Last Update : 24-April-2012, Tuesday

 
ઉનાળામાં ત્વચા તથા વાળની સંભાળ
 

ઉનાળાની ગરમીનો ઉકળાટ ત્વચા તથા વાળને પણ હાનિ પહોંચાડે છે તેથી આ ૠતુ દરમિયાન બન્નેની કાળજી વિશેષ બની જાય છે.
ચહેરા પર હળવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો.
શક્ય હોય ત્યાં સુધી આઇ અને લિપ મેકઅપ જ કરવો. તેમજ હળવો ફેસ પાવડર લગાડવો. તેમજ બહાર નીકળતાં પૂર્વે સનસ્ક્રિન લોશન લગાડવું.
શકય હોય ત્યાં સુધી ઓઇલ બેઝ્‌ડ ફાઉન્ડેશન લગાડવું નહીં. તેમજ રાતના સૂતા પહેલા ચહેરા પરનો મેકઅપ દૂર કરવો જરૂરી છે.
તડકામાં ખીલ વઘુ વકરે છે તેથી ફેસ મસાજ અથવા ફેસિયલથી દૂર રહેવું.
ફાયદાકારક ટિપ્સ
દરેક વખતે હાથ ધોયા બાદ હાથ પર મોઇશ્ચરાઇઝર લગાડવું. હાથ પરની વધારાની ચીકાશ દૂર કરવા ટિશ્યૂથી હાથ લૂછવા.
તડકામાં જતા પહેલાં ચહેરા તથા હાથ પર ૨૪ એસપીએફયુક્ત સનસ્ક્રિન લોશન લગાડવું.
તડકામાં ચાલતા જ જવું પડે તેમ હોય તો છાપરા નીચેે છાંયામાં ચાલો. તડકાથી માથાને રક્ષણ આપવા હેટ પહેરો અથવા તો છત્રીનો ઉપયોગ કરો.
આંખને તડકાથી રક્ષણ આપવા ઊચ્ચગુણવક્તાયુક્ત સનગ્લાસીસનો ઉપયોગ કરવો.
દિવસમાં ઓછામાં ઓછા બે વખત સ્નાન કરવું. વગર ધોયેલા કપડા બીજી વખત પહેરવા નહીં.
જૂતામાંથી પરસેવાની દુર્ગંધ દૂર કરવા તેને ખુલી હવામાં રાખવા.એકાદ-બે જોડી જોડા વધારે રાખવા જેથી તેને પણ શ્વાસ લેવાની તક મળે.
શરીરમાંથી પરસેવાની દુર્ગંધ ન આવે તેનું ખાસ ઘ્યાન રાખવું. તડકામાં બહાર નીકળવું પડે તો ડિયોડરન્ટ્‌સ અને એન્ટિ-પર્સપિરન્ટ્‌સનો ઉપયોગ કરવો.
આકરા તડકને કારણે ત્વચા પર બોઇલ્સ કે ફંગસ ઇન્ફેકશન થાય તો તરત જ ત્વચા નિષ્ણાંતની અથવા તો ફેમિલિ ડાકટરની સલાહ લેવી.
ઉનાળામાં ત્વચાને ફાયદાકારક ઘરગથ્થુ પેક
રૂક્ષ ત્વચા ઃ ઓટમિલ અને દૂધને ભેળવી ચહેરા પર ૧૦ મિનિટ લગાડી રાખવું સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો.
તૈલીય ત્વચા ઃ મુલતાની માટીમાં ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. ૧૦-૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.
ખીલયુક્ત ત્વચા ઃ મુલતાની માટીમાં ચપટી હળદર અને બરફનું પાણી ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી ૧૫-૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.
ત્વચાને ચમકીલી કરવા ઃ દહીંમાં ચપટી હળદર ભેળવી ચહેરા પર લગાડવું. ૧૫-૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.
વાળની કાળજી
ઉનાળામાં પરસેવો વળવાને કારણે વાળ ચીકણા જલદી થઇ જતા હોવાથી અઠવાડિયામાં ત્રણ વખત ધોવા તથા કંડિશનર કરવા જરૂરી છે. ખાસ કરીને રૂક્ષ વાળ હોય તો કંડિશનર અવશ્ય કરવું. હેરડાઇ કર્યા બાદ પાણીથી વાળ ધોયા બાદ ફરી શેમ્પૂથી ધોતા પહેલાં વાળમાં તેલ લગાડી ધોવાથી વાળ મુલાયમ રહે છે.
ટૂંકા વાળ હોય તો વઘુ પરસેવો વળતો નથી.
વાળની લંબાઇ ખભાથી નીચે જતી હોય તો અંબોડો વાળવો અથવા તો તેને છૂટા રાખવાને બદલે બાંધીને રાખવા.
ઉનાળામાં સ્વિમંિગ પૂલનો આનંદ સૌથી વઘુ લઇ શકાય છે. સ્વિમંિગપૂલના પાણીમાં ક્લોરિન હોવાથી રસાયણની વાળ પર આડઅસર થવાની શક્યતા રહે છે. તેથી સ્વિમંિગ કરતા પહેલાં વાળ પર શાવર કેપ પહેરવી.
ત્વચાની માફક જ વાળ પર પણ સૂર્યના યુવી કિરણોની અસર થતી હોવાથી શેમ્પૂ તથા કંડિશનર એસપીએફયુક્ત હોવું જરૂરી છે.
દહીંમાં લીંબુના રસના થોડા ટીપાં ભેળવી પેક બનાવી વાળમાં લગાડવાથી વાળને ઠંડક મળે છે.આ એક ઉત્તમ કંડિશનર સાબિત થાય છે તેમજ વાળને ખોડામાંથી છૂટકારો પણ અપાવે છે.
વારંવાર વાળને બ્લોડ્રાઇ કરવા નહીં. પાર્ટી કે કોઇ વિશેષ પ્રસંગે જ કરવા.
દિજીતા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved