Last Update : 24-April-2012, Tuesday

 
પ્રિય ખંજન
 

વ્હાલા ખંજન,
હમણાં છેલ્લે તું હોસ્ટેલથી આવ્યો ત્યારે સામાનમાં તારી સાથે તું એક બેગપેક લાવેલો. તે જાતે બજારમાં જઈને ફરી-ફરીને પસંદ કરીને એ બેગ ખરીદી હશે અને વળી કોલેજમાં એ તને ઉપયોગી પણ ખરી. બેગ ખરેખર સરસ હતી. બેગ ઉપર સખીની નજર પડી. તેણે બેગ હાથમાં લીધી ફેરવી ફેરવીને જોઈ અને પાછી મૂકી દીધી. તે પૂછ્‌યું ‘‘કેવી છે? જો ગમતી હોય તો તું રાખી લે...’’ સખી કહે ‘‘ના... ના... પછી તું ત્યાં વારંવાર બજાર ક્યાંથી જવાનો? અહીં અમદાવાદમાં બેગ મળે જ છે ને? હું તો અહીંથી લઈ લઈશ... તું બેગ લઈ જા...’’ થોડીવાર સુધી તારી અને સખી વચ્ચે આ હા... ના..., હા... ના... નું ચક્કર ચાલ્યું. સખી ના... ના... કહેતી રહી અને આખરે તે એ બેગ ધરાર એને આપી જ દીધી. હું ત્યાં જ બેસીને આ બઘું જોેઈ રહી હતી. મને ખબર છે. તારા શહેરનું બજાર બહુ મોટું નથી. વળી હોસ્ટેલથી ઘણું દૂર છે. તું વારંવાર ત્યાં જઈ શકે એમ પણ નથી. હવે કદાચ એવી જ બીજી બેગ તું ના પણ લઈ શકે... મારે એ બેગ સખી પાસેથી પાછી લઈ લેવી જોઈએ અને આગ્રહ કરીને એ બેગ તને પાછી આપી દેવી જોેઈએ પણ મેં એમ કર્યું નહીં. હું એમ કરું પણ નહીં કારણ કે અહીં વસ્તુ એ ગૌણ બાબત છે અને તું જે રીતે તને જે ગમ્યું એ સખીને આપે છે એ મુખ્ય બાબત છે. આ વાતમાં ત્યાગ કે બલિદાન જેવા મોટા ભારેખમ શબ્દો ક્યાંય આવતા નથી. મારે લાવવાય નથી. તું સખીનો ભાઈ છે અને ભાઈનો આ જ ધર્મ છે. જે બીજા ભાઈ કે બહેનને ગમે એ એમને ખુશીથી આપી દેવું... અને જે પોતાને ગમે એ ય એમને વધારે ખુશીથી આપી જ દેવું...
તને યાદ છે જ્યારે તમે બાળકો નાના હતા ત્યારે તારા પપ્પા વારંવાર ચોકલેટ લાવતા. જ્યારે ચોકલેટ લાવે ત્યારે હંમેશાં મોટી એક જ ચોકલેટ લાવે. તેના ચાર ભાગ કરે અને આપણે ચારે ય જણ એ ભાગ વહેંચી લઈએ. હું ઘણીવાર એમને કહેતી કે એક મોટી ચોકલેટ કરતા ચાર નાની લાવે તો એના ભાગ તો ના કરવા પડે! અને એ હંમેશાં મારી વાતને હસી દેતા. તમે બાળકો નાના એટલે ઘણીવાર વધારે ચોકલેટ માટે જીદ કરો અને હું મારો ભાગ તમને આપી દેવાની ચેષ્ટા કરું તો તારા પપ્પા મને તરત રોકે... કહે... જેની ચોકલેટ હોય એણે જ ખાવાની... ખોટી અંચઈ નહીં કરવાની. એમની આ મોટી ચોકલેટ લાવવાની વાતનો મર્મ તો મને બહુ પછીથી સમજાયેલો. ધીમે-ધીમે તું મોટો થયો. પછી તું ચોકલેટ ખરીદીને લાવતો થયો. તું ય હંમેશાં તારા પપ્પાની જેમ જ ચોકલેટ લાવે અને તેના ચાર ભાગ કરે. દરેક ચીજની સમાન ભાગે વહેંચણી કરવાની વાત તું તારી જાતે જ શીખી ગયો. મારે આ બાબતે ક્યારેય કોઈ ભાષણ કરવું પડ્યું જ નહીં. તારી અને સખી વચ્ચે કોઈ ચીજ વસ્તુને લઈને ક્યારેય ઝઘડો થયો જ નહીં. ‘‘આ મારી ચીજ છે અને હું કોઈને ના આપું...’’ એ ભાવના તમારામાં વિકાસ પામી જ નહીં એટલે કોઈ એવી ચીજ વસ્તુ કે જેના ભાગ પડે એમ ના હોય તો ય તમે બાળકો આસાનીથી ખુશી-ખુશી એક બીજાને આપી દેતા.
સખી તારાથી નાની છે પણ એનોય ધર્મ તારા ધર્મથી જુદો નથી. અલબત્ત એ ય ક્યારેય કોઈ વસ્તુ માટે તારી સાથે લડતી નથી. હંમેશાં તને સામેથી આપી જ દે છે પણ એ આવું એટલા માટે કરે છે કારણ કે તું એવું કરે છે. એ નાની હતી ત્યારથી તને એ રીતે જ જોઈને મોટી થઈ છે બેટા. નાના એ કદી ય મોટા કહે એમ કરતાં જ નથી... મોટા કરે છે.. થોડા રૂપિયા અથવા તો મિલ્કત માટે કોર્ટ સુધી સગા ભાઈ કે બહેનને ઢસડી જનારા લોકોની આપણા સમાજમાં નવાઈ નથી. અમુક ચીજ વસ્તુ માટે આખી જંિદગી ભાઈ કે બહેનનું મોઢું ય ના જોનારા લોકોના દાખલા ય મેં જોયા છે. અને જ્યારે તમારા બન્ને વિશે વિચારું છું ત્યારે થાય છે કે માલિકીભાવનાની અંગત એવી એ લાગણીને તમે બન્નેએ જીતી લીધી છે. સમજું છું... કે મારા નાનકડા બાળકો જે નાના-નાની ચીજવસ્તુ માટે ક્યારેય લડ્યા નથી એ મોટાં થઈને મોટી વસ્તુઓ માટે ય મન નહીં જ બગાડે. બેટા... એક વાત હંમેશાં યાદ રાખજે... માણસ જેને પ્રેમ કરે છે એ જ એની સાથે રહે છે... જે વસ્તુઓને પ્રેમ કરે છે એની સાથે વસ્તુઓ રહે છે અને જે પોતાના માણસોને, પોતાના સંબંધોને પ્રેમ કરે છે એની સાથે પોતાના માણસોનો પ્રેમ રહે છે. જીવન જીવવા માટે પૈસા કરતા પ્રેમ વધારે જરૂરી છે એ વાત મારે તને સમજાવાની જરૂર ખરી? તમારા બન્ને વચ્ચેનો પ્રેમ એ તમારી પોતાની અમૂલ્ય પ્રોપર્ટી છે. એને હંમેશાં સાચવીને રાખજો... બધાની નજરોથી દૂર અને પોતાના હૃદયની પાસે... કદાચ અમે માતા પિતાએ તમને વારસામાં આપેલી આ સૌથી વઘુ મૂલ્યવાન મૂડી છે.
તારી મમ્મી. ડો. રેણુકા પટેલ

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved