્ટ બનાવવું જોઈએ. બંનેના મતભેદોને પણ એમાં સ્થાન મળવું જોઈએ. ત્યારબાદ બંનેએ પોતપોતાની રીતે એ સમસ્યાના ઉકેલ લખીને એકમેકને બતાવવા જોઈએ. બંને એકબીજાના ઉકેલ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને પોતાની માગણીમાં થોેડી છૂટછાટ મુકે તો સંબધો ફરી હુંફાળા થઈ શકે એમા ંશંકા નથી.
પતિ અને પત્નીમાંથી કોઈપણ એક વ્યક્તિ જો કોઈ કારણોસર ચંિતાગ્રસ્ત હોય અને બીજી વ્યક્તિ તેની લાગણી સમજી ન શકે તો સંબંધોમાં તિરાડ પડતા કોઈ બચાવી શકતું નથી. માનસિક શક્તિ ચંિતાનો સામનો કરવામાં જ ખલાસ થઈ જાય છે. અને પરિવારના સભ્યો માટે હુંફાળી લાગણી બચતી નથી. આવા સમયે એકલતાની લાગણી સતાવે છે.
વારંવાર ક્રોધ ચઢે છે અને કુટુંબીજનો સાથે શાબ્દિક ટપાટપી પણ થઈ જાય છે. ખાસ કરીને યુગલોના સંબંધોમાં આની ઘેરી અસર પડે છે. રૂપાલી અને કુણાલનો દાખલો અહીં ટાંકવો યોગ્ય રહેશે. લગ્ન બાદ રૂપાલીને અનુસ્નાતકનું ભણતર કોઈ પણ ભોગે પૂરું કરવું હતું જ્યારે કુણાલ પત્નીની ઈચ્છા સાથે સંમત થઈ શકતો નહોતો. છવેટે જીદ્દી સ્વભાવની રૂપાલી પાસે તેણે ઝૂકવું પડ્યું. પરંતુ રૂપાલીના ભણતર દરમિયાન જ તેને બાબો આવ્યો. રૂપાલીનું એક વર્ષ બગડ્યું તેથી તે મનમાં સતત મુંઝાયેલી અને ઘુંધવાયેલી રહેતી હતી. એ તો એના સમજદાર સાસુ મામલો સમજી ગયા અને બાબાને સંભાળવાની જવાબદારી સ્વીકારી લીધી જેથી રૂપાલી પોતાનો બાકીનો અભ્યાસ આસાનીથી પૂરો કરી શકી. છતાં પણ આ ત્રણ વર્ષો દરમિયાન એક પણ દિવસ એવો નહોતો વિત્યો કે જે દિવસે રૂપાલી અને કુણાલ વચ્ચે બોલાચાલી થઈ ન હોય પરંતુ રૂપાલીના સાસુએ ખૂબ જ કુશળતાથી આ પળો સંભાળી લીધી હતી. પરંતુ દરેક યુગલ આવા વડીલો હોવા માટે નસીબદાર નથી હોતું. રૂપાલી કહે છે, ‘‘અમે ખરેખર લકી છીએ કે મમ્મીએ અમારી સમસ્યા સમજીને શાંતિથી કામ લીઘું. મારી બીજી કોઈ સાસુ હોત તો અમારા છૂટાછેડા લગભગ નક્કી જ હતા. તમે નહિ માનો પણ જ્યારથી હું અનુસ્નાતક થઈ છું ત્યારથી આજ સુધી કુણાલ સામે એક પણ વખત ઝઘડી નથી.’’
કામીની અને શૈલેષનો કિસ્સો થોડો જુદો છે. તેઓ ૩૫ વર્ષની વય વટાવી ગયા બાદ પરણ્યા હતા. શૈલેષનો ઈમ્પોર્ટ લાઈસન્સનો નાનકડો ધંધો હતો. કામીની એક નાની કંપનીમાં ક્લર્કની નોકરી કરતી હતી. શૈલેષના પરિવારમાં ફક્ત તેના વૃઘ્ધ પિતા હતા અને એ પણ શૈલેષના લગ્નના ત્રીજા જ મહિને અવસાન પામ્યા. શૈલેષની સંિગલ રૂમમાં મોકળાશ જરૂર વધી પરંતુ અનુભવી વડીલનું છત્ર તેમણે ગુમાવ્યું હતું. વળી ઉદારીકરણની નીતિને કારણે શૈલેષનો ધંધો પણ દિવસે દિવસે ઘસાતો જતો હતો. કામીની લગ્ન બાદ નોકરી છોડવા માગતી હતી. પરંતુ ઘરના આર્થિક સંજોગોએ તેને નોકરી ચાલુ રાખવાની ફરજ પાડી. જોકે પ્રસૂતિ દરમિયાન કામીનીએ ચાર મહિનાની રજા તો લેવી જ પડી. ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. કામીની-શૈલેષ વચ્ચેના ઝઘડા વધતા જતા હતા. નવજાત બાબાને ઘોેડીયા ઘરમાં મુકીને નોકરીએ જવા કામીની હરગીઝ તૈયાર નહોતી. શૈલેષને બીજો વિકલ્પ શોધવો મુશ્કેલ લાગતો હતો. દેખીતી રીતે જ આટલી મોટી ઉંમરે એકમેકને અનુકૂળ થવાનું આસાન નહોતું. છેવટે બંને જણાએ એક રાત્રે આખરી નિર્ણય લેવાનું નક્કી કર્યું. ખૂબ જ મનોમંથન બાદ નક્કી થયું કે શૈલેષ તેનો ધંધો સમેટવાની તૈયારી કરે અને કામીની નોકરી છોડી ઘરમાં જ ટ્યુશન ક્લાસીસ ચાલુ કરે. આ સ્થિતિ બાદ ઘરની ડહોળાયેલી શાંતિ સુધરવાનો કોઈ આસાર દેખાય તો ઠીક છે. નહિ તો છૂટાછેડા સિવાય કોઈ વિકલ્પ નથી એમ નક્કી થયું. કામીનીએ ક્લાસીસ શરૂ કર્યા. શૈલેષ પણ ફાજલ સમયમાં તેને મદદ કરાવવા માંડ્યો. આજે તેમનો બાબો પાંચ વર્ષનો થઈ ગયો છે અને શૈલેષ કામીની જોડી એક જાણીતા ટ્યુશન ક્લાસીસના માલિક છે. તેમની વચ્ચે આજે અગાઉ ક્યારેય નહોતો એટલો પ્રેમ છે એમ બંને કબુલે છે. ટૂંકમાં પતિ-પત્ની બંનેએ અથવા એકને સતાવતી માનસિક તાણનો ઉકેલ ઝડપથી લાવવો જ જોઈએ. અન્યથી દાંપત્ય જીવનના ખટાશ વધતી જાય છે.
જીવનની તીવ્ર માનસિક તાણની ક્ષણો
૧. પતિ, પત્ની અથવા બાળકોનું મૃત્યુ.
૨. છૂટાછેડા
૩. છૂટાછેડા લીધા વિના અલગ રહેવું.
૪. જેલવાસ
૫. કુટુંબીજનનું મૃત્યુ
૬. ઈજા અથવા માંદગી.
૭. અણગમતી વ્યક્તિ સાથે લગ્ન.
૮. નોકરીમાંથી પાણીચું.
૯. નિવૃત્તિ.
૧૦. કુટુંબીજનની તબિયતમાં અણધાર્યો ફેરફાર.
૧૧. ગર્ભાવસ્થા.
૧૨. જાતીય જીવનમાં વિસંવાદિતા
૧૩. બાળકનો જન્મ
૧૪. ધંધાની ચડતી-પડતી
૧૫. આર્થિક સ્થિતિમાં અણધાર્યો પલટો.
૧૬. નોકરી અથવા ધંધામાં ફેરફાર
૧૭. નજીકના મિત્રનું મૃત્યુ.
૧૮. કૌટુંબિક કલેશ.
૧૯. લોનના હપ્તા ચૂકવવાનું ટેન્શન.
૨૦. પતિ અથવા પત્ની સાથે મતભેદ મિટાવવાનો પ્રયાસ.માનસિક તાણને કારણે દાંપત્ય જીવનમાં પેદા થતી વિસંવાદિતા કઈ રીતે દૂર કરશો
૦ માનસિક તાણના દરેક કારણોની યાદી બનાવો અને તાણ ટૂંકા ગાળા માટેની છે કે લાંબા ગાળા સુધી ચાલશે એ નક્કી કરો.
૦ લગ્નબાદથી આજ સુધી જીવનસાથી સાથેના સંબંધમાં કયા કારણોસર કેવા ઉતાર-ચઢાવ આવ્યા હતા અને એ વખતે સંબંધો હૂંફાળા બનાવવા કયો ઉપાય લેવામાં આવ્યો હતો તેના વિશે ખુલ્લા દિલે એક ફકરો લખો. આ વખતની સમસ્યાનો ઉકેલ મોટેભાગે તમે લખેલા ફકરામાંથી જ મળી જશે.
૦ રોજની દસથી ૨૦ મિનિટ સુધી જીવનસાથી સાથે હકારાત્મક ચર્ચા (કોઈપણ જાતના ઝઘડા વિનાની) કરવાનોે નિર્ણય કરો. આ સમયગાળા દરમિયાન જીવનસાથી પર ગમે તેટલો ગુસ્સો આવતો હોય તો પણ ક્રોધ કરવાથી દૂર રહેવું.
૦ માનસિક તાણ પેદા થવાના કારણો ભવિષ્યમાં ઉદ્‌ભવે જ નહિ એવી યોેજના બનાવો અને અમલમાં મુકો.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved