Last Update : 24-April-2012, Tuesday

 
તમારો ફેવરિટ રંગ તમારો સ્વભાવ જણાવે છે.
 

દુનિયામાં લગભગ દરેક વસ્તુની સુંદરતા તેના રંગને કારણે છે. રંગથી જ આસપાસનું વાતાવરણ બદલાઇ જવાની અનુભૂતિ થતી હોય છે. જ્યોતિષના અનુસાર પણ રંગ માનવીના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે.
મોટા ભાગે દરેક વ્યક્તિને કોઇને કોઇ રંગ પસંદ હોય છે. કદાચ ઓછી વ્યક્તિ જાણતી હશે કે તમારો ફેવરિટ રંગ તમારો સ્વભાવ જણાવે છે.
કેસરિયો-નારંગી
કેસરિયો-નારંગી રંગ સૂર્યનું પ્રતિક છે. એ જીવનમાં નવા ઉલ્લાસ, નવી પ્રેરણા, જન્મ અને ક્રિએટિવિટીની તરફ ઇશારો કરે છે. આ રંગને પસંદ કરનારા પોતાની તરફ અન્યોને સહજતાથી આકર્ષિત કરે છે. તેમજ તે દરેક કાર્યો સમજી-વિચારીને કરે છે. કામ ટાળવાનો તેનો સ્વભાવ નથી. તેમજ તેને ડિપ્રેશન પણ જલદી આવતું નથી.
સફેદ
સફેદ રંગ શાંતિ તયા સૌન્યતા માટે છે. સફેદ રંગ પસંદ કરનારાની કલ્પના શક્તિ સારી હોય છે. એવા લોકો શાંતિપ્રિય હોય છે તેમજ ઉઘાડી આંખે શમણાં દેખનારા હોય છે.
આસમાની
આસમાની રંગ દર્શાવે છે વ્યક્તિનો આત્મવિશ્વાસ. આ રંગને પસંદ કરનારાનો સ્વભાવ ચંચળ હોય છે. આ લોકોતે લોકો ક્રોધે બરાય છે ત્યારે તેમને શાંત પાડવા મુશ્કેલ બની જાય છે.
રીંગણ
રીંગણા જેવો રંગ પસંદ કરનારા શાંત, ધાર્મિક વિચારવાળા વ્યક્તિ છે. સત્યને અનુસરનારા અને જુઠથી તેને નફરત છે. તે લોકોને અન્યો સાથે હળવુંમળવું પસંદ નથી હોતું.
કાળો
કાળો રંગ પસંદ કરનાર વ્યક્તિ અંતર્મુખી સ્વભાવની હોય છે. અને તેઓ બીજાની વાતને જલદી સમજવા તૈયાર નથી હોતા. તેમને પણઅન્યો સાથે હળવુંમળવું ગમતું નથી હોતું. તેમને ગુસ્સો જલદી આવી જાય છે. પૂરી લગન સાથે કામ કરે છે.
ભૂરો
ભૂરો રંગ નકારાત્મક ઊર્જાનો સ્ત્રોત છે. તેઓ કદી એત ચીજથી સંતુષ્ટ નથી થઇ શકતા. વારંવાર પરિવર્તન ઇચ્છતા હોય છે. ઘણા કામ એક સાથે કરવાનો પ્રયાસ કરતા હોય છે.
પીળો
પીળો રંગ પસંદ કરનાર ખુશમિજાજી સ્વબાવનો હોય છે. જોશથી કામ કરે છે. દરેક બાબતને ઝીણવટથી લે છે.
ગુલાબી
ગુલાબી રંગને પ્રેમનું પ્રતિક મનાય છે. તેથી આ રંગ પસંદ કરનાર વ્યક્તિ સૌમ્ય અને વિવેકશીલ હોય છે.
લીલો રંગ
લીલો રંગ હોય પ્રકૃતિનો. જે લોકોને લીલો રંગ પસંદ હોય છે તે લોકોને ગુસ્સો જલદી આવતો નથી. સહુ સાથે હળીમળીને કામ કરવામાં માને છે. તેઓ અંધવિશ્વાસુ હોય છે.
લાલ
લાલ રંગ પસંદ કરનારને હુસ્સો બહુ જલદી આવે છે. તે લોકો પૂરા જોશથી કામ કરનારા હોય છે. પ્રેમાળ હોય છે. નવું કામ કરવા હંમેશા તૈયાર રહે છે.
સુરેખા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved