Last Update : 24-April-2012, Tuesday

 

સાજનના સાજ-શણગાર

ભરતકામ કરેલી કલરફુલ શેરવાનીમાં લાગે વરરાજા સોહામણો


 

વિવાહ પ્રસંગે સાજ-શણગાર કે વસ્ત્રાભૂષણની વાત આવે ત્યારે આપણને સૌથી પહેલા નવવઘૂના પોશાક અને મેક-અપનો વિચાર આવે છે. જ્યારે હકીકતમાં વરરાજાનો લિબાસ પણ એટલો જ આકર્ષક હોય તે આવશ્યક છે. જો કે આઘુનિક યુગના સ્ટાઈલીશ દુલ્હા પોતાના વિવાહના પરિધાન પ્રત્યે એકદમ જાગૃત બની ગયા છે. એટલું જ નહીં, તેના પરિવારજનો તેમ જ નવવઘૂ પણ એમ ઈચ્છતી હોય છે કે તે જેની સાથે ફેરા ફરવાની છે તે દેખાવમાં પોતાના કરતાં જરાય ઉતરતો ન લાગે. તેથી જ આઘુનિક દુલ્હાઓએ કેવા વસ્ત્રો ધારણ કરવા તેના વિશે ફેશન ડિઝાઈનરો કહે છે કે...‘ભારતીય વિવાહમાં એથનિક આઉટફીટ શાનદાર અને રાજસી લાગે છે.’
વિવાહ અને રિસેપ્શન બંનેમાં શેરવાની એકદમ સ્ટાઈલીશ લાગે છે. આ પરિધાન ફ્‌યુઝન લુક આપે છે. જો તમે બહુ ભારે વર્ક કરેલી શેરવાની પહેરવા ન માગતા હો તો હળવી દેખાય એવી એથનીક શેરવાની પસંદ કરો.
શેરવાની સાથે ટાઈટ ફિટંિગવાળું ચુડીદાર અથવા ટ્રાઉઝર સરસ દેખાશે. તેની સાથે ગળામાં લાંબો સ્ટોલ અથવા સ્કાર્ફ, મોજડી અને બ્રેસલેટ પહેરવાથી દુલ્હાનો સમગ્ર લુક આકર્ષક બની જશે.જે વર પરંપરાગત અને આઘુનિકનું ડિઝાઈનનું ફ્‌યુઝન પહેરવા ઈચ્છતા હોય તેમને માટે જોધપુરી સુટ બેસ્ટ ચોઈસ છે. વેસ્ટર્ન સુટ જેવા આ ડ્રેસમાં શોર્ટ કોલર હોવાથી આ કોલર પર અને તેની આસપાસ સુંદર વર્ક કરાવીને તેને અનોખો ઓપ આપી શકાય છે. જોધપુરી સુટને મેચીંગ ફોર્મલ ટ્રાઉઝર સાથે પહેરી શકાય છે.
પરંતુ જેમને પશ્ચિમી પોશાક જ પસંદ હોય તે બંધ ગળાવાળો કોટ અને ફોર્મલ ટ્રાઉઝર પહેરી શકે. રિસેપ્શન માટે તે અચ્છો વિકલ્પ છે. આ સિવાય રિસેપ્શનમાં થ્રી પીસ સુટ પણ સરસ લાગે છે.
લગ્ન પૂર્વે સંગીત સમારોહમાં પરંપરાગત ચીકનકારી, કાશ્મીરી અથવા અન્ય કોઈ એમ્બ્રોઈડરી કરેલો કુર્તો-પાયજામો ખૂબ સુંદર દેખાશે. આ સિવાય ગોલ્ડ-સિલ્વર આરીવર્ક કરેલા ચુડીદાર-કુર્તા પણ ક્લાસિક લુક આપશે. આવા ડ્રેસ માટે જૂટ, સિલ્ક અને લિનન જેવા ફેબ્રિક ઉપયુક્ત ગણાય છે.
હવે એ સમય ગયો જ્યારે પુરુષો માટે ગ્રે, કાળા, બ્રાઉન અને બ્લુ જેવા રંગના વસ્ત્રો જ પહેરતા. હવે તેઓ સ્ત્રીઓની જેમ જ અનેક રંગના પરિધાન પસંદ કરે છે. અલબત્ત, પ્રત્યેક દુલ્હાએ પરિધાનનો રંગ પસંદ કરવાથી પહેલા પોતાના કોમ્પ્લેક્શન સાથે તે શોભશે કે નહીં તે જોઈ લેવું જોઈએ. જો કે આજની તારીખમાં સવારના ફંક્શનમાં ક્રીમ અને પેસ્ટલ રંગોે અને સાંજના વાઈનના વિવિધ શેડ તેમ જ બ્લેક કલર ઈન છે. ફેશન ડિઝાઈનરો હવે પુરુષોના વસ્ત્રોમાં, ખાસ કરીને વરના પરિધાનમાં પણ ભારે એમ્બ્રોઈડરી કરવા લાગ્યા છે. ક્રિસ્ટલ વર્ક, સ્ટોન વર્ક અને જરદોશી વર્ક શેરવાનીને અનોખો ઓપ આપે છે. જ્યારે લાઈટ વર્ક માટે આરી, બીડ, સ્વરોસ્કી અને મિરર અચ્છો વિકલ્પ છે.
જોધપુરી ડ્રેસમાં છાતી સુધી આવતા જાડા ચેનમાં મોટું હીરાનું પેન્ડન્ટ પહેરવાથી તે અત્યંત આકર્ષક લાગે છે. જો આવું પેન્ડન્ટ પહેરવાનો વિચાર હોય તો હેવી એમ્બ્રોઈડરીવાળા જોધપુરીને બદલે લાઈટ કલરનું, માત્ર કોલરમાં વધારે વર્ક કરેલો સુટ પસંદ કરવો.
આવા ડ્રેસ સાથે એમ્બ્રોઈડરી કરેલી મોજડી, હાથમાં બ્રેસલેટ અને આંગળીમાં હીરાની વીંટી ખૂબ સુંદર લાગે છે. દુલ્હાએ જોે સાફો પહેરવાનો હોય તો તેમાં સાઈડ પર મોટો હીરો અથવા સ્ટોન લગાવવાથી તે વઘુ આકર્ષક દેખાશે. ચાહે તે સાફોે પ્લેન હોય, લહેરિયા ડિઝાઈનનો હોય કે ટાઈ એન્ડ ડાઈ હોય.
જ્યારે સુટ સાથે પ્યોર સિલ્કની અથવા બ્રોકેડની ટાઈ, કોેટના ખિસ્સામાં ચોેક્કસ પ્રકારે વાળીને મુકેલો રૂમાલ અને બ્રાસના બટન ખૂબ સુંદર દેખાશે.
દુલ્હાને દુલ્હન જેટલો મેકઅપ કરવાની જરૂર નથી. પણ વિવાહથી પહેલા કેશ અને ત્વચાની થોડી કાળજી લેવી આવશ્યક છે. વાળમાં ખોડો હોય તો ત્વચા નિષ્ણાતને મળીને તે દૂર કરી વાળ સુંવાળા બનાવવાનો પ્રયત્ન કરવો. તેવી જ રીતે લગ્નથી એક અઠવાડિયા પહેલા વાળ કપાવી લેવા.
ચહેરો ક્લીન-અપ કરાવી લેવો અને મેનીક્યોર-પેડીક્યોર કરાવી હાથ-પગ સ્વચ્છ-સુઘડ બનાવી લેવા. જીવનના સૌથી મહત્ત્વના દિવસ માટે કોઈપણ વર આટલું તો કરી જ શકે.
જયના

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved