Last Update : 24-April-2012, Tuesday

 
ભારતીય નારી બંધનો ઢીલાં પડયાં, પણ છૂટ્યાં નથી
 

વેદકાળ દરમિયાન સ્ત્રીઓને ખૂબ આદર-માન આપવામાં આવતાં હતાં. સ્ત્રીઓએ પણ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે અદા કરી હોવા છતાં સમાજે એમને ‘અબળા’ ગણાવી. આ જ કારણસર સ્ત્રીને પુરુષની દાસી તરીકે અને અવગણવાનો ભોગ બની રહેવું પડ્યું છે. ભારતીય સમાજે સ્ત્રી પર અનેક અત્યાચાર ગુજાર્યા છે એ તો ઠીક, પણ એણે સ્ત્રી પ્રત્યે બેવડું વલણ અપનાવ્યું છે. એક તરફ, તેનું શોષણ અને તિરસ્કાર કરવામાં પણ તે પાછળ નથી રહ્યો.
આપણા પુરાણો અને સાહિત્ય ભારતીય સ્ત્રીને ‘પતિવ્રતા’ રૂપે શ્રેષ્ઠ દર્શાવનાર અનેક કથાઓથી ભરપૂર છે, જ્યારે તેમાં ક્યાંય કોઈ પત્નીવ્રતધારી પુરુષ વિશેની વાત જ્વલ્લે જ જોવા મળે છે. ઉત્તરવેદકાળથી જ શરૂઆત થઈ, સ્ત્રીના અપમાનની, તેમાંય મહાકાવ્યકાળ દરમિયાન તો સ્ત્રીની સ્થિતિ અત્યંત દયાજનક બની ગઈ હતી. એને ભોગવિલાસની સામગ્રી જ માનવામાં આવતી. સ્ત્રીના હરણની પ્રથાની શરૂઆત પણ આ કાળ દરમિયાન જ થઈ હતી.
એ જમાનામાં જાહેરમાં, અનેક લોકોની હાજરીમાં સ્ત્રીનું અપમાન થતું અને ત્યારનો તથાકથિત બૌદ્ધિક સમાજ મૂક દર્શક બની રહેતો. આની પાછળનું કારણ માત્ર એટલું છે કે આપણે જીવનમાં સિદ્ધાંતોેને પ્રાધાન્ય આપીએ છીએ. વાસ્તવમાં, આપણે વ્યક્તિના વિકાસને વઘુ મહત્ત્વ આપીએ છીએ, એનો અર્થ એ નથી કે આપણા પૂર્વજો સામાજિક વિકાસ અને સંબંધોની સમરસતાને ભૂલી ગયા હતા. દોષ તો આપણો તથા પરિસ્થિતિનો છે કે, આપણે એ સિદ્ધાંતને યોગ્ય રીતે અમલમાં મૂકી શકતા નથી.
ભારતીય સ્ત્રીમાં એવી કઈ વિશિષ્ટતા નથી કે જેને વિકસાવીને અથવા પરિષ્કૃત કરીને એ પ્રગતિ ન કરી શકે? કઈ રીતે પોતાના ગુણનું પ્રદર્શન કરવું, તેની કલા એને આવડતી નથી. તે માટેના ઉચિત નિયમ અને ઉપયોગ એ ભૂલી ગઈ છે. આથી જ આજે એની સ્થિતિ દયાજનક થઈ ગઈ છે. ભારતીય સ્ત્રી પરિત્યક્તા હોય, તો પણ પોતાની ઈચ્છાઓને મનમાં જ દબાવી રાખે છે. પોતાના નિર્માલ્ય પુત્રો તેમજ પતિ દ્વારા સતત અવગણના થતી રહે, છતાં પણ એમની સુખસેવા માટે પ્રયત્નશીલ રહેતી જોવા મળે છે.
સંસ્કાર, રીતરિવાજ અને સિદ્ધાંતોના બોજ હેઠળ એ એટલી દબાઈ ગઈ છે કે, તે પોતાના સુખ-દુઃખ પણ વ્યક્ત કરી શકતી નથી. જીવનને સુંદર બનાવતા સિદ્ધાંતો અને લોકરિવાજોના દુરુપયોગને કારણે એનું જીવન બદતર બની ગયું છે.
સૈકાઓ વીત્યાં, સંજોગો બદલાયા, છતાં સ્ત્રીની સ્થિતિ યથાવત્‌ છે.
પુરુષો શાસ્ત્ર અને સામાજિક નિયમોના ઘડવૈયા હોવાથી તેમણે સ્ત્રીને ગુલામીના બંધનમાં જકડી લીધી. એ દિવસથી જ આજ સુધી સ્ત્રી પુરુષની દાસી તરીકે જ જીવે છે. એ પોતાના જીવનનું કોઈ એક લક્ષ્ય નક્કી કરી શકતી નથી. એને સામાજિક નિયમનો વિરોધ કરવાનો કોઈ અધિકાર નથી. એના જીવનનો હેતુ પણ પુરુષનું મનોરંજન તથા એનો વંશવેલો વધારવાનો છે. સતત આવા વાતાવરણમાં જીવવાને લીધે એ આજે માત્ર આજ્ઞાપાલક બની ગઈ છે. જો કે આ માટે થોડા ઘણા અંશે એ પોતે પણ જવાબદાર છે. રિવાજો અને સંસ્કારોનો બોજ ઉપાડતાં ઉપાડતાં એ પોતે પોતાના માટે બોજરૂપ બની ગઈ છે. ખરેખર, એ પોતાના અજ્ઞાનને લીધે પણ ઉપેક્ષાનો ભોગ બની છે. આજે સામાજિક વાતાવરણમાં ઘણંું પરિવર્તન આવ્યું છે. સ્ત્રીએ ઘરની બહાર પગ તો મૂક્યો છે, છતાં સામાજિક નિયમો, રિવાજો અને સંસ્કારો એના પ્રગતિપથમાં અવરોધક બને છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો માત્ર એટલું જ કહી શકાય કે આજની ભારતીય સ્ત્રી સ્વતંત્ર હોવા છતાં પરતંત્ર છે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved